🌽 હાલના સમયમાં વધતું વજન એ દરેક વ્યક્તિની સમસ્યા થઈ ગઈ છે. તેમાં ખાસ કરીને બેઠાળું જીવન હોય તેમને તો આ તકલીફ પરેશાન કરી મૂકતી હોય છે અમુક લોકો રોજ સવારે જિમ કે કસરત કરવા છતાં વજન ઓછું કરી શકતાં હોતા નથી. કેમ કે તેમને યોગ્ય ડાયેટનો ખ્યાલ હોતો નથી. તો આજે તમને એવી રોટલી વિશે જણાવીશું જે તમને સરળતાથી વજન ઘટાડવામાં મદદ કરશે.
🌽 હવે તમે રોજ ઘઉંના લોટની રોટલીનો ટેસ્ટ કર્યો હશે પરંતુ આજે તમને મકાઈના લોટની રોટલીના ફાયદા વિશે જણાવીશું. તેમાંથી મળતાં પોષક તત્વો અંગે માહિતી આપીશું. તેનાથી વજન તો ઘટશે સાથે કોલેસ્ટ્રોલ અને ઘણી બીમારી દૂર કરી તે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. તેનાથી હાડકાં મજબૂત બનાવે છે સાથે ડાયાબિટીસ માટે ફાયદાકારક છે.
🌽 તેમાં રહેલા પોષક તત્વો- મકાઈ જેને આપણે અંગ્રેજીમાં કોર્ન કહીએ છીએ. મકાઈની અંદર કેરોટીન હોય છે. જેના લીધે તે પીળી હોય છે. તેમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. તે સિવાય વિટામિન-એ, બી1, બી12, બી2, સી, ઈ સારા એવા પ્રમાણમાં હોય છે. ખનીજની વાત કરીએ તો કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, સોડિયમ, કોપર રહેલા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
🌽 આંખો માટે પણ ઘણી ગુણકારી છે મકાઈ. વૈજ્ઞાનિકો તેનું સેવન શેકીને કરવાનું કહેતા હોય છે. જેથી અંદર એન્ટી ઓક્સિડન્ટ વધી જાય છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચી શકાય છે. તેનાથી વજન ઝડપથી ઘટાડી શકાય છે. બીજા પણ ઘણા લાભ છે તે જોઈએ….
🌽 કબજિયાત- કબજિયાત એ સૌથી મોટી તકલીફ ગણાય છે. કેમ કે તેના કારણે જ મોટા ભાગના રોગો ઉદ્દભવતા હોય છે. તેનાથી પેટના રોગોમાં પણ વધારો થાય છે. જો તમે મકાઈના લોટની રોટલીનું સેવન કરશો તો તેમાં રહેલું ફાઈબર ભોજનને સારી રીતે પચવામાં મદદ કરશે. સાથે સાથે મળ ત્યાગમાં પણ કોઈ મુશ્કેલી પડતી હોતી નથી. આ લોટની રોટલી સિવાય પણ તમે ઘણી વાનગી બનાવી શકો છો. જેનાથી તમારું વજન ઘટવા લાગશે.
🌽વજન ઓછું કરવા- કેટલીક વખત વજન ઓછું કરવા ઇચ્છતાં લોકો ખોરાકનું સેવન ઘટાડી નાખે છે. જેના લીધે જરૂરી વિટામિન્સ અને પોષક તત્વોની ઉણપ શરીરમાં થવા લાગે છે. અંતે શરીરને નુકશાન પહોંચવા લાગે છે. તેના લીધે તમારું વજન ઘટવાની જગ્યાએ વધવા લાગતું હોય છે. તો મકાઈના લોટનું સેવન શરૂ કરો. તેમાંથી પૂરતા પ્રમાણમાં પ્રોટીન, ફાઈબર અને પોષક તત્વો મળી રહે છે. જે વજન ઘટાડશે અને શરીરને નુકશાન પણ નહીં પહોંચે.
🌽 હાઈ કેલેરી- મકાઈમાં હાઈ કેલેરી રહેલી હોય છે. જેથી તમે તેનું સેવન કરશો તો વારંવાર ભૂખ લાગવાનો પ્રોબ્લેમ દૂર થઈ જશે. આખો દિવસ તમારું પેટ ભરેલું લાગશે. એટલું જ નહીં વિટામિન ચયાપચયની ક્રિયાને વધારે છે. જેથી વજન ઘટશે. જે લોકો ઘરે કામ કરે છે અથવા બેઠાળું જીવન હોય તેમના માટે મકાઈના લોટની વાનગી બેસ્ટ ઓપ્શન છે.
🌽 કોલેસ્ટ્રોલ- મકાઈમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરવાની ક્ષમતા રહેલી છે. તે શરીરમાં અતિરિક્ત વસાને ઓછી કરે છે. જેથી આપણા શરીરના કેટલાક અંગો અને પેટની પાસેના ભાગે જે ચરબી હોય તેને ઘટાડે છે. હૃદય સંબંધી કોઈ પણ પ્રકારની બીમારી થતી હોતી નથી.
🌽 આ રીતે કરો મકાઈના લોટનો ઉપયોગ અને ઘટાડો વજન-
🌽 -મકાઈનો ઉપયોગ કરી તમે પાસ્તા કે નુડલ્સ બનાવી શકો છો. જેનાથી હેલ્ધી કાર્બ્સ લઇ શકાય છે. મકાઈની બ્રેડ બનાવીને પણ મૂકી શકો છો. તેનાથી કેક કે કપ કેક બનાવી શકો છો. એટલો મેંદો તમારા પેટમાં ઓછો જશે અને શરીર ખરાબ થતું બચાવી શકશો.
🌽 -મકાઈના ઓટ્સ તમે દૂધમાં નાખી સેવન કરી શકો છો. તેમાં ડ્રાયફ્રૂટ્સ અને ફ્રૂટ્સ નાખી સેવન કરી શકો છો. વજન સારી રીતે ઘટવા લાગશે. મકાઈના લોટની રોટલી બનાવીને સવાર સાંજ ખાઈ શકો છો. તેને લીલા શાકભાજી સાથે ખાશો તો વધારે ગુણ કરશે.
🌽 તમે મકાઈના લોટની રોટલી રોજ બનાવીને ખાઈ શકો છો. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. ડાયાબિટીસનો ખતરો રહેતો નથી. અને વજન પણ ઘટવા લાગે છે. પરંતુ તેનું સપ્રમાણમાં સેવન જરૂરી છે. તેના વધારે સેવનથી નુકસાન થઈ શકે છે. જો તમને બીજી શારીરિક બીમારી હોય તો એક્સપર્ટની સલાહ જરૂર લેવી.
જો આ મકાઈ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.