🪳કોઈપણ મહિલા હોય રોજ સવારે પહેલું કામ ઘરની સફાઈ કરવાનું કરતી હોય છે. રોજ સવારે ઝાપટીને ઘર સાફ કરવા છતાં કેટલીક જગ્યા એવી હોય છે ત્યાં નાના જીવ-જંતુ કે કોકરોચ આવી જતા હોય છે. અને આ વંદા ઘરમાં રહેલી વસ્તુને ખરાબ કરી નાખતા હોય છે.
🪳ખાસ કરીને તે રસોડામાં વધારે પ્રમાણમાં દેખાતા હોવાથી તેને દૂર કરવા માટે આજે તમને કેટલાક ઉપાય જણાવીશું. જેથી તમારે ઘરમાં કોઈપણ જાતની જંતુનાશક દવાનો છંટકાવ કે બીજા કોઈ ઉપાય કરવાની જરૂર નહીં પડે. એકદમ સરળતાથી થોડા સમયમાં આપોઆપ તે દૂર થઈ જશે.
🪳લવિંગ- દરેકના ઘરમાં લવિંગ હોય છે. અને તેનો ઉપયોગ આપણે રસોઈમાં કરતાં હોઈએ છીએ, પરંતુ આજે તેનાથી વંદા પણ દૂર કરી શકાશે. જે જગ્યા પર તમને લાગે કે વધારે વંદા નીકળે છે ત્યાં 1-2 લવિંગ મૂકી દો, કેમ કે લવિંગમાંથી આવતી તીવ્ર ગંધ કોકરોચને દૂર રાખશે અને તમને વંદામાંથી છુટકારો મળશે.
🪳લવિંગમાંથી આવતી ગંધ વંદાને પસંદ આવતી નથી જેથી તે દૂર ભાગી જશે. માટે ઘરમાં રહેલી કોઈપણ તિરાડ હોય ત્યાં લવિંગ મૂકી રાખવું જોઈએ.
🪳ફુદીનો અને તમાલ પત્ર- ઘરના ખૂણામાં તમે તમાલપત્ર અથવા ફુદીનાના પાન મૂકી શકો છો. જેથી તેની ગંધ વંદાને નજીક આવવા નહીં દે. જો તમે ઘરના મુખ્ય દરવાજા પાસે આ બંને અથવા એક પ્રકારનું કોઈપણ પાન મૂકી રાખશો તો ઘરમાં વંદા પ્રવેશશે નહીં.
🪳કેરોસીન- ગામડાં અને શહેરોમાં પણ કેરોસીનનો ઉપયોગ હવે દિવસેને દિવસે ઓછો થઈ ગયો છે. પહેલાના સમયમાં દરેકના ઘરમાં કેરોસીન રહેતું હોવાથી વંદા પ્રવેશી શકતા નહોતા. તો આજે તમે આ ઉપાય કરી શકો છો. ઘરના કોઈપણ ભાગમાં કે ખૂણામાં તમને વંદા દેખાય ત્યાં કેરોસીન છાંટી દેવું. જેથી તેની સ્મેલથી વંદા દૂર ભાગી જશે અને એકપણ વંદો તમને જોવા મળશે નહીં.
🪳પરંતુ કેરોસીન છાંટો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તેમાં થોડું પાણી એડ કરવું, જેથી ઘરમાં કોઈ બાળક હોય તો નુકસાન ન પહોંચે અથવા તે જગ્યા પર બાળક જવા ન દેવું.
🪳લીમડાનું તેલ- લીમડાની સ્મેલથી પણ વંદા દૂર ભાગી જતાં હોય છે. તો થોડું પાણી લઈ લીમડાના ટીંપા તેમાં નાખવા અને તે મિશ્રણને સ્પ્રેની બોટલમાં ભરી લેવું. જ્યાં વંદા દેખાય ત્યાં આ સ્પ્રે છાંટવો. લીમડાના તેલની સ્મેલ આવશે ત્યાં સુધી વંદા ઘરમાં પ્રવેશશે નહીં.
🪳ઘરમાં દેખાતી તિરાડો- ઘરમાં આપણે ઘણી તકેદારી રાખવા છતાં અમુક જગ્યા પર તિરાડો પડી જતી હોય છે. અને તે તિરાડોમાં વંદા કે નાના જીવાણુ પોતાનું ઘર બનાવી લેતા હોય છે. તેમાં ઘણી વખત આપણે જોઈએ છીએ કે નાના ઇંડા પણ મૂકેલા હોય છે. તો ઘરમાં જેટલી પણ તિરાડો હોય તેમાં સફેદ સિમેન્ટ ભરી દેવો જોઈએ. ખાસ કરીને બાથરૂમ, રસોડાની સિંકમાં, ચોકડીમાં નાના હોલ કે તિરાડો દેખાય તેમાં સિમેન્ટ ભરી દેવો. ત્યાંથી વંદા નીકળતા બંધ થઈ જશે.
🪳ઉપર જણાવેલ ઉપાયમાં કોઈપણ જંતુનાશક દવાનો ઉપયોગ થતો ન હોવાથી તમારા ઘરની વસ્તુ બગડશે નહીં અને કોઈપણ જાતના ખર્ચ વગર સરળતાથી વંદામાંથી છુટકારો મેળવી શકશો.
જો આ કોકરોચ ભાગવવા વિષેની માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.