👉 આપણી આસપાસ એવા ઘણાં લોકો હશે જે રોજ સવારે નોકરી, સ્કૂલ, કોલેજ કે કામની ઉતાવળમાં સરખી રીતે નહાતા હોતા નથી. 5 મિનિટમાં સ્નાન કરીને બહાર આવી જતા હોય છે. બસ પાણી રેડી દીધું એટલે ન્હાવાનું પતી ગયું, પરંતુ એવું નથી સ્નાન કરતી વખતે પણ આપણા શરીરના કેટલાક અંગો છે.
👉 જેને તમારે રોજ સવારે સાફ કરવા જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે આપણી આજુબાજુ એવા પણ કેટલાક લોકો છે, જે જમતી વખતે હાથ ધોતા નહોતા, પણ કોરોના આવ્યા બાદ વારંવાર હાથ ધોતા થઈ ગયા છે. તેવી જ રીતે સ્નાનનું પણ છે. તો ચાલો નજર કરીએ સ્નાન કરતી વખતે કયા અંગો ખાસ કરીને સાફ કરવા જોઈએ.
👉 નાભિ- સૌથી પહેલા તો નાભીને સારી રીતે સાફ કરવી જોઈએ. અમુક લોકો તેને સાફ કરવાનું ટાળતા હોય છે. પરંતુ તેમાં બેક્ટેરિયા જમા થાય છે. નાભી ઉંડી હોવાથી તેમાં ભેજ વધારે રહેતો હોય છે. તેથી ત્યાં બેક્ટેરિયા વધારે થતાં હોય છે. છેવટે બેક્ટેરિયાનું ત્યાં પ્રજનન થાય છે અને તેમના પ્રજનનથી દુર્ગંધ અને સંક્રમણ થાય છે. એટલે દરેક વ્યક્તિએ નહાતી વખતે નાભીને બરાબર સાફ કરવી જોઈએ. તે ઉપરાંત શરીર ટુવાલથી કોરું કરો ત્યારે તેને કોરી પણ કરવી જોઈએ.
👉 નખ- ઘણી સ્ત્રીઓને નખ વધારવાનો શોખ હોય છે. તો નખ વધારો ત્યારે ધ્યાન રાખવું કે નખની નીચેનો ભાગ અવશ્ય સાફ કરવો જોઈએ. કેમ કે તેમાં કિટાણું અને જીવાણું જમા થાય છે. જે પછી ઘરમાં બીમારીનું કારણ બને છે. કેટલીક મહિલા મહીનામાં એક વખત મેનીક્યોર કરાવતી હોય છે. જે હાથ અને નખ બંને માટે ફાયદાકારક છે. જેથી ગંદકી બધી સાફ થઈ જાય અને બીમારી પણ આપણાથી દૂર રહેશે.
👉 જીભ- સૌથી મહત્ત્વનું અંગ છે જીભ. કેટલાક લોકો એવું માને છે કે દાંત સાફ કર્યા એટલે પેઢા પણ સાફ ન કરીએ તો ચાલે. તો પેઢાની સાથે જીભની પણ સફાઈ કરવામાં માનતા હોતા નથી. અમુક તો સમય બચાવવા માટે મોં સાફ કરવા માઉથવોશનો ઉપયોગ કરતાં હોય છે, પરંતુ તે મોં સાફ કરવા માટે પૂરતું હોતું નથી.
👉 તમારે રોજ બ્રશ કરતી વખતે મો સાફ કરવું જોઈએ. સાથે જીભને ટંગ સ્ક્રેપર વડે સાફ કરવી જોઈએ. જેથી જામેલા બેક્ટેરિયા સરળતાથી દૂર થઈ જાય. જીભ સાફ ન કરવાના કારણે કેટલીક વખત મોંમાંથી ગંદી વાસ આવવા લાગતી હોય છે. દાંતમાં સડો પણ થતો હોય છે. તો આ બધી બીમારીઓથી બચવા માટે તમારે જીભ સાફ કરવી જોઈએ.
👉 પગની આંગળીઓ- દરેક વ્યક્તિ શરીરના આ અંગને એટલું મહત્વ આપતું હોતું નથી. પરંતુ આ ખૂબ જ મહત્ત્વનું અંગ છે. કેમ કે આખો દિવસ આપણે ચાલીએ ત્યારે પગ ગમે ત્યાં મૂકતાં હોઈએ છીએ. જેના કારણે ગંદકી જમા થાય છે. જો તેને બરાબર સાફ કરવામાં ન આવે તો બેક્ટેરિયા જમા થાય અને સ્કીન ઇન્ફેકેશન થવા લાગે છે.
👉 જો પગની આંગળીઓને વધારે સમય સાફ કરવામાં ન આવે તો ગંદી સ્મેલ આવવા લાગે છે. તેથી ન્હાતી વખતે દરેક વ્યક્તિએ પગની આંગળીની વચ્ચે રહેલો ભાગ સાબુ વડે બરાબર સાફ કરવો જોઈએ. તેને સ્નાન કર્યા બાદ કોરું કરી લેવું જોઈએ. જો તેમાંથી કેટલીક વખત દુર્ગંધ આવતી હોય તો ટેલ્કમ પાઉડર લગાવવો જોઈએ.
👉 કાનનો પાછળનો ભાગ- રોજ આપણે સ્નાન કરીએ ત્યારે કાન તો સાફ કરતાં જ હોઈએ છીએ, સમય થાય ત્યારે કાનમાંથી મેલ પણ કાઢીએ છીએ, પરંતુ તમને જણાવી દઈએ કે કાન કરતાં કાનની પાછળના ભાગ પર બેક્ટેરિયા જમા થાય છે. તે ભાગમાં શિબેસિયસ ગ્લેન્ડ હોય છે. જે સિબમનો સ્ત્રાવ કરતાં હોય છે.
👉 તેથી બરાબર કાનનો પાછળનો ભાગ સાફ કરવો જોઈએ. કેટલાક લોકો તો માથું ધોવે ત્યારે કાનની પાછળનો ભાગ કે કાન સાફ કરતાં હોય છે. પરંતુ આ પ્રકારની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. તેને રોજ સાફ કરવું જોઈએ. જેથી બેક્ટેરિયાનો નાશ થાય. બની શકે તો કપડું ગરમ પાણીમાં બોળી થોડું ભીનું રાખી પછી સાફ કરવું.
જો આ શરીરના અંગોની સફાઈ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.