🍵દરેક ઘરમાં ઘણી એક વસ્તુ સરળતાથી મળી રહે છે. જેનો ઉપયોગ મોટાભાગનાં લોકો સ્વાસ્થ્યના ફાયદા માટે થાય છે. આપણે દરરોજ રસોઈ બનાવતી વખતે તે મસાલાનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. આ મસાલાનો ઔષધી તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં તમે દરરોજ ઉપયોગમાં લેશો તો કોઈ નુકસાન થતું હોતું નથી. તેના અઢળક ફાયદા રહેલા છે.
🍵એટલું જ નહીં તેનું દરરોજ સેવન કરવાથી ઘણી ગંભીર બીમારીનું જોખમ ઘટાડી શકાય છે. તે મસાલાનું નામ છે જીરું. જો રોજ સવારે ગરમ પાણીમાં જીરું ઉકાળીને પીશો તો 6 પ્રકારની બીમારીમાં રાહત મળશે. કેમ કે તેમાં પોટેશિયમની માત્રા સારી પ્રમાણમાં રહેલી હોય છે. જે શરીરને તંદુરસ્ત રાખવાનું કામ કરે છે.
🍵ઇમ્યુનિટી વધારે- કોઈપણ માણસની ઇમ્યુનિટી ઓછી હોવાના કારણે તે વારંવાર બીમાર પડી જતો હોય છે. પરંતુ જો તે રોજ સવારે ખાલી પેટે જીરાના પાણીનું સેવન કરે તો લાભ થશે. ડૉક્ટર્સ અને ન્યુટ્રિશન એક્સપર્ટ પણ માને છે કે જીરામાં આયર્ન અને ડાઈટ્રી ફાઈબરનો સારો સોર્સ હોય છે. જેનાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો થાય છે. જે ઘણા રોગો સામ રક્ષણ આપે છે.
🍵લિવરનો પ્રોબ્લેમ- જીરું રોજ સવારે ખાલી પેટે પીવાથી ઔષધિ તરીકે કામ કરે છે. તેમાં પણ લિવરની બીમારી થઈ હોય તેને ખાસ આ પાણીનું સેવન કરવું જોઈએ. બીમારીમાં રાહત આપે છે. તે ઉપરાંત શરીરમાં જો વધારાની ફેટ થતી હોય તો તે વધવા દેતી નથી.
🍵પાચન માટે- રસોડાના મસાલામાં મળતી આ વસ્તુ કેટલાય રોગોમાં રાહત આપે છે. જીરામાં થાઈમૉલ નામનું કેમિકલ આવતું હોય છે. જે પેનક્રિયાઝને એન્ઝાઈમ અને બાઈલનું ઉત્પાદન કરવા માટે ઉત્તેજીત કરે છે. જેનાથી આખા શરીરમાં કાર્બ્સ અને ફેચનું પાચન સારી રીતે થાય છે. તેથી જો સવારે ખાલી પેટે જીરાનું પાણી પીવો તો એસિડિટી, પેટ ફુલી જવું, પેટમાં દુખાવો, ગેસ અને કબજિયાત જેવી તકલીફ રહેતી નથી.
🍵કફ અને શરદી- જો કોઈને વારંવાર શરદી કે કફ થઈ જતો હોય તો ગભરાવાની જરૂર નથી. તેના માટે એક ઇલાજ કરવાનો છે રોજ સવારે ખાલી પેટે ઉકાળેલા ગરમ પાણીમાં જીરું નાખીને પીવું. કફ ધીમેધીમે મટી જશે.
🍵હાઈડ્રેશન રાખે- જીરાવાળું પાણી પીવાથી શરીરમાં એન્ટીઓક્સીડન્ટ અને મિનરલ્સનું પ્રમાણ સારી રીતે જળવાય રહે છે. તે ઉપરાંત ઉનાળાની સીઝનમાં ડિહાઇડ્રેશનની સમસ્યા રહેતી હોવાથી તેનો પ્રોબ્લેમ ઓછો થતો દેખાશે. જીરું શરીરમાં પાણીનું સંતુલન જાળવવામાં મદદરૂપ સાબિત થશે.
🍵હૃદય રાખે સ્વસ્છ- ખાલી પેટે જીરાના પાણીનું સેવન કરવાથી તમારા હૃદયની જે ગતિ હોય છે. તે સામાન્ય રહેતી હોવાથી હાર્ટ એટેક કે હૃદયને લગતી બીમારી થવાની સંભાવના રહેતી હોતી નથી.
🍵સ્કીન સ્વસ્થ- જીરાના પાણીમાં મેંગેનીઝ, પોટેશિયમ, સેલેનિયમ જેવા મિનરલ્સથી ભરપૂર હોય છે. જે ત્વચાના સ્વાસ્થ્યને સુધારાવામાં ફાયદો કરે છે. જે પોષક તત્વો છે ત્વચાને સાફ અને ચમકદાર બનાવે છે. તે સિવાય વિટામિન-ઇની માત્રા સારા પ્રમાણમાં હોવાથી તે શરીર માટે લાભદાયી નીવડે છે.
🍵જીરાવાળું પાણી કેવી રીતે તૈયાર કરશો- રોજ રાત્રે એક ચમચી જીરું એક ગ્લાસ પાણીમાં નાખીને પલાળી દેવું. સવારે તે પાણી થોડું નવશેકું કરી ગાળીને પી જવું જોઈએ.
🍵ઘણા લોકોના શરીરની પ્રક્રિયા અલગ-અલગ હોય છે. તો જીરાના પાણીનું સેવન કરતાં પહેલા એક વખત ડૉક્ટર કે કોઈ નિષ્ણાતને જરૂર પૂછવું જોઈએ.
જો જીરાના પાણી પીવાના ફાયદા વિષેની આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.