દિવસેને દિવસે સુવિધાઓ વધતી જાય છે. અને તે સુવિધાઓની સાથે આપણે દરેક વસ્તુ સાફ રાખવી પણ એટલી જરૂરી બની જતી હોય છે. ધીમેધીમે બધી જ વસ્તુ માટેના મશીનો બજારમાં મળતા થઈ ગયા છે. કપડાં, વાસણ, જેવી મોટાભાગની વસ્તુ જાતે જ થઈ જતી હોય છે.
પરંતુ સગવડની સાથે તે વસ્તુ ઘરમાં લાવો ત્યારે સફાઈ પણ રાખવી એટલી જ જરૂરી બનતી હોય છે. જેમ કે તમે કપડાં ધોવા માટે વોશિંગ મશીન ઘરમાં લાવો ત્યારે તે તમારા કપડાં ચોખ્ખા કરી આપશે, પરંતુ તેને પણ સાફ રાખવું જરૂરી બનતું હોય છે. તો આજે તમને ટિપ્સ જણાવશું જેથી તમારું વોશિંગ મશીન અંદરથી ચોખ્ખું થઈ જશે અને ગંદી સ્મેલ પણ નહીં આવે.
વોશિંગ મશીન એવી વસ્તુ છે જેનું ધ્યાન રાખવામાં ન આવે તો અંદર બેક્ટેરિયા, જીવાણું, ગંદી સ્મેલ આવવા લાગતી હોય છે. તો તેની યોગ્ય સમયે અંદર અને બહાર બંને બાજુથી સાફ રાખવું જરૂરી છે. તમને કોઈપણ જાતના ખર્ચ વગર સાફ કરવાની એકદમ સરળ રીત જણાવીશું.
આ રીતે સાફ કરવું અંદરથી- પહેલા તો મશીન ચાલુ કરવાનું રહેશે, તમને ખ્યાલ હશે કે કોઈપણ વધારે ગંદી વસ્તુ માટે ગરમ પાણી વાપરી શકો છો. તો આમાં પણ તમારે ગરમ પાણી રેડવું. તેનું વોશર ચાલુ કરવું અને સફેદ વિનેગર માપ પ્રમાણે તેમાં એડ કરવું. અંદાજે 1 કપ જેટલું વિનેગર રેડવાનું રહેશે.
જો તમારે મશીન વધારે સારું બનાવું હોય તો ગરમ પાણી સાથે એક કપ ખાવાનો સોડા મિક્સ કરી શકો છો. 5 મિનિટ સુધી મશીન ચાલુ રાખી પછી બંધ કરી દેવું. એક કલાક સુધી મશીન બંધ રાખવું. જેથી અંદર બેક્ટેરિયા, ગંદી સ્મેલ જે પણ હશે તે દૂર થઈ જશે. એ ઉપરાંત મશીનમાં જે ગંદકી જામી હશે તે પણ દૂર થઈ જશે. મશીનમાં જે પાણી ભર્યું છે તેને કાઢી નાખો. આ રીતે તમારું મશીન અંદરથી એકદમ સાફ થઈ જશે.
બહારથી સાફ કરવા માટે- ઘણા લોકો મશીનને કવર ચઢાવી દેતા હોય છે. જેના કારણે બહારથી ખરાબ ન થાય પરંતુ કવર ચડાવ્યા છતાં પણ ઘણી વખત બહારથી ગંદું થઈ જતું હોય છે. તો તેનો ઉપાય બતાવીએ. એક ક્લીનર લેવું તે મશીન પર બહારની સાઈડથી છાંટવું. તે છાંટી લીધા પછી એક કોરું કપડું લઈ તેને બરાબર સાફ કરી લેવું.
હવે તમારું મશીન અંદર અને બહાર બંને બાજુથી નવા જેવું ચોખ્ખું થઈ જશે. આ ટ્રિક તમે 3-4 મહિને અપનાવી શકો છો. બહારથી તમે વીકમાં એક વખત કરી શકો, પરંતુ અંદરથી 3-4 મહિને એક વખત સાફ કરવું જરૂરી છે.
જો વૉશિંગ મશીન બહારથી સાફ કરવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.