🧂 મિત્રો, આજે અમે તમને એવા એક મસાલાની વાત કરશું જે આપણાં બધાના ઘરના રસોડામાં રહેલ હોય છે. તે છે કાળામરી, જે બધી વાનગીઓમાં સ્વાદ તો વધારે છે પરંતુ આપણાં સ્વાસ્થ્ય માટે પણ ઘણી ફાયદાકારક છે. તેથી આજે આપણે આ આર્ટીકલમાં જાણીશૂ કાળામરીનો એવો ઉપયોગ જેનાથી થાય છે આપણાં સ્વાસ્થ્યને ઘણા ફાયદા.
🧂 ઘણા લોકોને અવાજ ઘોઘરો થઈ ગયો હોય છે અથવા કફની સમસ્યા હોય છે. જેને દૂર કરવા માટે સૌ પ્રથમ 5 કાળીમરીના દાણા લેવા અને તેને શેકી નાખવા. હવે તેનો પાવડર કરી લેવો અને તેમાં મધ ઉમેરી મિક્સ કરી લેવું. હવે આ પેસ્ટને જીભ વડે ચાટીને તેનું સેવન કરવું. આ પ્રયોગ કરવાથી તમારો અવાજ પણ ખૂલી જશે અને કફની સમસ્યા પણ દૂર થઈ જશે.
👉 જે લોકોને માનસિક શક્તિ નબળી હોય અને વારે-વારે બધી વસ્તુ ભૂલી જતાં હોય એવા લોકો માટે પણ કાળીમરી ખૂબ ફાયદાકારક છે. તેના માટે કાળીમરી શેકી નાખવી અને તેનો પાવડર કરી લેવો. હવે તેમાં મધ ઉમેરી અને એક ગ્લાસ પાણી સાથે તેનું સવારે ભૂખ્યા પેટે સેવન કરવાથી યાદશક્તિ પ્રબળ બને છે.
👉 જે લોકોને વજન વધારાની સમસ્યા હોય તે લોકોને પણ કાળીમરી ફાયદાકારક છે. અમુક રિસર્ચ મુજબ જાણવા મળ્યું છે. કે કાળીમરી વજન ઓછો કરવામાં ઘણું ઉપયોગી છે. જેથી રોજ કાળીમરીનું સેવન ભૂખ્યા પેટે કરવાથી શરીરની ચરબી દૂર થાય છે.
👉 જે લોકોને દાંતની અથવા પેઢાની સમસ્યા હોય અને લોહી નીકળતા હોય તો તેમના માટે કાળીમરી ખૂબ ગુણકારી સાબિત થાય છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ કાળીમરીનો ભૂકો કરી લેવો અને તેમાં મીઠું ઉમેરવું આ બંનેને સરખી રીતે મિક્સ કરીને તેમાં થોડા ટીપાં પાણી નાખી અને પેસ્ટ બનાવી લેવું. હવે આ પેસ્ટને બ્રશ વડે દાંત સાફ કરી લેવા. આ પ્રયોગ નિયમિત કરવાથી દાંતની બધી સમસ્યા દૂર થઈ જશે.
👉 ઘણા લોકોને ભૂખ ન લાગવાની સમસ્યા થતી હોય છે અને જીભમાં સ્વાદ પણ આવતો ન હોવાથી પણ ઘણી વાર ભોજન ભાવતું ન હોય આ સમસ્યાને પણ કાળીમરી દૂર કરે છે. આ પ્રયોગ કરવા માટે કાળીમરીના 2 દાણા લઈ અને સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ પાણી સાથે ગળી જવાથી આ સમસ્યા દૂર થઈ જાય છે અને ભૂખ ઉઘડી જાય છે. ઉપરાંત તમે કાળીમરીનો ભૂકો કરી અને એક ગ્લાસ પાણીમાં લીબુનો રસ એડ કરી આ મિશ્રણ પીવાથી પણ ભૂખ ઉઘડી જાય છે.
👉 રોજ રસોઈમાં દાળ, શાક, સલાડ જેવી વાનગીઓ બનાવતા વખતે કાળીમરીનો ઉપયોગ તો થતો જ હોય છે. સલાડ હોય છે તેમાં કાળીમરીનો પાવડર ઉમેરી ખાવાથી તમારી પાચનશક્તિ ખૂબ સારી થઈ જાય છે અને પેટની સમસ્યા પણ દૂર થાય છે.
👉 જે લોકોની પાચનશક્તિ નબળી હોય તેના માટે પણ કાળીમરી ખૂબ ફાયદાકારક છે. જો તમે બધી વાનગીઓમાં કાળીમરીનો ઉપયોગ કરો તો તમારું પાચનતંત્ર પણ મજબૂત બને છે અને પેટની સમસ્યા જેવી કે, ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત જેવી સમસ્યા જડ-મૂળમાંથી દૂર કરે છે.
જો કાળીમરીનાં ફાયદા વિશેની માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.