🍒 શિયાળાની ઋતુ આવે એટલે બજારમાં બોર મળવા લાગે જેમાં ચણિયા બોર અને મોટા બોર બંને હોય છે. જેમાં નાના અથવા ચણિયા બોરનું જો શિયાળામાં સેવન કરવામાં આવે તો તેમાં રહેલા તત્વો આપણા શરીરને ઘણો ફાયદો કરે છે. જે ફાયદા જાણીને તમે પણ આશ્ચર્ય ચકિત થઈ જશો.
🍒 જે લોકો ગામડામાં નિવાસ કરતાં હોય તેમના માટે તો ચણિયા બોર મફતમાં હોય છે. કારણે કે, ગામડામાં બોરડી વધારે હોય છે. જેથી જ્યારે મન થાય ત્યારે બોરનું ફ્રિ ઓફ સેવન થઈ શકે છે. પરંતુ શહેરી વિસ્તારમાં રહેતા લોકોને બજારમાંથી બોર ખરીદવા પડે છે.
🍒 ચણિયા બોરની અંદર અનેક પ્રકારના મિનરલ્સ અને વિટામીન્સ રહેલા હોય છે. જે આપણા શરીર માટે ખૂબ ગુણકારી હોય છે. જેથી આજે અમે આ આર્ટીકલમાં તમને જણાવશું કે, શિયાળાની ઋતુમાં આવતા ચણિયા બોરનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં શું-શું ફાયદા થાય છે.
🍒 ચણિયા બોરના સેવનથી થતાં ફાયદાઓ :-
🍒 વાળ માટે ગુણકારી :- લોકો અનેક કોસ્મેટિક પ્રોડક્ટ્સથી પોતાનો ચહેરો તો સુંદર કરી લે છે. પરંતુ પ્રદૂષણને કારણે વાળ ખરાબ થઈ જાય છે અને તેને સુંદર કરવા માટે અનેક હેર પ્રોડક્ટ્સના ઉપયોગ બાદ પણ તે ફરી સુંદર થતાં નથી પરંતુ તમને જણાવી દઈએ કે, ચણિયા બોરમાં રહેલા તત્વો આપણા વાળ માટે ખૂબ ગુણકારી હોય છે.
👉 શિયાળાનની ઋતુ આવે એટલે વાળની સૌથી કોમન સમસ્યા એટલે કે, ડેન્ડ્રફની થાય છે. જેનાથી બચવા લોકો અનેક પ્રયાસો કરે છે. છતાં માથામાંથી ખોડો જતો નથી. પરંતુ ચણિયા બોરના સેવન માત્રથી તમારી ખોડાની સમસ્યા દૂર થઈ જશે.
👉 જે લોકોને વાળ ખરી જવા, વાળ બે મોઢાવાળા થઈ જવા, વાળ સફેદ થઈ જવા જેવી સમસ્યા થતી હોય તેમના માટે પણ બોર ખૂબ ઉપયોગી છે. શિયાળાની ઋતુમાં જો નિયમિત ચણિયા બોરનું સેવન કરવામાં આવે તો ચણિયા બોરમાં રહેલા મિનરલ્સ અને વિટામીન્સ વાળને સુંદર બનાવે છે અને તેની સમસ્યામાંથી છુટકારો અપાવે છે.
🍒 રોગ પ્રતિકારક શક્તિ વધારે છે :- જે લોકોને વારં-વાર રોગ થતાં હોય અને ઘણા ઉપાયો બાદ પણ રોગોમાંથી છુટકારો મળતો ન હોય તો તેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે. તેથી જો શિયાળાની ઋતુમાં ચણિયા બોરનું સેવન કરવામાં આવે તો તેમાં રહેલા અમૂલ્ય તત્વો રોગ પ્રતિકારક શક્તિને બુસ્ટ કરે છે. બોરની અંદર વિટામિન C, E અને વિટામિન B12 ભરપૂર માત્રામાં રહેલું હોય છે. જે આપણા શરીરને રોગો સામે લડવા સક્ષમ કરે છે જેથી બોરના સેવનથી તમે નિરગી રહેશો.
🍒 સ્કીન માટે ગુણકારી :- આજના મોર્ડન યુગમાં લોકો પોતાની સ્કીન સુંદર કરવા માટે અનેક બ્યુટી પ્રોડ્કટસનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ તેમાં અનેક નુકશાન કારક કેમિકલ્સનો ઉપયોગ થયો હોય જેથી તેને લગાવવાથી સ્કીન થોડો સમય માટે સારી દેખાય છે. પરંતુ ત્યાર બાદ સ્કીન વધારે ડાર્ક થઈ જાય છે. જેથી આવી કેમિકલ્સ યુક્ત બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરવો જોઈએ.
👉 તમને જણાવી દઈએ કે, અમુક રિસર્ચ અનુસાર ચણિયા બોરણી અંદર બ્યુટી વિટામિન તરીકે ઓળખાતા વિટામિન E સારા એવા પ્રમાણમાં હોય છે. શિયાળાણી ઋતુમાં ચણિયા બોરનું સેવન કરવાથી તમારી સ્કીન ચમક્વા લાગશે.
👉 તો મિત્રો, આ રીતે જો તમે શિયાળાની ઋતુમાં ચણિયા બોરનું સેવન કરવામાં આવે તો તમને શરીરમાં ઘણા ફાયદાઓ થાય છે. ઉપરાંત આ બોર બજારમાંથી આસાનીથી મળી રહે છે. આ બોરના સેવનથી તમારા વાળ, સ્કીન બંનેને ફાયદો થાય છે. ઉપરાંત તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધી જાય છે.
જો ચણી બોરના ફાયદા વિશે માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.