🥗 રોજ લીલા શાકભાજી અને કઠોળનું સેવન કરવું જોઈએ જેથી શરીરમાં બધા વિટામીન્સ અને પોષકતત્વો મળી રહે છે. પોષણયુક્ત ભોજન લેવાથી રોગપ્રતિકારક વધે છે અને રોગો સામે રક્ષણ મળે છે. આ આર્ટીકલમાં તમને એક એવા કઠોળની વાત કરશું જેના સેવનથી શરીરમાં અનેક ફાયદા થશે.મિત્રો,આ કઠોળનું નામ છે અડદ.આપણે ભોજનમાં અડદની દાળનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ.કારણ કે,અડદની દાળમાં ઘણા એવા પોષકતત્વો આવેલા છે જે શરીરમાં ઘણો ફાયદો કરે છે.
👳♂️ અડદની દાળનો ઉપયોગ દક્ષિણ ભારતના લોકો વધારે કરે છે.તેનું બીજું નામ “સ્પ્લીટ બ્લેક” છે.અડદની દાળમાં મેગ્નેશિયમ,પોટેશિયમ,કેલ્શિયમ,પ્રોટીન,ફોલિક એસિડ,વિટામિન B અને કાર્બોહાઇડ્રેટ્સ હોય છે.આટલા તત્વો શરીરમાં ખૂબ ફાયદાકારક હોય છે.હવે આપણે જાણશુ અડદની દાળના ફાયદા વિશે.
👉 અડદની દાળના ફાયદા :-
👉 હાડકા માટે ગુણકારી :- અડદની દાળમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ,આયર્ન અને ફોસ્ફેટ હોય છે.જે હાડકાં માટે ખૂબ ફાયદાકારક હોય છે. અડદની દાળના સેવનથી હાડકાં સબંધિત સમસ્યા જડ-મૂળથી દૂર થાય છે અને હાડકાં મજબૂત થાય છે.
👉 હદયને સ્વસ્થ રાખે છે :- અડદની દાળ હદયને પણ ખૂબ ફાયદો કરે છે. જો અડદની દાળનું નિયમિત સેવન કરવામાં આવે તો બ્લડમાં રહેલ કોલેસ્ટેરોલ ઓછું કરે છે. જેથી હદય સ્વસ્થ રહે છે અને હદય સબંધિત બિમારીઓથી છુટકારો મળે છે.
👉 પાચનતંત્રને મજબૂત બનાવે છે :- અડદની દાળમાં ભરપૂર માત્રામાં ફાઈબરના ગુણધર્મો આવેલા હોય છે. જે કોઈપણ ખોરાકને ઝડપથી પાચન કરવા અને પેટમાં રહેલા પિત્તને દૂર કરવા ખૂબ ગુણકારી સાબિત થાય છે.જે લોકોને પેટની તકલીફ હોય જેવી કે, અપચો,ગેસ, કબજિયાત,આંતરડાનો સોજો વગેરે સમસ્યાથી અડદની દાળ છુટકારો આપે છે.
👉 ચેતાતંત્ર માટે ફાયદાકારક :- અડદની દાળ મધ્યસ્થ તંત્રીકાતંત્ર માટે ખૂબ ફાયદાકારક છે અને મગજને પણ સ્વસ્થ રાખે છે. ઉપરાંત કરોડરજ્જુમાં રહેલ (CRS) સેરેબ્રલ સ્પાઇનલ ફ્લુઇડની માત્રા જાળવી રાખે છે.તેથી ચેતાતંત્રને નુકશાન નથી પહોંચતુ.આ માટે અડદની દાળનું નિયમિત સેવન મગજ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
👉 એનર્જી લેવલ વધારે છે :- અડદની દાળનું સેવન કરવાથી એનર્જી લેવલ અપ થાય છે અને શરીરમાં રહેલ તંત્રીકાઓ અને માંસપેશીને મજબૂત કરે છે જેથી શરીરમાં શક્તિ બરકરાર રહે છે.અડદની દાળમાં આયર્ન પણ ભરપૂર માત્રામાં હોવાથી શરીરમાં હિમોગ્લોબિનની માત્રા જાળવી રાખે છે જેથી ગર્ભવતી મહિલાઓ માટે અડદની દાળ ખૂબ ગુણકારી સાબિત થાય છે.
જો આ ઘરેલુ નુસખા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.