💁આપણે બહેનોની વાત કરીએ તો તેઓ સોનાની પાછળ એકદમ પાગલ જ હોય છે. તો આજે અમે આ ખૂબ જ કીમતી એવા ધરેણાંને કાયમી એવાને એવા જ ચમકદાર બની રહે અને તે પણ ઘરે જ એવી સુંદર ટિપ્સ અમે તમારા માટે લઈને આવ્યા છીએ. આ માહિતી ચોક્કસ તમને ઉપયોગી થશે.
💁દોસ્તો, તમે એ વાતને તો જાણતા જ હશો કે સોનું ક્યારેય પણ પોતાની ચમક ગુમાવતું નથી. તે વાત 100 % સાચી છે. પરંતુ આપણે જે જ્વેલરી સતત પહેરીને રાખીએ છીએ તેના પર મેલ જમા થવાના કારણે તે થોડી ડલ થઈ જાય છે. આ જ્વેલરીને આપણે ફરી સોનીની પાસે પોલીશ કરાવીએ ત્યારે તે ફરી ચમકી ઉઠે છે. તો દોસ્તો, હવે તમારે સોનીની પાસે જવાની કોઈ જ જરૂર નથી. આ કામ તમે પોતાના ઘરે તમારી જાતે જ કરી શકો છો.
💁દોસ્તો, તમે અરીઠાને તો જાણતા જ હશો. પહેલા લોકો આ અરીઠાથી જ પોતાના વાળ ધોતાં હાતા. તો આ અરીઠા જ તમારી જ્વેલરીને પણ ચકચકિત બનાવી શકે છે. હવે અમે તમને આજે એ અરીઠાથી દાગીનાને કેવી રીતે સાફ કરવા તે સ્ટેપ બાય સ્ટેપ તો ચાલો જોઈએ કે શું કરવું.
💁સ્ટેપ નં -1 પહેલાના સમયમાં લોકો અરીઠાનો ઉપયોગ વાળ ધોવા માટે કરતાં હતા. ત્યારે અરીઠાને વાળના ધોતાં પહેલા પલાળવામાં આવતા હતા. પરંતુ અહી તમારે સોનાના દાગીનાને જ્યારે ચમકાવવાના હોય છે ત્યારે અરીઠાને પલાળવાના નથી. તમારે એક તપેલીમાં પાણી ઉકાળવાનું છે. તેમાં કોઈ વસ્તુ અત્યારે નથી નાખવાનું બસ એમ જ તેને છોડી દો.
💁સ્ટેપ નં -2 આ બીજા સ્ટેપમાં તમારે એક અરીઠું લેવાનું છે તેને બરાબર ચીપિયાથી પકડીને ગેસ પર એકદમ કાળું ના થાય ત્યાં સુધી ગરમ કરવાનું છે. આમ કરવાથી એ અરીઠું સાવ બળી જશે.
💁સ્ટેપ નં -3 હવે આ બળેલા અરીઠાને પેલા ઉકાળેલા પાણીમાં નાખવાના છે. ત્યાર બાદ એ પાણીને ખૂબ જ હલાવવાનું છે.આ પાણીને ત્યાં સુધી હલાવો કે પાણીનો રંગ જ બદલાય જાય પછી તેને એમ જ છોડી દો.
💁સ્ટેપ નં -4 પાણી ઠંડુ થાય ત્યાર પછી તે જ પાણીમાં અરીઠાને ચોળી નાખો. જ્યારે તમે ચોળો ત્યારે અરીઠા બરાબર રીતે ચોળાય જશે ત્યારે તેમાં ફીણ થવા લાગશે. જ્યારે પાણીમાં ફીણ થવા લાગે ત્યારે તે પાણીમાં જે આભૂષણને તમારે સાફ કરવાના છે તેને નાખો. દાગીનાને થોડો સમય તે પાણીમાં જ રહેવા દો. થોડી વાર પછી તેને બહાર કાઢીને જુઓ જો દાગીનાની નકશીમાં હજુ મેલ જણાય તો તેને તમે કોઈ નાનું બ્રશ લઈને ઘસી શકો છો.
💁આટલું કર્યા બાદ બધા જ ઘરેણાંને તે પાણીમાંથી બહાર કાઢીને એક સાફ પાણીથી ધોઈલો પછી જુઓ તમારા જૂના અને મેલા થઈ ચૂકેલા દાગીના એકદમ ચમકી ઉઠશે.
જો આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.