🪳આપણા શરીરમાં ક્યાંય સામાન્ય દુખાવો થાય કે વાગે ત્યારે આપણો જીવ નિકળી ગયો હોય તેવું થવા લાગતું હોય છે. જ્યારે આપણને સારું થાય ત્યારે જ મનને શાંતિ મળતી હોય છે. અને તેમાં પણ શરીરની પાંચ ઇન્દ્રિયો જે છે કાન, નાક, ગળું, આંખ, ત્વચા. તેમાં કંઈક થાય તો માણસ હેરાન થઈ જતો હોય છે. તેવી જ એક ઘટના વિશે વાત કરવાની છે. નાના બાળકો માટે આ લેખ ચેતવણીરૂપ સાબિત થાય છે.
🪳ચીનમાં રહેતા એક વ્યક્તિને રાત્રે સૂતી વખતે તેના કાનમાં દુખાવો થવા લાગ્યો. દુખાવો વધારે થતો હોવાથી તેણે નક્કી કર્યું કે ડૉક્ટરને પોતાનો કાન બતાવવો પડશે. હવે જ્યારે તે ડૉક્ટર પાસે ગયો અને કાનની તપાસ કરી ત્યારે ડૉક્ટરને પણ તેનો કાન જોઈને આશ્ચર્યચકીત થઈ ગયા.
🪳તેના કાનમાં જીવિત માદા અને 10 તેના બચ્ચાં જીવિત ફરી રહ્યાં હતાં. હવે એક અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે ગ્વાગડોંગ પ્રાંતના હુઆંગ જિલ્લાની સનેહ હૉસ્પિટલ લ્યુવામાં 24 વર્ષનો વ્યક્તિ એક મહિના પહેલા નરા ગસરજ નામના નાક-કાન-ગળાના ડૉક્ટર.
🪳જેને ઇએનટી કહીએ છીએ. તેને બતાવ્યું, ડૉક્ટરને કહ્યું કે કાનમાં ખંજવાળ આવે છે અને દુખાવો પણ થાય છે. તે સિવાય કાનમાં કંઈક ખાતું હોય તેવું લાગી રહ્યું છે. એક સમયે ડૉક્ટર પણ વિચારમાં પડી ગયા. તે વ્યક્તિ કહે છે કે ડૉક્ટરે મને જાણ કરી કે તમારા કાનમાં વંદાના 10 જીવિત બચ્ચા ફરી રહ્યા છે. તે ઉપરાંત કાળા અને ભૂરા રંગની માદા વંદા પણ અંદર જોવા મળી હતી.
🪳બચ્ચા માદા કરતાં કદમાં નાના હતા. માદા થોડી મોટી હતી. અંદર બચ્ચાનો રંગ હળવો હતો. ત્યાર બાદ ડૉક્ટરે ચીપીયા વડે માદાને બહાર ખેંચી કાઢી અને એક પછી એક બધા બચ્ચાને બહાર કાઢ્યા હતા. હવે આ ઘટના કેવી રીતે બની તેની જાણ ચાઈનાના સ્થાનિક મીડિયા દ્વારા જાણવા મળી, હોસ્પિટલના ઈએનટીના હેડ લિ જિન્યુઆએ કહ્યું કે, લ્વો એટલે આ માણસ તેના પલંગ નીચે એઠું-અધૂરું ફુડ રાખી મૂકતો હતો.
🪳ક્યારેય અધૂરા ફુડ પેકેટ પણ પલંગ નીચે પડ્યા હોય. જેના કારણે વંદા આ ખોરાક ખાવા આવતા અને પછી ધીમેધીમે પલંગ પર તેમનું ઘર બનવા લાગ્યું. આ કારણે જ તેના કાનમાં વંદા ગયા છે.
🪳આ વાત પરથી તમારે પણ શીખવું જોઈએ કે રાત્રે કે દિવસે ક્યારેય બેડરૂમ, પલંગ પર કે એવી કોઈ જગ્યાએ ખાવું ન જોઈએ. જ્યાં આપણે સૂતાં હોઈએ છીએ. ભૂલથી આપણે કોઈ વખત ફુડ મૂકી દઈએ છીએ ત્યારે ઘણી જીવાતો તેની આજુબાજુ આવી જતી હોવાથી શરીરને નુકસાન પહોંચાડતી હોય છે. જેથી હંમેશાં નીચે બેસી રસોડામાં જમવું જોઈએ. નાનું બાળક ઘરમાં હોય તો તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
જો આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.