🍔 આજના સમયમાં લોકોમાં બહારનું ભોજન ખાવાનું ચલણ વધી ગયું છે. જેથી લોકોને ઘરનું ભોજન ભાવતું નથી. પણ લોકો એ વાતથી અજાણ હોય છે કે, બહારના ભોજનમાં કેમિકલ્સનો ઉપયોગ થયેલો હોય છે. ઉપરાંત આ ભોજન પચવામાં ખૂબ મુશ્કેલી ઊભી કરી શકે છે.
🍕 મિત્રો, બહારનું ભોજન એટલી હદે ખરાબ હોય છે. કે, તે આપણી પાચનશક્તિને ખરાબ કરી નાખે છે. ઉપરાંત તે શરીરના બીજા અંગોમાં પણ નુકશાન કરે છે. તમને જણાવી દઈએ કે, એક પિત્ઝા પચવામાં આપણાં પાચનતંત્રને 3 દિવસ જેટલો સમય લાગે છે. જે ખૂબ નુકશાનકારક સાબિત થાય છે.
🧂 ખોરાક સરખી રીતે પચતો ન હોવાથી પેટ ભારે લાગે, ગેસ થાય અને પેટ ખરાબ પણ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં લોકો પેટની તકલીફ દૂર કરવા માટે હાજમાની ગોળી લેતા હોય છે. પણ આ વસ્તુથી ઘણી વાર એવું થાય કે આ હાજમાની ગોળી રોજ લેવાની આદત થઈ જાય છે અને તેના વગર ભોજન પચતું નથી. તેથી આજે અમે તમને એવી ટિપ્સ જણાવશુ કે, તમને હાજમાની ગોળી લીધા વગર ભોજન આસાનીથી પચી જશે.
👉 દહી :- દહી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. જો તમને પેટની તકલીફ હોય તો તમારા માટે દહી અકસીર ઈલાજ છે. જો તમને એસિડિટી હોય તો તમે દહીનું સેવન કરો તો આ તકલીફ દૂર થઈ જાય છે. ઉપરાંત પેટમાં ગેસની સમસ્યા અથવા અપચો થતો હોય તો પણ દહીનું સેવન ખૂબ ગુણકારી છે. કારણ કે, દહીમાં પાચક પરિબળો રહેલા હોય છે. જે ખોરાકને જલ્દી પચવામાં મદદ કરે છે .
👉 હિંગ :- હિંગ આપણા પેટની તકલીફ માટે વરદાન સ્વરૂપ છે. હિંગમાં રહેલા તત્વો પેટની સમસ્યા જેવી કે, ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત જેવી સમસ્યાને દૂર કરે છે અને તમારા આંતરડા એકદમ સ્વચ્છ કરી નાખે છે.જો તમે ઘરમાં બનતી રોજની રસોઈમાં ચપટી હિંગ શાક વઘારતી વખતે નાખો તો તે ઉત્તમ રહેશે. ઉપરાંત હિંગમાં થોડું પણી નાખી, તેને ગરમ કરી તેને નાભીની આસ-પાસ લગાવી દેવાથી પેટની સમસ્યા દૂર થઈ જાય છે.
👉 આદું :- આપણા સ્વાસ્થ્ય માટે આદું ખૂબ ગુણકારી છે. આદું પેટની સમસ્યા પણ દૂર કરે છે. તેના સેવનથી પેટની સમસ્યા જેવી કે, ગેસ, એસિડિટી,અપચો, કકબજિયાત, પેટનો દુખાવો જેવી સમસ્યા થશે.તમે આદુંનો રસ કાઢીને પણ તેનું સેવન કરી શકો છો. ઉપરાંત તમે આદુંને ચામાં નાખીને પિય શકો છો અને ઉકાળો બનાવીને પણ સેવન કરી શકો છો. જેનાથી પાચનશક્તિ એકદમ પ્રબળ બનશે.
👉 વરિયાળી અને અજમાનો મુખવાસ :- બધા લોકો ભોજન કર્યા બાદ અમુક વસ્તુનનું સેવન કરતાં હોય છે. તેથી મોઢામાં ખરાબ સ્મેલ ન આવે. ઉપરાંત ઘણા લોકો એલચીનું અથવા ધાણા દાળનું સેવન કરતાં હોય છે. પરંતુ જો તમારું પેટ ખરાબ હોય તો તમે જો મુખવાસ સ્વરૂપે અજમા અને વરિયાળીનું સેવન કરો તો ખૂબ ફાયદા કારક સાબિત થાય છે.
👉 આ બંને વસ્તુનું ચૂર્ણ પણ બનાવી શકો છો. તેના માટે બંને વસ્તુને શેકી તેમાં ચપટી એક સંચળ ઉમેરવું. હવે બરોબર શેકાઈ ગયા બાદ મિક્સરમાં અથવા ખાંડણીમાં તેનો ભૂકો કરી શકો છો. આ ચૂર્ણ તૈયાર થયા બાદ ભોજન કર્યાને 2 કલાક બાદ એક ચમચી ચૂર્ણ એક ગ્લાસ પાણી સાથે સેવન કરવાથી પેટની બધી સમસ્યા દૂર થઈ જશે.
જો પાચનતંત્ર મજબૂત બનાવતી વસ્તુઓ વિશેની માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.