ચોમાસાની ઋતુમાં શરૂઆત થતાં જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોવા મળે છે. અને ભેજને કારણે કપડાંમાંથી દુર્ગંધ આવવા લાગતી હોય છે. ઘણી વખત તો ડાઘ પણ પડી જતા હોય છે. જેના કારણે તે કપડું પહેરવાની ઇચ્છા થતી નથી. જે આપણને ખરાબ ફિલ કરાવે છે. તમને ટિપ્સ બતાવીશું જેનાથી તમારા કપડાંમાંથી આવતી દુર્ગંધ અને ડાઘ બંને દૂર થઈ જશે.
આ ઉપાય કરો અને દુર્ગંધને રાખો હંમેશાં માટે દૂર
લીંબુનો જ્યૂસ- લીંબુમાં એસિડિક હોવાને કારણે ફૂગને દૂર કરવામાં મદદ કરે છે. લીંબુના રસને પાણી સાથે મિક્સ કરો અને જે જગ્યા પર ભેજ રહેતો હોય ત્યાં છાંટવું જોઇએ. જેનાથી ભેજ દૂર થઈ જશે અને સ્મેલ પણ નહીં આવે.
બીજી રીત કે લીંબુ અને પાણીને સારી રીતે મિક્સ કરી લો. તે ગમે તેવી ગંદી સ્મેલને કે ફુગને દૂર કરી નાખશે. માટે જ્યારે તમે કપડાં ધોવા માટે પાણીમાં પલાળો ત્યારે જ તેમાં લીંબુનો થોડો રસ મિક્સ કરી દેવો અને પછી કપડાં ધોવા. આ રીતે કરવાથી કપડાંમાંથી સ્મેલ પણ નહીં આવે અને કપડાં ચોખ્ખા થઈ જશે.
મશીનમાં ક્યારેય ભેગા કપડાં ન નાખો- ઘણા લોકો સમય બચાવવા માટે ઑફિસથી કે બહારથી આવીને કપડાં કાઢી સીધા મશીનમાં નાખતા હોય છે. જેમાં તમે અંડરગાર્મેન્ટસ, શોક્સ, હાથ રૂમાલ વગેરે જેવી વસ્તુ ભેગી નાખતા હોવાના કારણે એકબીજાની ખરાબ અને સારી બંને પ્રકારની સ્મેલ મિક્સ થઈ જાય છે. જેના કારણે કપડાં ધોયા હોવા છતાં તેમાંથી સ્મેલ આવવા લાગે છે.
આ પ્રમાણે ન કરતાં પહેલા કપડાં પાઉડર કે લિક્વીડ વાળા પાણીમાં પલાળો અને પછી જ મશીનમાં નાખો. અથવા તો ધોયા બાદ કપડાંને હેન્ગરમાં લટકાવી દેવા જોઈએ. જેથી ખુલ્લા રહેવાથી સ્મેલ દૂર થઈ જાય છે.
વોડકા- વોડકાથી આપણે એવું માનીએ છીએ કે માત્ર મૂડ જ ઠિક થઈ શકે છે. પરંતુ એવું નથી તે ભેજને પણ દૂર કરવાનું કામ કરે છે. થોડી વોડકાને ખાલી સ્પ્રેની બોટલમાં ભરો અને તેમાં થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તે મિશ્રણને કપડાં પર બરાબર છાંટી દેવું જોઇએ. જેનાથી કપડાંમાંથી આવતી ખરાબ સ્મેલ દૂર થઈ જશે.
સિરકા- તેનો ઉપયોગ ખાવા ઉપરાંત ફંગસ એસિડિક વાતાવરણમાં રહી શકતા નથી. સિરકો કપડાંમાંથી દુર્ગંધ કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
તે સિવાય પણ સિરકા દુર્ગંધ ફેલાવનાર બેક્ટેરિયાને દૂર કરે છે. એટલા માટે જો તમારા કપડાંમાંથી દુર્ગંધ આવતી હોય તો સિરકાનો ઉપયોગ કરો અને સાદા પાણીથી ધોઈ નાખો. કપડાંની દુર્ગંધ દૂર થઇ જશે.
કબાટમાં રાખો ચોક- તમારા કપડાંને સૂકા અને ખુશ્બુદાર બનાવવા હોય તો તમે કબાટમાં સિલિકોનનું પાઉચ અને ચોક રાખવો જોઈએ. જેનાથી તમારા કપડામાં આવતી દુર્ગંધ દૂર થઈ જશે. સિલિકોનનું પાઉચ કપડામાંથી આવતી દુર્ગંધને ઓબ્ઝોર્વ કરી નાખે છે. માટે ચોક અને સિલિકોન ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
બેકિંગ સોડા- બેકિંગ સોડા દરેક ઘરમાં હોય છે. તેનાથી ઘણી બધી સમસ્યાઓ હલ થઈ શકે છે. દુર્ગંધ વિસ્તાર પર બેકિંગ સોડા છાંટવો. આ રીતે તમારા કપડામાંથી આવતી સ્મેલ દૂર થઈ જશે.
બીજી રીતે પણ બેકિંગ સોડાનો ઉપયોગ કરીને તમે કપડામાંથી આવતી સ્મેલને દૂર કરી શકો છો. કપડામાંથી આવતી ગંદી સ્મેલના જે બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે, તેને દૂર કરે છે. તમે એક ડોલ પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા નાખી તેમાં કપડાં પલાળો. અને તે કપડાંને સાબુ વડે સાફ કરી સાદા પાણીથી ધોઈ નાખવા. જેનાથી દુર્ગંધ દૂર થઈ જશે.
સારા પાઉડરનો ઉપયોગ- તમે સારી ક્વોલિટી વાળો ડિટર્જન્ટ પણ યુઝ કરી શકો છો. એટલે કે કપડાં ધોવા માટે તમારે સુગંધીદાર પાઉડર વાપરવો જોઈએ. અને તેને 10-15 મિનિટ સુધી ફેબ્રીક સોફ્નરમાં પલાળી રાખો જેથી કપડામાંથી આવતી સ્મેલ દૂર થઈ જશે.
સૂકી જગ્યા પર રાખો- કપડામાં ભેજના કારણે સ્મેલ આવતી હોય છે. અને તેનાથી છુટકારો મેળવવા માટે કપડાંને જ્યાં સૂકી જગ્યા હોય ત્યાં રાખવા જોઈએ. જેથી ખરાબ સ્મેલ કપડામાં આવશે નહીં. અને કપડાં તમારા સ્વસ્છ રહેશે.
રૂમમાં સૂકવો- ચોમાસાની ઋતુમાં સૂર્યદેવ ઓછા નીકળતા હોવાના કારણે પણ કપડામાં બેજ રહેવાના કારણે ગંદી સ્મેલ આવતી હોય છે. તેના માટે તમારે ફ્લેટમાં રહેતા હોય તો શેડ નીચે અથવા વેન્ટિલેશન ટેનામેન્ટમાં કરાવ્યું હોય તો ત્યાં સૂકવવા જોઈએ. જેથી સારી રીતે સૂકાય જાય. કોઈ વાર વધારે વરસાદના કારણે કપડાં બહાર પલળતા હોય તો રૂમની અંદર તમે કપડાં સૂકવી શકો છો. અને પંખો ચાલુ રાખો. જેથી ભેજ કપડાંમાં નહીં રહે અને સ્મેલ દૂર થઈ જશે.
તે સિવાય પણ આટલા બીજા ઉપાય કરી શકો છો જેનાથી કપડા રહેશે એકદમ સાફ and સુગંધિત –
-કપડાને મૂક્તા પહેલા તિજોરીને સ્વસ્છ કપડાંથી સારી રીતે સાફ કરો. સાફ થઈ ગયા પછી તેને કપૂરવાળું પાણી કરી ભીનું કપડું ફેરવવું. થોડી વાર માટે સૂકવવા દેવી જોઈએ. તિજોરી બરાબર સૂકાય ગયા બાદ તેમાં કપડાં મૂકવા જોઈએ.
-મોંઘા અને કિમતી કપડાં તિજોરીમાં મૂકતા પહેલા કપડાંને સારી રીતે પ્લાસ્ટિક પેપર કે વેક્સ પેપરમાં પેક કરીને મૂકવા જોઈએ. જેથી તિજોરીનો રંગ પણ કપડાંને નહીં ચોંટે અને કપડાં સીધા તિજોરીના સંપર્કમાં પણ નહીં આવે. તેથી ભેજ લાગવાનો પણ ડર રહેશે નહીં.
-કેટલીક વાર થોડા ભીના હોવા છતાં કપડાં આપણે કબાટ કે તિજોરીમાં મૂકી દેતા હોઈએ છીએ. તેનાથી થોડા સમયમાં કપડામાંથી દુર્ગંધ આવવા લાગતી હોય છે. એટલે કપડાં બરાબર સૂકાય જાય પછી જ અંદર તેની જગ્યા પર મૂકવા જોઈએ.
-જો વધારે ભેજ વાળા કપડાં હોય તો ઇસ્ત્રી કરીને મૂકવા જોઈએ. જેથી તેમાં રહેલો ભેજ દૂર થઈ જાય છે.
આ રીતે જણાવેલી ટિપ્સ ફોલો કરશો તો ક્યારેય તમારે કપડાંમાંથી સ્મેલ આવશે નહીં. ઘણી વખત એકના એક વારંવાર પહેરવાના કારણે પણ ખરાબ સ્મેલ આવવા લાગતી હોય છે. તો તમારે ચોમાસાની સીઝનમાં અલગ-અલગ કપડાં પહેરવા જોઈએ.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.