☀️🌄સવારે ઉઠતાની સાથે ઘણા લોકોને બે જ વસ્તુ યાદ આવતી હોય છે. એક ચા અને બીજુ ન્યૂઝ પેપર. કોઈ પણ પરિસ્થિતિ હોય ન્યૂઝ પેપર ન આવે તો મન આકુળ વ્યાકુળ થઈ જતું હોય છે. હાલના ડિજીટલના યુગમાં પણ કેટલાક માણસો એવા છે કે તેમને સવાર સવારમાં છાપુ હાથમાં લઈ ન વાંચે તો ચેન પડતું હોતું નથી. પેપર નાખનાર વ્યક્તિની તો જાણે કાગડોળે રાહ જોતા હોય છે.
🌄તેમાં ખાસ કરીને પૂર્તિઓ આવતી હોય છે. જે વાર પ્રમાણે નક્કી હોય છે. નાના બાળકોના નોલેજને લગતી પૂર્તિ પણ વૃદ્ધ, યુવાનો વાંચતા હોય છે. આ રીતે એક ન્યૂઝ પેપરમાંથી આપણને ઘણું બધું જાણવા મળી રહે છે. પરંતુ તમારું ધ્યાન ક્યારેય છાપાની નીચેની બાજુ ગયું છે જ્યાં ચાર અલગ-અલગ રંગના ટપકાં આપેલા હોય છે. એ ટપકાં શાના અને શા માટે આપવામાં આવે છે? તે ક્યારેય વિચાર કર્યો છે? ચાલો જાણીએ આ ટપકાં પાછળનું સત્ય.
🔵🔴🟡⚫ આ કારણથી આપવામાં આવે છે 4 કલરના ટપકાં-
💙❤️💛🖤-આ ન્યૂઝ પેપરમાં કોઈ ડિઝાઈન માટે નથી આપ્યું હોતું તેનું અલગ જ મહત્ત્વ હોય છે. પેપરની નીચેની બાજુ ચાર કલરના ટપકાં અથવા કોઈ પેપરમાં હાર્ટ શેપ આપવામાં આવતા હોય છે. જે કેટલીક એવી વસ્તુ હોય છે તેનાથી માહિતગાર કરે છે.
🔵🔴🟡⚫-આ પ્રાથમિક કલર હોય છે. એટલે કે આ કલરનો ઉપયોગ કરીને બીજા અન્ય કલર બનાવવામાં આવતા હોય છે. આ કલરને CMYK તરીકે ઓળખવામાં આવે છે. આ CMYK પણ કલરનું શોર્ટ નામ છે.
🔵🔴🟡⚫-એટલે કે C એટલે Cyan 🔵 બ્લુ કલર. Y એટલે કે yellow 🟡કલર (પીળો કલર). M એટલે magenta કલર એટલે કે 🔴લાલ કલર, અને છેલ્લે k એટલે key યા black કલર ⚫ થાય છે. આ રીતે 4 અલગ-અલગ કલર હોય છે.
🔵🔴🟡⚫-પહેલા ન્યૂઝ પેપર માત્ર બેલ્ક એન્ડ વાઈટ કલરમાં જ આવતા હતા જે હવે બધા જ કલરમાં એટલે કે કલરફૂલ થઈ ગયા છે. માટે જો જ્યારે પણ ન્યૂઝ પેપર વાંચતા હોવ ત્યારે આ CMYK સિકવન્સમાં કલર હોય તો તમારે સમજી જવાનું કે જેટલા પણ ફોટો પેપરમાં આપેલા છે તે બધા સારા છે. કોઈ પણ ફોટો બ્લર કે કપાતો નથી. અથવા પ્રિન્ટ સારી ન હોય તો પણ આ કલરમાં ફેરફાર હોય છે.
🔵🔴🟡⚫-ઘણી વખત સિકવન્સ ન જળવાય તો સમજવું કે કોઈ ફોટા સરખો નથી આવ્યો અથવા તેની પ્રિન્ટ સારી નીકળી નથી. અથવા બ્લર થઈ ગયો છે. તમે ઘણીવાર ન્યૂજ પેપરમાં બ્લર ઇમેજ પણ જોઈ જ હશે.. તે બ્લર ઇમેજ 4 માંથી 1 કલર ખૂટી ગયો હોય અથવા આછો થઈ ગયો હોય એટલે આવે છે.
🔵🔴🟡⚫-આ એટલા માટે કરવામાં આવે છે કારણ કે રોજના લાખોની સંખ્યામાં ન્યૂઝ પેપર છપાતા હોય છે. તો દરેક છાપાના પ્રિન્ટની ક્વોલિટી જાળવી રખાતી નથી. તો આ ટપકાંના કલરની મદદથી જાણી શકાય છે કે કયા પેપરની પ્રિન્ટ સરખી નથી આવી. -જો કોઈ છાપાની પ્રિન્ટ સરખી ન આવી હોય તો ટપકાંની મદદથી જાણી તેની પ્રિન્ટ ફરી સરખી કરવામાં આવે છે.
🔵🔴🟡⚫– તે સિવાય પણ કોઈ વખત એવું પણ બનતું હોય છે કે છાપામાં કોઈ એક કલર કપાતો હોય તો સમજવું કે એ પ્રિન્ટમાં થોડી મિસ્ટેક છે. એટલે કે પ્રિન્ટ બ્લર હશે. આ રીતે તમારા ઘરે આવતા પેપરના ટપકાં પરથી જાણી શકશો કે છાપાંની પ્રિન્ટ બરાબર છે કે નહીં.
જો આવી જનરલ નોલેજ વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.