🌳 તમને બધાને ઉનાળાની ઋતુ આવે એટલે કેરીનું નામ સૌથી પહેલા યાદ આવે અને બધા લોકોને ખૂબ પસંદ પણ આવે છે. પરંતુ જેમાં કેરી પાકે છે,અર્થાત આંબાના આયુર્વેદમાં ઘણા ફાયદા કહેવામાં આવ્યા છે.આંબાના પાનનો ઔષધિ તરીકે ઉપયોગ થાય છે.આજે મે તમને આંબાના ફાયદા જણાવીશું.
🌳 આયુર્વેદ અનુસાર આંબાથી ડાયાબિટિશ જેવા ગંભીર રોગો જળમૂળમાંથી નીકળે છે.આંબાના પાન જ્યારે તેના વૃક્ષમાં હોય ત્યારે લીલાછમ હોય છે.પરંતુ જ્યારે તેને ઊતારીએ અને સુકાઈ જાય ત્યારે તેનો રંગ આછો બ્લૂ જેવો થઈ જાય છે.આંબાના પાનમાં વિટામિન B,C અને A મળી આવે છે. જેથી વિજ્ઞાન પણ તેનો દવાઓમાં ઉપયોગ કરે છે.આપણા ભારતમાં તેનો ઉપયોગ પૂજામાં પણ કરવામાં આવે છે.
👉 આંબાના પાન કયા-કયા રોગના નિવારણ માટે કામ આવે છે?
🍃 આંબાના પાનનો રસ કાઢીને તેને પીવામાં આવે તો ઘણી બીમારીઓ દૂર થાય છે.જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે,તેઓ રોજ આંબાના 10 પાનનો રસ કાઢીને સવારે ભૂખ્યા પેટે સેવન કરે તો બ્લડપ્રેશરની તકલીફ જડપથી દૂર થાય છે.ઉપરાંત આંબાના પાન લોહીને શુદ્ધ પણ કરે છે.
🍃 ઘણા લોકોને ડીપ્રેશનની તકલીફ હોય છે અથવા તો પરિવાર અને કામની બધી જવાબદારી આવી જવાથી ટેન્સન વધારે રહેતું હોય છે.તેવા લોકો માટે આંબાના પાનનો રસ ખૂબ જ ફાયદાકારક છે.તે મગજની નસોને શાંત કરે છે અને ડિપ્રેશનમાં આવવાથી બચાવે છે.આ પ્રયોગ રાત્રે સૂતા સમયે કરવાથી ફાયદો વધારે થાય છે.સ્કીન પ્રોબ્લેમ માટે જો તમે રોજ સ્નાન કરવાની બાલ્ટીમાં 1 ગ્લાસ આંબાના પાનનો રસ નાખીને નહાવ તો જડપથી સ્કીન પ્રોબ્લેમ દૂર થશે.
👉 પથરીની સમસ્યા દૂર કરવા અકસીર ઈલાજ :-
જો તમે આંબાના પાનના રસનું સેવન કરો તો તમને પથરી પણ મટી શકે છે.આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ આંબાના પાન તોડી તેને સૂકવી દેવા ત્યારબાદ તેનો પાવડર બનાવી લેવો. હવે રોજ રાત્રે સૂતા વખતે 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી આંબાના પાનનો પાવડર નાખીને પીવાથી પથરી તૂટીને મૂત્ર માર્ગ દ્વારા ઓપરેશન વગર નીકળી જાય છે.
👉 દાજી ગયેલ ચામડી પર રાહત આપે છે :-
જો તમારી ચામડી અથવા કોઈ પણ અંગ દાજી ગયું છે.તો આંબાના પાન તમને ઘણી રાહત આપે છે.જેમાં દાજી ગયેલ ચામડી પર આંબાના પાનની રાખ નાખવાથી બળતરા થતી અટકી જાય છે.આ પ્રયોગ માટે આંબાના પાનને સૂકવી દેવા પછી તેને સળગાવી તેની રાખ લઈ લેવી અને તેને પ્રભાવિત ભાગ પર લગાવવું.
👉 કાન માટે ફાયદાકારક :-
આંબાના પાન કાન માટે પણ ફાયદાકારક છે.જો તમને કાનમાં અતિશય દુખાવો થાય છે.તો આંબાના પાનને વાટીને તેનો રસ કાઢી કાનમાં 2-2 ટીપાં નાખવા.આ પ્રયોગ કરવાથી તમને કાનનો દુખાવો જડપથી મટી જશે.
👉 ગળાના દુખાવામાં :-
ગળાનો દુખાવો થતો હોય તો આંબાના પાનનો ધુમાડો શ્વાસમાં લેવાથી તરત દુખાવો દૂર થઈ જાય છે અને દવાઓ પણ લેવી નથી પડતી,ઉપરાંત હેડકી પણ મટી જાય છે.
👉 ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે :-
આજના સમયમાં 70% લોકોને ડાયાબિટીસ હોય છે અને આ રોગ ગમે તેટલી મોંઘી દવાઓ લેવાથી પણ દૂર થતો નથી.જેના ઉપાય માટે સૌ પ્રથમ આંબાના પાનનો પાવડર કરીને તેને રોજ સવારે ભૂખ્યા પેટે 2 ચમચી 1 ગ્લાસમાં નાખીને પીવાથી ડાયાબિટીસમાં ઘણી રાહત મળે છે.આ પાણી પીધા બાદ 1 કલાક સુધી કોઈ વસ્તુ ખાવી નહીં.ઉપરાંત આ પ્રયોગ કરતી વખતે જો કોઈ આયુર્વેદના જાણકાર સાથે હોય તો વધુ સારું રહે છે.
જો આંબાના પાનના ફાયદા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.