🥜 મિત્રો, આ વખતે શિયાળાની ઋતુ થોડી મોડી શરૂ થઈ છે પરંતુ શિયાળો પોતાનું જોર દાખવી પવનના સૂસવાટા અને કડ કડતી ઠંડી સાથે વાતાવરણને બરફની જેમ થિજવી દીધું છે. જેમાં લોકોને ગોળથી બનેલ ચીકી ખાવી ખૂબ પસંદ હોય છે. તેથી લોકો તેને બનાવવાની અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરતાં હોય છે છતાં જોઈ એવો સ્વાદ અને ક્રન્ચી બનતી શકતી નથી.
🥜 આજે અમે તમારા માટે એવી ગોળની ચીકી બનાવવાની ટિપ્સ લઈને આવ્યા છીએ. કે, જેનાથી તમારા હાથે જ જોરદાર સ્વાદવાળી ક્રન્ચી ચીકી બનાવી શકશો. આ ટિપ્સ મુજબ બનાવેલી ચીકી બજારમા મળતી ચીકી જેવી જ દેખાવે અને સ્વાદમાં હશે. તો હવે આપણે જાણીશું આવા લાજવાબ ટેસ્ટવાળી ચીકી બનાવવાની રીત.
🥜 ચીકી બનાવવા માટે જોઈતી જરૂરી સામગ્રી :- 300 ગ્રામ ગોળ, 300 ગ્રામ ફાડા કરેલ મગફળી, 1 ચમચી ઘી, અડધી ચમચી ખાવાનો સોડા.
🥜 ટેસ્ટી અને ક્રન્ચી ચીકી બનાવવાની રીત :- ચીકી બનાવવા માટે સૌપ્રથમ તમારે એક ગેસ પર રાખી શકાય તેવું મીડિયમ સાઇઝનું વાસણ લેવાનું રહેશે. ત્યાર બાદ તમારે તેમાં 300 ગ્રામ મગફળી નાખી અને ગેસ પર મગફળીને થોડી વાર શેકવી.
🥜 મગફળીને શેકીયા બાદ પાત્રને ગેસ પરથી ઉતારી લેવું અને મગફળીને 10 મિનિટ સુધી ઠરવા દેવી, મગફળી ઠંડી થઈ જાય ત્યાર બાદ તેને બંને હાથ વડે હળવેથી મસળવી એટલે તેના ફોતરતા આપો આપ નીકળી જશે. ફોતરાં કાઢીયા બાદ મગફળીને એક પાત્રમાં અલગ કાઢી લેવી.
🥜 હવે આપણે ચીકી માટે 300 ગ્રામ ગોળને એક પાત્રમાં લેવાનો છે. ત્યાર બાદ તેને ગેસ પર ગરમ કરવાનો અને તેમાં 1 ચમચી પાણી એડ કરવાનું. હવે આ ગોળને તમારે ત્યાં સુધી હલાવવાનો છે. જ્યાં સુધી તે લિક્વિડ ફૉમમાં ન આવી જાય.
🥜 ચીકી બનાવવા માટે ગોળની ચાસણી એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જો તેમાં કોઈ મિસ્ટેક થાય તો ચીકી થોડી કડક થઈ જશે. એટલા માટે તેને ચેક કરવી ફરજિયાત બને છે. આ ચાસણી ચેક કરવા માટે સૌપ્રથમ ચમચીમાં આ ચાસણી લઈ અને ચપટીમાં એક બે ટીપાં લઈને તેમાં કેટલા તાર થાય છે તે ચેક કરવું, જેમાં 1 અથવા 2 તાર થાય તો ચાસણી પ્રોપર બની ગઈ છે તેમ સમજવું ઉપરાંત ચેક કર્યા બાદ જ તમારે ગેસ પરથી ગોળની ચાસણીને ઉતારવાની રહેશે.
🥜 ચાસણી તૈયાર થઈ ગયા બાદ તેમાં 300 ગ્રામ શેકેલી મગફળી એડ કરો અને એક બીજામાં સરખી રીતે ભળી જાય એવી રીતે તેને હલાવો, ત્યાર બાદ તેમાં અડધી ચમચી ખાવાનો સોડા એડ કરો, ખાવાના સોડાને એડ કરવાથી ચીકી એકદમ ક્રન્ચી થઈ જશે. હવે બધુ સરખી રીતે મિક્સ કરી લેવું.
🥜 બધુ મિક્સ થઈ ગયા બાદ તેને ગેસ પરથી ઉતારી લેવું અને એક ત્રાસમાં આ મિશ્રણને નાખી અને આખા ત્રાસમાં પાતળું પડ કરીને ફેલાવી દેવું, ધ્યાન રહે કે જ્યારે તમે ત્રાસમાં ચીકીનું મિશ્રણ એડ કરો તેની પહેલા તેમાં ઘી ચોપડી દેવું એટલે ચીકીને સુકાયા બાદ કાઢતા સમયે તે ચોંટી ન જાય.
🥜 હવે ચીકીને આકાર આપવાનું કાર્ય તમારે ત્યારે જ કરવું જયારે ચીકીનું મિશ્રણ ગરમ હોય. આ કાર્ય કરવા માટે તમારે એક ચાકુ વડે ચોરસ આકારના નાના ભાગ કરવા, જો તમારે આકારને રાઉન્ડ શેઇપ આપવો હોય તો તમારે મીડિયમ સાઇઝની કાંઠા વગરની વાટકી લઈને કરવું વધારે સરળ રહેશે.
🥜 ચીકીને આકાર આપ્યા બાદ ઠરવા દેવી તેના માટે તમે તેને પંખા નીચે રાખી શકો છો તેથી ઝડપથી ઠરી જાય. હવે 10-15 મિનિટ બાદ તમે તેને આકાર પ્રમાણે કાઢી શકો છો. આ રીતે તૈયાર થઈ જશે તમારી ક્રન્ચી અને બજારની ચીકીને સ્વાદમાં માત આપનાર ચીકી. આ ચીકીને તમે 30 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો.
જો ચીકી બનાવવાની રીત વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.