ગ્રામ્ય લોકોમાં તો છાશ પીવાનું ચલણ એક પરંપરા સમાન હોય છે. ઘરના નાના બાળકોથી લઈને વડીલો સૌ કોઈ બપોરે ભોજન સમયે છાશ પીવાનો ચોક્કસ આગ્રહ રાખે છે. કહેવાય છે કે ગામડાઓમાં ખાવા પીવાની દરેક વસ્તુઓ ખુબ શુધ્ધ હોય છે, જેનો ભરપુર લાભ ગ્રામવાસીઓ ઉઠાવે છે. છાશ પીવાના ફાયદા જરૂર છે પણ જો એ છાશ ગુણવત્તાથી ભરેલી હોય તો વધુ લાભ અપાવે છે. ગામના લોકો છાશનું સેવન વધુ પ્રમાણમાં કરે છે જેથી શહેરીજનો કરતા ગામના લોકોમાં વધુ સ્ફૂર્તિ જોવા મળતી હોય છે. ગામડાઓના લોકો ખેતરોમાં તનતોડ મહેનત કરે છે, છતાં એ લોકો જલ્દી થાકી જતા નથી.
- શહેરમાં પણ છાશ પીવાનું ચલણ
જોકે હવે તો શહેરોમાં પણ લોકો ઘરમાં હે હોટલમાં જમતી વખતે છાશ પીવાનું વધુ પસંદ કરે છે. શરીરમાં કેટલીક ખામીઓ છાશ પીવાથી દુર થઇ જતી હોય છે. છાશ પીવાથી શરીરમાં પાણીની અછત ઉભી થતી નથી. ઉનાળામાં ગામડાઓ કરતા શહેરોમાં વધુ ગરમીનું પ્રમાણ જોવા મળતું હોય છે. જેથી શરીરમાં ઠંડક લેવા માટે શહેરીજનો છાશ પીવાનું પસંદ કરતા હોય છે. ઘણા એવા લોકો પણ હોય છે જેઓ પોતાની ઓફિસમાં લાંચ સમયે છાશ ફરજિયાત પીવાનો આગ્રહ રાખે છે.
- કેલ્શિયમની ઉણપ પૂરી કરે છે
આપણે સૌ જાણીએ છે કે પુરુષની સામે સ્ત્રીઓમાં કેલ્શિયમનું પ્રમાણ નાની વયે ઓછું થઇ જતું હોય છે, જેથી મહિલાઓ માટે તો છાશ પીવી વરદાન સમાન છે. ખાસ કરીને સ્ત્રીઓએ મોનોપોઝના સમયે અચૂક છાશ પીવી જોઈએ. સ્ત્રીઓને શરીરમાં અનેક પ્રકારના દુખાવાનો સામનો કરવો પડતો હોય છે. પરિવાર માટે એક દિવસ રજા ના ભોગવતી સ્ત્રીઓના શરીરમાં જયારે કેલ્શિયમની ઉણપ વર્તાય છે ત્યારે એવી સ્ત્રીઓએ છાશ પીવાનો ચોક્કસ આગ્રહ રાખવો જોઈએ.
- વજન ઘટાડવામાં મદદગાર
આજનો માનવી શારીરિક અને માનસિક મુશ્કેલીનો સામનો કરતો હોય છે. જવાબદારીઓના ભારણ નીચે જીવતો સામાન્ય માણસ પોતાના આરોગ્ય સામે ઓછું ધ્યાન આપે છે. લોકો પાસે જાણે પોતાના માટે સમય જ નથી રહ્યો. આજની પેઢીના લોકોમાં કસરત કરવાનો પણ અભાવ જોવા મળે છે. જેના કારણે શરીરમાં કેટલીક ઉણપ આવે છે, ત્યારે જો માણસ કેટલાક દેશી ઘરેલું નુસખા અપનાવે તો નાની મોટી તકલીફો એમ જ દુર થઇ જાય. આમ જ છાશનું સેવન કરવાથી પણ શરીરની કેટલીક તકલીફો દુર થઇ જાય છે.
ઘણા લોકો પોતાનું વજન ઘટાડવા માટે જીમમાં મસમોટી કિંમત ચુકવતા હોય છે. શું તમે જાણો છો જમવાની સાથે છાશ પીવાથી વજનમાં ઘટાડો થાય છે. જો તમે પણ તમારું વજન ઘટાડવા ઇચ્છતા હોવ તો જમતી વખતે છાશ પીવાનું શરુ કરીદો. જોકે છાશની અંદર થોડો મરી પાવડર ઉમેરવો જેથી તે ગુણ કરશે. સાથે જ સ્વાદમાં પણ વધુ સારી લાગશે.
- પેટની તકલીફો કરે છે દુર
કેટલાક લોકો પેટ સાફ ના થતું હોવાની ફરિયાદ કરતા હોય છે તેવા લોકો માટે છાશ આશીર્વાદ સમાન સાબિત થાય છે. વડીલો જ નહિ હવે તો યુવાનો પણ ગેસ, એસીડીટી જેવી તકલીફોથી પીડાતા હોય છે. સાંભળવામાં નાની લાગતી આ તકલીફો આગળ જતા મોટું સ્વરૂપ ધારણ કરે છે. જો તમે પણ આવા નાના મોટા રોગનો સામનો કરી રહ્યા છો તો જમતી વખતે છાશ પીવાનું શરુ કરી દેજો.
- વાળ અને સ્કીન માટે ઉત્તમ
છાશ તમારી સ્કીન માટે પણ ઉત્તમ સાબિત થાય છે . શરીરમાં કોઈપણ પ્રકારની ગરમી થતી હોય કે પછી તમારા ચહેરાને ચમકદાર બનાવવો છે તો છાશ એક ખાસ ઔષધી સમાન બની રહે છે. કેટલાક લોકોને વાળ ખરવાની અથવા માથામાં ખોડો થવાની સમસ્યા હેરાન કરતી હોય છે. જો તમે પણ આવી કોઈ સમસ્યાથી પીડિત છો તો ચિંતા કરશો નહિ, છાશથી માથું ધોવાથી તમારી સમસ્યાનું સમાધાન થઇ જશે.
- પિત્ત વાયુ નાબુદ કરે છે.
ઘણા લોકોને પિત્ત વાયુની તકલીફ હોય છે તે લોકો માટે છાશ રામબાણ ઈલાજ બને છે. છાશ પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. બપોરે જમતી વખતે જે લોકો નિયમિત છાશ પીવે છે તે લોકોના આંતરડા વધુ મજબુત બને છે અને તેવા લોકો કોઈપણ પ્રકારનો ખોરાક સરળતાથી પચાવી લેતા હોય છે.
છાશમાં જો તમે શેકેલું જીરું, સંચળ નાખશો તો તેનો સ્વાદ તો સરસ લાગશે જ સાથે ગુણ પણ વધુ કરશે. ઘણા લોકો મોળી છાશ પીવાનું પસંદ કરતા હોય છે, લોકો એવું માને છે કે ખાટી છાશ નુકસાન કરે છે. જોકે છાશ ખાટી પણ ના હોવી જોઈએ અને મોળી પણ ના હોવી જોઈએ. ઉનાળામાં છાશ પાણીની પણ ગરજ સારે છે. ગરમીમાં તો વધુમાં વધુ છાશ પીવાથી અનેકગણા ફાયદા થાય છે.
જોકે છાશ બપોરે પીવી વધુ હિતાવહ છે. એમાંય જો ઉનાળાની ગરમી હોય અને તમે બપોરે જમવા સાથે છાશનું સેવન કરો છો તો તમારા શરીરમાં ધર્યા કરતા વધુ સારા પરિણામ મળે છે. છાશ શરીરમાં રહેલા નકામાં પદાર્થોને બહાર નીકાળવામાં મદદ કરે છે.
તમે જાણો છો કે છાશ સસ્તું પીણું છે. જેથી છાશ દરેક વ્યક્તિને પોષાય તેમ છે. જમતી વખતે છાશ પીવાથી ખાસ તમારો ખોરાક પચી જાય છે. પેટ હળવાશ અનુભવે છે. પૌષ્ટિક તત્વોથી ભરેલી છાશ અનેક શારીરિક મુશ્કેલીમાંથી છુટકારો અપાવે છે. છાશનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ પણ વધતું નથી. જો તમે છાશ નથી પીતા તો આજથી જ ભોજન સમય છાશ પીવાનું શરુ કરી દેજો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.