🧽કોઈપણ વ્યક્તિ હોય તે પોતાના ઘરની સાફ-સફાઈ તો રાખતાં જ હોય છે. આપણામાંના કેટલાક લોકો એવા હોય છે. જેમને ઘરની દરેક વસ્તુ રોજ સવારે સાફ કરવાની આદત હોય છે, તો કોઈ સમયના અભાવે અથવા જોબ કરતી મહિલા હોવાથી ઘરના દરેક ખૂણા સાફ કરી શકતી હોતી નથી.
🧽અમુક લોકો કેટલાક ઘરના કામ કામવાળા પાસે કરાવવા પડતાં હોય છે. જેના કારણે ઘરની કેટલીક જગ્યા એવી હોય છે. તેના પર ધૂળ જામવા લાગે છે.
🧽તો તમને એવો ઉપાય જણાવીશું જે વાંચીને તમે થોડી મિનિટોમાં ઘર સાફ કરી નાખશો અને આ જગ્યા પર વધારે પડતાં જીવ-જંતુઓ પોતાનું ઘર બનાવતા હોય છે. તો તેનાથી પણ છુટકારો મેળવી શકશો.
🧽રમકડાં- જો તમારા ઘરમાં નાનું બાળક હોય તો તેના રમકડાં તમારે દરરોજ સાફ કરવા જોઈએ. કેમ કે જાણે અજાણે તે રમકડાં આપણે ફર્શ પર મૂકીએ છીએ અને ત્યાં લાગેલા કિટાણું આપણે જોઈ નથી શકતા હોતા. માટે બાળક જ્યારે પણ રમકડાં રમે ત્યારે સાફ કરીને જ આપવા જોઈએ. જેથી કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન ન થાય.
🧽ફર્નિચરની સફાઈ- ઘરમાં ફર્નિચર હોય તો આપણે તેનો ઉપયોગ ગમે તેવા હાથે કરતાં હોઈએ છીએ. રોજ સવારે કોટન અથવા કોઈપણ પ્રકારના ભીના કપડાં વડે ફર્નિચરની સફાઈ જરૂર કરવી જોઈએ. જેથી તેના પર લાગેલા જીવ-જંતુ દૂર થઈ જાય.
🧽હેન્ડલ સાફ કરવા- ઘરના દરેક હેન્ડલ પર વધારે કિટાણુ જમા થતા હોય છે. ઘરમાં આવનાર દરેક વ્યક્તિ ગમે તેવા હાથે સ્પર્શ કરતો હોવાથ રોજ આપણે ઘરના દરવાજા હેન્ડલ સાફ કરવા જોઈએ. મોટાભાગના ઘરોમાં હેન્ડલની સફાઈ ન થતી હોવાથી વધારે કિટાણું જમા થતા હોય છે. માટે હેન્ડલ સાફ કરવાનું ભૂલવું ન જોઈએ.
🧽ફ્લોર- ઘરમાં રોજ સવારે અને સાંજે બને તો પોતા કરવા જોઈએ. એક દિવસ છોડી એક દિવસે વિનેગર, લીક્વીડ, લીંબુનો રસ, બ્લીચિંગ પાણીમાં નાખી પોતું મારવું જોઈએ. જેથી ફ્લોર પણ કિટાણુ જામશે નહીં.
🧽વાસણો સાફ કરવા- ઘણી વખત કામવાળા ઉતાવળમાં વાસણ ઘસી નાખતા હોય છે. અથવા આપણે ઝડપથી કામ પતાવામાં ઉતાવળમાં વાસણ ઘસતા હોવાથી ઘણી વખત વાસણમાં ખોરાક ચોંટી રહેવાના કારણે તેની પર જીવ-જંતુ ચોંટી જતા હોય છે.
🧽અને તે વાસણોમાં આપણે જમીએ અને બીમાર પડતા હોઈએ છીએ, તેથી વાસણો એઠા ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. બીજી વસ્તુ કે એઠા વાસણ સિન્કમાં મૂકી દેતા હોય છે. તો જમ્યા પછી વધારે સમય સિન્કમાં વાસણ ન રાખવા તેને તરત સાફ કરી નાખવા જોઈએ.
🧽કેટલીક વસ્તુ આ રીતે સાફ કરવી- કેટલીક સ્ત્રીઓને આદત હોય છે કે બીનજરૂરી રસોડાની વસ્તુ મૂકી રાખતી હોય છે. તેમાં પણ કિટાણુ જમા થતા હોય છે. તો કામમાં ન આવતી વસ્તુ રસોડામાંથી કાઢી નાખી જગ્યા સાફ કરી નાખવી જોઈએ.
🧽તે સિવાય પણ ઘરના નાના ખૂણા રોજ સાફ કરવા જોઈએ, જેથી કરોડિયા જાળા ન બનાવે અને ધૂળ પણ જમા ન થાય.આ ટિપ્સથી તમે રોજ ઘર સાફ કરશો તો દિવાળી સમયે ઓછી મહેનતે ઝડપથી ઘર સાફ કરી શકશો.
જો સફાઈ કરવા વિષેની જેવી માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.