🌿 આપણા આયુર્વેદમાં સૌથી શ્રેષ્ટ ઔષધિ તુલસીને કહેવામાં આવે છે. ઉપરાંત આપણી સંસ્કૃતિમાં તુલસીને માતા માનીને પૂજા કરવામાં આવે છે. આજના રોગચાળાના સમયમાં તુલસી બધા રોગોને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે અને તુલસીના પાનને ઉકાળી તેનો ઉકાળો કરી પીવામાં આવે છે, જે આપણા ફેફસાને સ્વસ્થ રાખે છે અને ઇમ્યુનિટી પણ વધારે છે.
🌿 આપણી સંસ્કૃતિ મુજબ ઘરના આંગણામાં તુલસીનો ક્યારો રાખવો જોઈએ કારણ કે, શાસ્ત્રો અનુસાર તુલસીમાં ભગવાનનો વાસ હોય છે. જે ઘરમાં રાખવાથી ભગવાનની કૃપા હંમેશા આપણા ઘરમાં બની રહે છે. શિયાળાની ઋતુમાં શરદી, તાવ, ઉધરસ જેવી બીમારીને દૂર કરવા તુલસીનો ઉપયોગ કરીએ છીએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે, તુલસી કરતાં પણ વધુ ગુણકારી “તુલસીના માંજર” છે. અર્થાત તુલસીના બીજ. આજે અમેં તમને તુલસીના માંજરના અનોખા ફાયદા જણાવીશું.
🌿 તુલસીના માંજરથી થતાં ફાયદા :-
👉 તુલસીના બીજમાં ભરપૂર માત્રામાં વિટામિન A રહેલું હોય છે. તે આંખની કોઈ પણ તકલીફમાં રાહત આપે છે. જેમ કે, આંખો બળવી, આંખોમાંથી પાણી સુકાઈ જવું અને આંખો લાલ થઈ જવી. આવી બધી સમસ્યાને નિવારવા માટે તુલસીના માંજર ખૂબ ફાયદાકારક ગણાય છે.
👉 શરીરને તંદુરસ્ત રાખવા માટે તુલસીના બીજ અને ગોળને સમાન માત્રામાં લઈ મિક્સ કરીને રોજ સવાર ભૂખ્યા પેટે અને રાત્રે સૂતી વખતે ગરમ દૂધ સાથે સેવન કરવું. આ પ્રયોગ નિયમિત કરવાથી તમારા શરીરમાં ક્યારેય બીમારીઓ નહીં આવે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધી જશે.
👉 ઘણા લોકોના હાડકાં નબળા હોય અથવા ઉંમર વધવાની સાથે નબળા થતાં હોય છે. આ સમસ્યાને નિવારવા તુલસીના માંજર અકસીર ઈલાજ છે. જેમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો રહેલા હોય છે. તેથી તુલસીના બીજનું નિયમિત સેવન કરવામાં આવે તો તમને હાડકાંની સમસ્યા ક્યારેય નહીં થાય અને હાડકાં પણ મજબૂત રહેશે.
👉 તુલસીના બીજનું સેવન કરવાથી શરીરમાં વધારાની ચરબી દૂર થાય છે. કારણ કે, તુલસીના બીજમાં કેલેરી નહિવત હોય છે અને તેમાં રહેલા તત્વો શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર કરે છે. ઉપરાંત બીજનું સેવન કરવાથી તમારું પેટ ભરેલું લાગે છે અને ભૂખ ઓછી લાગે છે. તેથી તમારે વારે-વારે ભોજન કરવું નહીં પડે. પરિણામે તમારું વજન પણ કંટ્રોલમાં રહેશે.
👉 શિયાળાની ઋતુમાં શરદી, તાવ, ઉધરસ જેવી બીમારીને દૂર કરવા માટે એક પાત્રમાં હળદર, મીઠું, આદું,ચા અને તુલસીના માંજર નાખીને તેમાં 1 ગ્લાસ પાણી નાખવું. હવે આ બધુ ઉકાળો. જ્યારે બધી વસ્તુ ગરમ થઈને એકબીજામાં ભળી જાય ત્યારે આ પાણીને ઉકાળાના તરીકે પીવાથી કફ, શરદી અને ઉધરસ ઝડપથી દૂર થાય છે.
👉 જે લોકોને વધુ ડાયાબિટીસ રહે છે તેવા લોકો રોજ સવારે ભૂખ્યા પેટે તુલસીના માંજરને દૂધમાં નાખીને પીવાથી લોહીમાં સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસને વધવા દેતું નથી. ઉપરાંત નિયમિત તુલસીના માંજરનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટેરોલની માત્રા જાળવી રાખે છે. હાઇપરટેન્શન અને હદયની બીમારીઓ થવાથી પણ રોકે છે.
જો તુલસીના માંજર વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.