🫐 પોષકતત્વથી ભરપુર આ ડ્રાયફ્રુટને પૃન્સના નામથી ઓળખાય છે. પૃન્સ શબ્દની ઉત્પતિ પ્લમના વૈજ્ઞાનિક પૃનસના નામ પરથી રાખવામાં આવ્યું છે. ભારતમાં પૃન્સ પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કશ્મીર જેવા ઠંડા પ્રદેશમાં જ થાય છે. પરંતુ સુકાયેલા પૃન્સ બીજા દેશોમાંથી આયાત કરવામાં આવે છે અને તે બધી જગ્યાએ મળે છે.
🫐 પૃન્સની અંદર એન્ટીઓક્સીડન્ટ અને ફાઈબર વધારે માત્રામાં જોવા મળે છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તેના લીધે વજન કંટ્રોલમાં રહે છે. પૃન્સમાં રહેલા ફાઈબરના કારણે જો તેનું રોજ સેવન કરવામાં આવે તો પેટની સમસ્યા પણ ધીમે-ધીમે દુર થવા લાગે છે અને આંતરડા પણ સાફ થાય છે. પૃન્સમાં રહેલા બેક્ટેરિયા પાચનક્રિયામાં મદદ કરે છે. ગેસ અને અપચા જેવી સમસ્યા પણ ધીમે-ધીમે દુર થવા લાગે છે.
🫐 પૃન્સમાં વધારે એન્ટીઓકિસડન્ટ હોવાથી તે આપણા શરીરને અનેક બીમારીથી દુર રાખે છે અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે. પૃન્સનું સેવન રોજે કરવાથી શરીરનું શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેથી જે લોકોને ડાયાબીટીસ હોય છે. તે પણ પૃન્સનું સેવન આરામથી કરી શકે છે. જે લોકોને વારંવાર ભૂખ લગતી હોય તેવા લોકોનએ પૃન્સનું સેવન રોજે કરવું જોઈએ આ ખાવાથી ભૂખ ઓછી લાગે છે અને વારંવાર ખાવાની જરૂર પડતી નથી.
🫐 લીવરપુલ યુનિવર્સીટી દ્વારા અભ્યાસમાં સામે આવ્યું કે પૃન્સને રોજે યોગ્ય માત્રામાં લેવામાં આવે તો તમારો વજન કંટ્રોલમાં રહે છે. વધારાની કેલેરી બર્ન થાય અને વધારાની ચરબી શરીરમાંથી દુર થવા લાગે છે. તે સિવાય લીડ યુનીવર્સીટી અને યુરોપિયન એસોસીએશન ફોર ધ સ્ટડી ઓફ સિટીના પ્રોફેસર દ્વારા પણ એવું જાણવા મળ્યું કે પૃન્સને રોજના ડાયટમાં એડ કરવામાં આવે તો શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. પૃન્સને રોજે ખાવાથી આપણા શરીરને ફાયદા થાય કે ગેરફાયદા તેનો અભ્યાસ આ બે રીતે કરવામાં આવ્યો છે.
🫐 અભ્યાસની પહેલી રીત – આ અભ્યાસમાં લોકોને અલગ-અલગ વસ્તુ ખાવામાં આપી જેમકે દ્રાક્ષ, કેન્ડી અને પૃન્સ તેના પરથી જાણવા મળ્યું કે પૃન્સ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભર્યું રહે છે. તેના લીધે વારંવાર ખાવાની જરૂર રહેતી નથી અને કેલેરી પણ બર્ન થાય છે.
🫐 અભ્યાસની બીજી રીત – બીજા અભ્યાસ દરમિયાન અમુક લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા. સિલેક્ટ કરેલા લોકોને 10 અઠવાડિયા સુધી નાસ્તામાં પૃન્સ આપવામાં આવતા હતા. તેની સાથે અમુક સિલેક્ટ કરેલા લોકોને હેલ્ધી નાસ્તો આપવામાં આવતો હતો. આ અભ્યાસમાં એવું જણવા મળ્યું કે રોજે નાસ્તામાં જે લોકો પૃન્સનું સેવન કરે છે તેનો વજન ધીમે-ધીમે ઉતરવા લાગ્યો હતો. જેના પરથી એ સાબિત થાય છે કે પૃન્સના નિત્ય સેવનથી વજન કંટ્રોલમાં રહે છે.
🫐 જે લોકો વધારે ટ્રાવેલિંગ કરે છે કે બહાર રહે છે તેવા લોકોએ નાસ્તામાં પૃન્સનો ઉપયોગ રોજે કરવો જોઈએ. જેને બહારનું જમવાનું વધારે ગમતું હોય તેવા લોકોએ પણ નાસ્તામાં પૃન્સનો સમાવેશ કરવો જોઈએ આમ કરવાથી તે લોકોનું સ્વાસ્થય જળવાય રહે છે. પેટને લગતી તમામ સમસ્યા દુર રહે છે અને વજન પણ કંટ્રોલ રહે છે.
જો આ પૃન્સ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.