જે જન્મે છે તેનું મૃત્યુ નક્કી જ છે. પરંતુ તે ક્યારે મરશે કેવી રીતે મરશે તે ક્યારેય નક્કી હોતું નથી. ઘણા લોકો એમ પણ કહેતા હોય છે કે સારા કર્મો કરો તો મૃત્યુ સારું આવે, કર્મો સારા નહીં કરીએ તો છેલ્લી ઘડી સુધી આપણે હેરાન થવું પડતું હોય છે. ઘણા વ્યક્તિ એવા પણ હોય છે જેઓ 65 વર્ષની ઉંમર થાય ત્યારે આધ્યાત્મિકતા મેળવી લેતા હોય છે.
કેમ કે થોડી ઉંમર પછી આપણે ભારપૂર્વક યાદ રાખવું પડતું હોય છે કે આપણી ઉંમર થઈ ગઈ છે શરીર નાશવંત છે. જ્યારે યુવાન હોઈએ ત્યારે વિચારીએ કે આપણે અમર છીએ. પરંતુ જેમ જેમ વૃદ્ધ થતા જઈશું તેમ યાદ આવશે કે આ શરીરે યોગ્ય સમયે દેહ છોડી દેવો જોઈએ. અને માણસ પોતાના મનથી વિચારશે તો વધારે સારું મૃત્યુ આવી શકે છે.
- સાપ જ્યારે કુદરતી રીતે મૃત્યુ પામવાનો હોય ત્યારે કરે છે કાઇક આવું, જે જાણી તમે પણ થશો ચકિત….
આપણા માંથી ઘણા લોકો જાણતા નથી કે સાપ કુદરતી રીતે કેમ મરે છે. આકસ્મિક રીતે તો ઘણી જગ્યા પર મરેલો જોઈએ છીએ અને જોયો પણ હશે. કોઈએ તેના લાકડી વડે મારી નાખ્યો હોય અથવા કોઈને કરડર્યો હોય અને તેને મારી નાખવામાં આવે. પરંતુ તેને લાગે કે હવે આ શરીરમાંથી છુટવાનો સમય આવી ગયો છે તો તે પોતાની જાતે એક એકાંત જગ્યા પસંદ કરી લેશે અને ત્યાં જઈને ચૂપચાપ બેસી જશે. ખાસ કોબ્રા પ્રજાતિ આવું વધુ પ્રમાણમા કરે છે.
તે જગ્યા પર 20-25 દિવસ સુધી રહે છે. તે સમય દરમિયાન સાપ ખોરાક ખાતો નથી. તે 20 દિવસ ભૂખ્યો રહીને પસાર કરે છે. તેને ખોરાક આપવામાં આવે છતાં તે નથી ખાતો અને અંતે તે મૃત્યુ પામે છે. તેને દેહ છોડવામાં એવી કોઈ તકલીફ પણ પડતી હોતી નથી. ટૂંકમાં કહીએ તો એક સાપ પણ આટલો જાગરૂક હોય શકે છે. તે આશ્વર્યની વાત કહેવાય.
તેવી રીતે ઘણા અબોલા પક્ષી અને પ્રાણીઓ છે જે આ રીતે મૃત્યુ પામે છે. એટલે કે તે ઇચ્છે કે હવે આ શરીરમાંથી છુટવું છે. તો પોતાનું શરીર શાંતિથી છોડી દે છે. દરેક સજીવમાં આવી થોડી ઘણી ચેતના હોય છે. જેનાથી તે આવો આભાસ કરી શકે છે. પણ આપણે મનુષ્ય એટલી મોહ માયામાં ફસાઈ ગયા છીએ કે, આપણને આવી કોઈ ચેતનાનો અનુભવ થતો જ નથી. અને છેલ્લી ઘડી આવી ગઈ હોવા છતા આપણી ઇચ્છાઑ બાકી રહી જ જતી હોય છે. બહુ ઓછા લોકો એવા હોય છે જેની મૃત્યુ સમયે કોઈ ઈચ્છા બાકી ન હોય.
પહેલાના સમયમાં એવા કેટલાક ઋષિ મુનિઓ કે આધ્યાત્મિક માણસો હતા. જેને કુદરતી મૃત્યુ આવવાનું હોય તેનો આભાસ કરી શકતા હતા. અને તેના માટે પર્વત પર અથવા કોઈ ગુફામાં બેસીને ધ્યાન કરીને અથવા શાંત રહીને સ્વેચ્છાએ શાંતિથી મૃત્યુ પામતા.
આ વાત સદગુરુ જગ્ગી વસુદેવે પોતાના એક પ્રવચન દરમિયાન કરેલી, જેને અમે અમારા શબ્દોમાં પ્રસ્તુત કરી છે. તેઓએ વધુમાં એમ પણ કહ્યું છે કે, જો યોગ્ય ધ્યાનનો અભ્યાસ કરવામાં આવે તો દરેક મનુષ્ય પણ પોતાની આવી ચેતના જગાવી શકે છે. ચેતના આપણી અંદર જ રહેલી છે. બસ ફક્ત વાર છે તેને જગાવવાની.
મનુષ્ય કરતાં તો એક સાપની ચેતના ઉચ્ચ કહેવાય કે, જેને અગાઉ ખબર પણ પડી જાય છે કે, હવે તેનો સમય આવી ગયો છે આ દુનિયામાંથી વિદાય લેવાનો. બસ આ સ્તરની જાગરુકતા સૌ લોકો પાસે આવી જાય તો કાઈક વાત જ અલગ હશે. શું તમને શરીરની જાગરુકતા કેવી રીતે વધે તે વિષે જ્ઞાન મેળવવાની ઇચ્છા છે તો કોમેન્ટ માં “પાર્ટ-2” Part-2 લખો. જેનાથી શરીર વધુ જાગરૂક કેવી રીતે બની શકે તે વિશે ની અમુક રીત, પ્રયોગ અને પધ્ધતિ જણાવીશું. – ધન્યવાદ.
તમને આ લેખ કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવો. તેમજ કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરીને પૂછી શકો છો. ઉપરની તમામ માહિતી ઈન્ટરનેટ આધારીત છે જેમાં થોડો ફેરફાર હોઈ શકે છે. . તેમજ વધુ આવી માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.