આપણા સ્વાસ્થ માટે લીલા શાકભાજી એક મહત્વનો ભાગ ભજવે છે. આવાજ એક શાકભાજી વિશે આજે તમને જાણકારી આપીશું જેના વિશે જાણીને તમને થશે આશ્રર્ય કે એક પાંદ માંથી થાય છે. આવા અનેક પ્રકારના ફાયદા તો આવો જાણીએ તેના વિશે માહિતી.
આપણા ગુજરાતી ઘરોમાં મહેમાન આવે ત્યારે પાત્રા વગર જમવાનું અધૂરું હોય છે. દરેક જમણવારમાં પાત્રા તો જોવા મળે જ છે. પાત્રા બનાવવામાં જે પાંદનો ઉપયોગ થાય છે, તે અળવીના પાંદ હોય છે. અળવીના પાંદ ખાલી પાત્રા બનાવવા માટે જ ઉપયોગમાં નથી આવતા તેના બીજા ઘણા પ્રકારના ઉપયોગ થાય છે. આ પાંદ આપણા સ્વાસ્થ માટે પણ ઘણાં ઉપયોગી થાય છે. તેનાથી આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે.
અળવીના પાન કોઈ ખાસ શાકભાજીની જેમ નથી વેંચાતી તેથી તેના વિષે લોકોને ઓછી માહિતી હોય છે. આયુર્વેદના જાણકાર અળવીના પાન વિષે પૂરી માહિતી આપી શકે છે. તમને આ આર્ટીકલ પર કોઈ પ્રશ્ન થાય તો, તમારી આસપાસ કોઈ આયુર્વેદના જાણકાર હોય તેમની પાસેથી પણ થોડી માહિતી મેળવી લેવી. આયુર્વેદના જાણકાર એટલે રસ્તા પર તંબુ લગાવીને બેઠા હોય તેની પાસેથી કોઈ માહિતી નહીં લેવી બીજા કોઈ આયુર્વેદિક સારા ડોકટર હોય તેની પાસેથી મેળવી લેવી.
નીચે આ આર્ટિકલમાં જણાવીશું અળવીના પાનથી કેટલા અસરકારક ફાયદાઓ થાય છે. અળવીની અંદર વિટામીન્સ, પોટેશિયમ, કેલ્શિયમ અને એન્ટિઓક્સિડેંટ જેવા તત્વો પણ ખુબ જ માત્રામાં મળી રહે છે. ચાલો હવે નીચે જાણીએ કે, અળવીના પાનનો ઉપયોગ કેવી રીતે અને કેટલો કરવો જોઈએ.
અળવીના પાંદ શાકભાજી કરતા પણ વધારે ફાયદાકારક હોય છે. અળવીમાં રહેલા વિટામીન અને મિનરલ્સ આપણને ફાયદાકારક છે. અળવીના પાંદમાં રહેલ વિટામીન A આપણી આંખોની દ્રષ્ટિ તેજ કરે છે અને આંખોની માસ પેશીઓ ને મજબુત કરે છે. તેમાં રહેલ વિટામીન C સ્કીનને સુંદર બનાવે અને ચહેરા પરથી કરચલી દુર કરે છે. અળવીમાં રહેલ કેલ્શિયમથી હાડકા મજબુત થાય છે અને તેમાં રહેલ પ્રોટીન શરીરની ગ્રોથ વધારવામાં મદદ કરે છે.
અળવીના પાંદડા પેટની દરેક સમસ્યા દુર કરે છે. અળવીના પાંદ પેટને ઠંડક આપે છે. પેટની કોઈ પણ સમસ્યાને દુર કરવા માટે અળવીના પાંદને ગરમ પાણીમાં સંચળ નાખી ઉકાળવા પછી તે પાણીને ગાળી તેમાં એક ચમચી ઘી મિક્સ કરવું અને આ પાણીને દિવસમાં 2 વાર પીવું અને આ પ્રયોગ 3 દિવસ સુધી કરવાથી પેટની દરેક સમસ્યા દુર થાય છે અને પેટને આરામ મળશે.
એવું પણ માનવામાં આવે છે કે અળવીના પાંદને ક્યારેક કાચા ખાવા જોઈએ નહી તેનાથી આપણા શરીરને નુકસાન થાય છે. આથી જયારે પણ તેનો ઉપયોગ કરો ત્યારે તેને બાફવા અથવા તળવા જોઈએ તેનાથી તેના ફાયદા વધારે પ્રમાણમાં થશે.
અળવીના પાંદથી સાંધાના દુખાવામાં ફાયદો થાય છે. તેના માટે વધારે મહેનત કરવાની જરૂર નથી સાંધાના દુખાવાને દુર કરવા માટે અળવીના પાંદના પકોડા બનાવીને ખાવા જોઈએ તેનાથી સાંધાના દુખાવામાં રાહત થશે.
અળવીના પાંદમાં વધારે માંત્રામાં સોડીયમ પોટાશીયમ અને મેગ્નેશિયમ મળી આવે છે, જે બલ્ડપ્રેશર ને નિયંત્રણમાં રાખે છે. અળવીના પાંદના નિયમિત સેવનથી તમે તણાવ મુક્ત રહી શકો છો. અળવીના પાંદના સેવનથી તમને ભૂખ ઓછી લાગે છે. તેમાં રહેલ ફાયબર મેટાબોલીઝમ ને સક્રિય બનાવે છે, જેનાથી વજન નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.