🤰 ગર્ભાવસ્થાએ દુનિયાનું સૌથી મોટું સુખ છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાનું વિશેષ ધ્યાન રખાય છે. તેની સાથે ગર્ભમાં રહેલા બાળકનું પણ ધ્યાન રાખવું તેટલું જ જરૂરી છે. ગર્ભાવસ્થાના 9 મહિના માતા અને બાળકના વિકાસ માટે ખાવા-પીવામાં વિશેષ ધ્યાન આપવામાં આવે છે. તે ડૉક્ટરની સલાહ મુજબ ખોરાકનું સેવન કરતી હોય છે.
🤰 જેથી બાળકના વિકાસ અને ડિલીવરીના સમયે કોઈ પ્રકારનું જોખમ ન થાય. પરંતુ એવી કેટલીક બાબત હોય છે. જેનું તમારે ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. તેને નજર અંદાજ કરવામાં આવે તો બાળક અને માતા બંને માટે ગંભીર સ્વરૂપ લઈ શકે છે. કેટલાક લક્ષણો દેખાય ત્યારે તમારે ડૉક્ટરનો સંપર્ક જરૂર કરવો જોઈએ. તો ચાલો નજર કરીએ તે લક્ષણો પર…
🤰 બાળકનું હલનચલન- ઘણી વખત બાળક અંદર હલનચલન કરે તેનો અહેસાસ ખૂબ જ આનંદદાયી બની રહે છે. માતાને તેની ખુશી વધારે થતી હોય છે. શરૂઆતના 28 અઠવાડિયા કરતાં ઓછો સમય હોય ત્યારે બાળક એટલું બધું મૂવમેન્ટ કરતું હોતું નથી. પરંતુ 28 અઠવાડિયા પછી તે એટલું બધું એક્ટિવ થઈ જાય છે કે તેનું હલનચલન તમને ખ્યાલ આવી જાય છે. તે સમય દરમિયાન જો બાળક મુવમેન્ટ ઓછી કરે તો તરત ડૉક્ટર પાસે જઈ ચેકઅપ કરાવો જોઈએ.
🤰 બ્લડ શુગર- કેટલીક વખત ગર્ભવતી મહિલાના ડાયાબિટીસમાં વધારો અથવા ઘટાડો જોવા મળતો હોય છે. તો ધ્યાન રાખવું કે બ્લડ શુગર કંટ્રોલમાં રહે. કેમ કે તેના વધારા અને ઘટાડાની અસર નવજાત શિશુ પર પડી શકે છે.
🤰 પેટમાં દર્દ- ગર્ભાવસ્થા દરમિયાન પેટમાં દુખાવો અને માંસપેશીઓમાં દુખાવો થવો સામાન્ય વાત છે. પરંતુ આ દુખાવો ખૂબ વધી જાય તો સમજી લેવું કે ડિલીવરીમાં તકલીફ આવી શકે છે. ઘણી વખત આ સમયમાં મહિલાને કબજિયાતનો પ્રોબ્લેમ પણ થઈ જતો હોય છે તો સાચવવું. યોગ્ય ખોરાક લેવો અને જો દુખાવો વધી જાય તો જરાપણ રાહ જોયા વગર ડૉક્ટર પાસે પહોંચી જવું જેથી બાળકનો જીવ જોખમમાં ન મૂકાય.
🤰 વોટર બ્રેક- બાળક ગર્ભાશયમાં હોય છે ત્યારે એમનીઓટીક ફ્લૂઇડથી લપેટાયેલું હોય છે. જે તેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. જો વોટર બ્રેક જલદી થઈ જાય તો માતા અને બાળક બંને માટે ગંભીર સાબિત થઈ શકે છે. એટલું જ નહીં માતાને તેનાથી વધારે ઇન્ફેક્શન થવાનો ડર રહે છે અને બાળકનો વિકાસ તેમજ સમય પહેલા ડિલીવરી થવાનો ભય પણ રહે છે. એટલે જો વોટર બ્રેક થવા લાગે તો તરત ડૉક્ટર પાસે જવું.
🤰 પેટનું સંકોચાવું- ગર્ભાવસ્થા દરમિયાન પેટનું ખેંચાવું તે સામાન્ય બાબત ગણી શકાય છે. તેમાં ખાસ કરીને જ્યારે ડિલીવરીનો સમય ગાળો નજીક આવે ત્યારે પેટમાં સંકોચન કે દુખાવાનો અનુભવ ક્યારેક થતો હોય છે. પરંતુ કેટલીક વખત આ ખેંચાણ વધી જતું હોય છે. કોઈ કોઈ વાર તો એક કલાકની અંદર 6થી વધારે વખત સંકોચન થાય તો સમજી લેવું કે ડિલીવરીનો સમય આવી ગયો છે. એટલે કે સમય પહેલા ડિલીવરી થઈ જશે. તે પરિસ્થિતિમાં જરાપણ લેટ કર્યા વગર ડૉક્ટર પાસે પહોંચી જવું જોઈએ.
🤰 વધારે બ્લીડિંગ- કેટલીક વખત મહિલાને વધારે બ્લીડિંગ થતું હોય છે. તો તેનાથી પણ બાળકનો જીવ જોખમમાં મુકાય શકે છે. બ્લીડિંગ એટલે પીરિયડ્સ વખતે જે થાય તે પ્રકારે બ્લીડિંગ થાય તો સમજવું કે મહિલાને પ્લેસેંટામાં તકલીફ છે. એટલે વધારે બ્લીડિંગ થાય કે ડૉક્ટર પાસે જવું જોઈએ. આ રીતે ગર્ભાવસ્થા દરમિયાન સંકેતો દેખાય તો નજરઅંદાજ ન કરવા જોઈએ.
જો આ ફૂલના છોડ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.