💁♀️ આજે લોકો ફરી આયુર્વેદ તરફ વળ્યા છે. આયુર્વેદની અમુક જડીબુટ્ટીનો ઉપયોગ કરીને લોકો પોતાના અનેક હઠીલા દર્દોને સમૂળ દૂર કરે છે. આયુર્વેદની જડીબુટ્ટી એ કુદરતની ખૂબ જ મોટી એવી દેન છે. જેમાં અમુક તો એવી જડીબુટ્ટી હોય છે કે જેને આપણે ઓળખતા પણ નથી હોતા.
💁♀️ શતાવરી એક એવી જડીબુટ્ટી છે કે લોકો તેને ઓળખતા પણ નહિ હોય. ભલે તમે કદાચ આ જડીબુટ્ટીથી અજાણ છો પણ તમને જણાવી દઈએ કે આ જડીબુટ્ટી જ સૌથી જૂની છે. આપણા જે પણ આયુર્વેદના જૂના પુસ્તકો છે તેમાં આ શતાવરીનું ખૂબ જ મહાત્યમ આપેલું છે.
💁♀️ સામાન્ય રીતે જોઈએ તો આ શતાવરી દરેક લોકોને માટે ઉપયોગી જ છે. પરંતુ વિશેષ તો મહિલાઓને લાભ આપે છે. તો આજના આ આર્ટિકલમાં અમે તમારા માટે શતાવરીથી મહિલાઓને શા લાભ થાય તે તો જણાવીશું જ સાથે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જણાવીશું. તો તેના માટે આ આર્ટિકલને તમારે સંપૂર્ણ વાંચવો ખૂબ જ જરૂરી છે.
💁♀️ તણાવને દૂર કરે : શતાવરી એક એવી જડીબુટ્ટી છે કે જેની મદદથી મહિલાઓ પોતાના તણાવને દૂર કરી શકે છે. ઘણી મહિલાઓને સ્ટ્રેસ કે ડિપ્રેશન જેવી સમસ્યા સતાવતી હોય છે તો આવી તકલીફમાં તમે શતાવરીનું સેવન કરીને તે દૂર કરી શકો છો. શરીરમાં જ્યારે હોર્મોન્સના સ્તરમાં ફેરફાર થવાના કારણે તણાવની સમસ્યા ઊભી થાય છે. તો આવામાં શતાવરીનું સેવન શરીરના હોર્મોન્સને ખૂબ જ સારી રીતે બેલેન્સ કરે છે અને તે સમસ્યા જડમૂળથી દૂર થાય છે.
💁♀️ માસિકધર્મને લગતી કોઈ પણ સમસ્યા : મહિલાને પોતાના પિરિયડ દરમ્યાન ઘણી નાની મોટી તકલીફ રહેતી હોય છે. તો આ શતાવરી એક એવી જડીબુટ્ટી છે કે તે મહિલાઓને પિરિયડ દરમ્યાનની તકલીફ જેવી કે બ્લીડિંગ ઓછું કે વધારે આવવું, અનિયમિતતા, પિરિયડ દરમ્યાન દુખાવાની તકલીફ રહેવી, પીસીઓડી કે પીસીઓએસ ને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમારે આવી કોઈ પણ તકલીફનો સામનો કરવો પડતો હોય તો તમારે નિયમિત શતાવરીનું સેવન કરવું જોઈએ જેથી આ પિરિયડ દરમ્યાનની તકલીફમાં રાહત મળે છે.
💁♀️ ગર્ભાધાનમાં પણ સહાયક : ઘણી મહિલાઓને પોતાની ઈચ્છા હોવા છતાં પણ ગર્ભધારણમાં તકલીફ પડતી હોય છે. તો આ મુશ્કેલી જે પણ મહિલાઓને હોય તેમણે આ શતાવરીનું સેવન કરવું ખૂબ જ બેસ્ટ માનવામાં આવે છે. ગર્ભધારણ ના થવાનું એક કારણ એ છે કે તે સ્ત્રીને પિરિયડ બાદ ઓવલ્યુશન ફેઝ આવતો નથી તેમને ગર્ભધારણ કરવામાં તકલીફ પડતી હોય છે. પરંતુ આ મહિલા જો નિયમિત શતાવરીનું સેવન કરવાનું શરૂ કરે તો તેને ઓવલ્યુશન ફેઝ નિયમિત આવવા લાગે છે અને થોડા જ સમયમાં તે ગર્ભધારણ કરી શકે છે.
💁♀️ ગર્ભસ્થ મહિલા માટે ઉત્તમ : મહિલાઓ માટે આ ઔષધિ ખૂબ જ ઉત્તમ છે તે સ્ત્રીના તમામ દર્દોની એક માત્ર દવા છે જ્યારે મહિલા ગર્ભથી હોય છે તે દરમ્યાન જો તે શતાવરીનું સેવન કરવાનું રાખે તો તેના આવનાર બાળકને માટે ખૂબ જ સારું છે. શતાવરી માતાના ગર્ભમાં રહેલા શિશુના માથાથી લઈને પૂરા શરીરના વિકાસમાં મદદ કરે છે. આથી ગર્ભવત્તિ મહિલાએ શતાવરીનું સેવન કરવું જોઈએ.
💁♀️ માતા અને શિશુ બંને માટે લાભકરી : પ્રસૂતિ બાદ પણ મહિલાએ શતાવરીનું સેવન ચાલુ જ રાખવું જોઈએ કેમ કે શતાવરી માતાના દૂધમાં વધારો કરે છે જે પોતાના બાળકને માટે ખૂબ જ ઉત્તમ છે. બાળકને જો માતાનું દૂધ પૂર્ણ મળી જાય તો તેને ઉપરની બીજી કોઈ જરૂરિયાત રહેતી નથી અને બાળક પણ હેલ્ધી રહે છે.
💁♀️ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે : જે મહિલાઓ નિયમિત શતાવરીનું સેવન કરતી હોય છે તેમની રોગપ્રતિકારક શક્તિ ગજબની બની જાય છે આ સ્ત્રીને કોઈ પણ નાના-મોટા દર્દ થવાની સંભાવના રહેતી નથી. તેમની ઇમ્યુનિટી એટલી સ્ટ્રોંગ બની જાય છે કે તેના માટે શતાવરી એક પ્રોટેક્શન કવચ બની જાય છે.
જો સ્ત્રીઓની સમસ્યા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.