🤒 આપણે શરીરને સ્વસ્થ રાખવા અનેક પ્રયાસો કરતાં હોઈએ છીએ તેમ છતાં શરીરના અમુક અંગોમાં સમસ્યા આવી જાય છે અને મોંઘી દવાઓ અને ટ્રીટમેન્ટ કરાવવા છતાં તે સમસ્યાથી છુટકારો મળતો નથી. આપણા શરીરના અમુક મુખ્ય અંગો પર આપણુ જીવન હોય છે. જેમાંથી કોઈ એકમાં ખરાબી આવી જાય તો માણસનુ મૃત્યુ પણ થઈ શકે છે. જેમાં આપણું હદય, કિડની, મગજ, પાચન તંત્ર, લીવર આ બધા શરીરના મુખ્ય અંગો છે.
🤒 આજે અમે આ આર્ટીકલમાં કિડનીની સમસ્યા થવાના કારણો વિશે ચર્ચા કરીશું. મિત્રો, તમને જણાવી દઈએ કે અંગોમાં થતી સમસ્યાનું મુખ્ય કારણ આપણી ખરાબ આદતો હોય છે જેમાં ખરાબ જીવન શૈલી, વ્યસનો, કસરતનો અભાવ જેવી ઘણી બાબતો હોય શકે છે. જેથી હવે આપણે જાણીશું કિડનીની સમસ્યા થવાના કારણો.
🤒 કિડનીની સમસ્યાના કારણો :-
👉 સિગારેટ-તમાકુના વ્યાસનો :- કિડનીની સમસ્યા થવા પાછળ સૌથી મોટું કારણ હોય તો વ્યસનો છે. ઘણા લોકોને રોજ સિગારેટ પીવાની અથવા તમાકુનું સેવન કરવાની આદત હોય છે. આ આદતોને કારણે કિડની અને તેની નસોમાં સમસ્યા આવે છે. જેના કારણે કિડની પોતાનું કાર્ય કરતી બંધ થઈ જાય છે જેનું મુખ્ય કારણ તમાકુની અંદર રહેલું ટોબેકો મોઝેઇક નામનું ઝેર છે જે ખૂબ ખતરનાક હોય છે. કિડનીનું કાર્ય બંધ થઈ જવાથી શરીરનું લોહી શુદ્ધ થતું નથી અને પરિણામે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
👉 પેઇન કીલર દવાઓ :- ઘણા લોકોને અમુક કારણો સર માથાનો દુખાવો અથવા હાથ પગનો દુખાવો થતો હોય છે. જેનું નિદાન કરાવવાની જગ્યાએ મેડિકલ સ્ટોરમાંથી પેઇન કીલર દવાઓ ખરીદી અને તેને ડૉક્ટરની સલાહ વગર સેવન કરતાં હોય છે. તે દવાઓ દુખાવો તો દૂર કરી દે છે પરંતુ તેના સાઈડ ઇફેક્ટથી કિડની ખરાબ થઈ શકે છે. જો વારે વારે શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો થતો હોય તો તેનું ડૉક્ટર પાસે અવશ્ય નિદાન કરાવવું અને પેઇન કીલર દવાઓનું સેવન બંધ કરવું.
👉 વધારે નમકનું સેવન :- અમુક લોકોને ભોજન વધારે નમકવાળું ખાવાની આદત હોય છે. જેમાં અમુક તો ભોજન ચાખ્યા વગર તેમાં મીઠું નાખી દેતા હોય છે. આવી ખરાબ આદતને કારણે કિડનીની સમસ્યા થઈ શકે છે.WHO “ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન” દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિએ દિવસમાં 5 ગ્રામથી વધુ નમકનું સેવન ન કરવું જોઈએ. જો તેનાથી વધારે માત્રામાં નમકનું સેવન કરવામાં આવે તો કિડનીની ઉપરાંત અન્ય સમસ્યા પણ થઈ શકે છે.
👉 ઓછું પાણી પીવાની આદત :- શરીરને હાઇડ્રેટ રાખવા પાણી વધારે પ્રમાણમાં પીવું જોઈએ ઉપરાંત આપણે બહારના ખોરાકનું સેવન કરીએ છીએ. તેમાં અમુક ટોક્સિન રહેલા હોય છે જે આપણું શરીર મૂત્ર વાટે શરીરમાંથી બહાર કાઢે છે. જે લોકોને ઓછું પાણી પીવાની આદત હોય તેઓને કિડની સબંધિત સમસ્યા વધારે થાય છે કારણ કે, આ બધા ખરાબ તત્વો કિડનીમાં રહી જાય છે અને કિડનીમાં પથરીની સમસ્યા ઊભી કરી શકે છે. જેથી ડૉક્ટરના જણાવ્યા અનુસાર 4-5 લિટર પાણીનું સેવન કરવું જોઈએ.
👉 ડાયાબિટીસની સમસ્યા :- જે લોકોને ડાયાબિટીસની બીમારી હોય તેઓને સૌથી વધુ ખતરો કિડની ખરાબ થવાનો હોય છે. કારણ કે, ડાયાબિટીસને કારણે લોહીમાં સુગર લેવલ વધારે રહે છે. જ્યારે કિડની દ્વારા લોહીનું ફિલ્ટરેશન ચાલતું હોય ત્યારે કિડની પર વધુ દબાણ આવે છે અને તેના કારણે કિડની ફેલ પણ થઈ શકે છે. તેથી ડાયાબિટીસની સમસ્યામાં ડૉક્ટરની મુલાકાત લઈ અને સુગર લેવલ ઓછું કરવાની દવાઓ અને ખાન પાનમાં મીઠી વસ્તુ આવે નહીં તેની કાળજી લેવી જોઈએ.
👉 પેશાબને વધારે સમય સુધી રોકી રાખવાથી :- આપણા શરીરમાં રહેલા ખરાબ ટોક્સિન અને અન્ય કણોને યુરીનલ સિસ્ટમ મૂત્ર દ્વારા શરીરમાંથી બહાર કાઢે છે. પરંતુ વધારે સમય સુધી પેશાબ રોકી રાખવાથી આ નુકશાન કારક તત્વો શરીરમાંથી બહાર આવતા નથી અને કિડનીમાં અને તેના માર્ગમાં ચોંટી જાય છે. જેના કારણે કિડની ફેલ થવાની સંભાવના વધી જાય છે. જેથી ક્યારેય વધારે સમય સુધી પેશાબને રોકીને ન રાખવો જોઈએ.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.