અત્યારના સમયમાં વધારે પ્રદૂષણ અને હવા પણ ખરાબ થવા લાગી છે. જેના કારણે આપણાં શરીરમાં રહેલા ફેફસાને નુકસાન થઈ રહ્યું છે. આજના રિપોર્ટ પ્રમાણે ફેફસાની બીમારી લોકોમાં વધુ થઈ રહી છે. તેનું કારણ પ્રદૂષણ છે. આ પ્રદૂષણ સાથે બીજી પણ એક વસ્તુ ફેફસાના નુકસાનનું કારણ છે તે બધા જ લોકો જાણે છે તે વસ્તુ છે સીગરેટ. હા દોસ્તો પ્રદૂષણ કરતાં પણ વધારે નુકસાન સીગરેટ કરે છે. લોકો જાણતા છતાં સિગરેટનું સેવન ચાલુ રાખે છે અને અંતે પોતે બીમાર પડી અને પોતાની સાથે આખા પરિવારને દુખી કરે છે.
સિગરેટની અંદર નિકોટિન અને બીજા ઘણા તત્વો હોય છે જે ફેફસામાં ગંદગી ફેલાવે છે. અત્યારે લોકો ખાલી નિકોટિન વિષે જાણે છે પણ સિયાગરેટની અંદર બીજા પણ ઝેરી તત્વો હોય છે. વારંવાર સિગરેટનું સેવન ફેફસાની સાથે બીજા અંગોને પણ નુકસાન કરે છે. ફેફસામાં જતો ધુમાડો લોહીમાં મિક્સ થઈને બધા જ અંગો સુધી પહોચે છે અને નુકસાન કરવાનું ચાલુ કરે છે.
આજે અમે તે ગંદગી વાળા ફેફસાને કેવી રીતે સાફ કરી શકાય તેની વિષે થોડી માહિતી અને ઉપાય આપીશું જેથી ઝેરી તત્વોથી ભરાયેલા ફેફસા એકદમ સાફ અને મજબૂત બની શકે. આ જાણકારી કોઈ જાતે બનાવેલી નથી. આ પૂરી માહિતી આયુર્વેદ અને ડોકટરની સલાહ લીધા પછી લખેલી છે, તેથી ધ્યાનથી અને સમજીને ઉપયોગમાં લેવી. આમાં આપેલી તમામ વસ્તુઓ માંથી કોઈ વસ્તુની એલર્જી તમને હોય તો, ઉપયોગ કરવો નહીં નહિતો પરિણામ ખરાબ આવી શકે છે.
- ફૂદીનો.
ફૂદીનો પણ ફેફસાને સાફ કરવાં માટે સારો ઉપાય છે. ફૂદીનો સ્વાસની પ્રક્રિયાને સુધારે છે. ફુદીનાનું સેવન કરવાથી બીજા પણ અન્ય લાભો થાય છે. નિયમિત 2 થી 4 ફુદીનાના પાન ચાવીને ખાવા જોઈએ. ફેફસામાં રહેલા ઝેરી તત્વો સામે લડવા ફૂદીનો મદદ મદદ કરે છે સાથે ફેફસામાં રહેલી ગંદગી ફૂદીનો બહાર કાઢવામાં મદદ કરે છે.
- ગાજર.
ગાજર બીટાકોરિટીન વધારે માત્રામાં આપે છે. ગાજરમાં રહેલું વિટામિન A સૌથી શક્તિશાળી છે. આ વિટામિન આંખો માટે પણ ખુબજ મદદ કરે છે. રોજે નિયમિત સવારે નાસ્તા પછી અને બપોરના ભોજનની 2 કલાક પછી 250ml ગાજરનું જ્યુસ બનાવી પીવું જોઈએ. નિયમિત આ જ્યુસના સેવનથી ફેફસામાં સફાઈ સફાઈ થાય છે. અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળવા લાગે છે.
- હળદર.
આપણાં આયુર્વેદમાં હળદરને મોટા કે નાના રોગો માટે ઉપયોગ કરવામાં આવે છે. ઘણી દવાઓમાં હળદરનો મુખ્ય ઉપયોગ કરવામાં આવે છે. આ હળદર ફેફસાને સાફ કરવામાં પણ ઉપયોગ થાય છે. હળદરમાં એન્ટિઇન્ફ્લેમેંટરી નામનું તત્વ ફેફસાને સાફ કરવા માટે ઉપયોગી બને છે. નિયમિત એક અથવા અર્ધી ચમચી હળદર હુફાળા ગરમ પાણીમાં મિક્સ કરી પીવાથી ફેફસા સાફ થાય છે સાથે ફેફસાને અંદરથી મજબૂત કરે છે.
- આદું.
આદુની અંદર પણ હળદર જેવા ગુનો રહેલા હોય છે. આદુના સેવનથી સ્વાસ નળી અને ફેફસા બંને સાફ થાય છે. પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક અને વિટામીન્સ આદુની અંદર મળી આવે છે જે શરીરમાં ફાયદાઓ સાથે શરીરના અંગોની સફાઈ પણ કરે છે. આદુનો નાનો ટુકડો મોઢામાં રાખી ચૂસવાથી ફેફસાની અંદર રહેલો કફ પણ બહાર આવે છે. ફેફસાની ગંદગી આસાનીથી આદું કાઢી શકે છે. નિયમિત એક આદુનો ટુકડો મોઢામાં રાખવો અને તેનો રસ લેવો.
- યોગ અને કસરત.
નિયમિત કસરત કરવાથી સ્વાસની ક્રિયા તેજ કરે છે અને યોગ કરી સ્વાસ જડપથી અંદર બહાર કરવાથી ફેફસા સાફ અને મજબૂત બને છે. રોજે નિયમિત 15 મિનિટ સ્વાસને ઊંડો ભરી બહાર કાઢવાથી ફેફસાની માંશપેશીઓ મજબૂત બને છે. ફેફસામાં રહેલી ગંદગી પણ બહાર નીકળવા લાગે છે. કોઈ પણ પુરુષ કે મહિલા સિગરેટનું સેવન કરતાં હોય તો બંધ કરી દેવું જોઈએ જેથી શરીર તંદુરસ્ત અને તમારા પરિવારના લોકો સુખી રહી શકે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.