👉શિયાળાની ઋતુમાં લોકો પોતાના શરીરને આખું વર્ષ હેલ્ધી રાખી શકાય તેવો, શરીરને વિશેષ ગરમી મળે તેવો અને વિશેષ શક્તિ મળે તેવો ખોરાક લોકો લેતા હોય છે. આ ઋતુમાં જો ગરમ ખોરાક લેવામાં આવે તો તે શરીરને ગરમી પૂરી પડે છે. શિયાળામાં લોકો વિવિધ પાક બનાવીને તેમાં ડ્રાઈફ્રૂટ વિશેષ નાખીને તેમજ બીજા પણ ઓસડિયા લોકો વિશેષ લેવાનું પસંદ કરે છે. આ તમામ વસ્તુ ખાવી જ જોઈએ તેનાથી શરીરને પૂરા વર્ષ માટે ઇમ્યુનિટી મળી રહે છે. આજે અમે તમને એક એવા લાડુ વિષે વાત કરવા જઇ રહ્યા છીએ કે જે તમારા માટે એક મીઠાઈની સાથે એક દવાનું પણ કામ કરશે. ચાલો જોઈએ તેના વિશે.
👉આપણે શિયાળામાં વિવિધ પાક બનાવીને ખાઈએ છીએ. આજે અમે તમને એક એવા પાકની વાત કરવાના છીએ કે જે ગુણોનો ખજાનો છે. એ પાક છે મેથીપાક. જો તમે શિયાળામાં આ મેથીપાકનું સેવન કરો તો તેના અદભૂત ફાયદા છે. તે શરીરની તંદુરસ્તી માટે ખૂબ જ ઉત્તમ છે.
👉મેથીમાં રહેલ આમપાચક ગુણ કમર, ઢીંચણ કે અન્ય કોઈ દુખાવાને દૂર કરે છે. સંધિવામાં આ મેથી અને સૂંઠ અકસીર દવા છે તેનાથી ભૂખ ઊઘડે છે અને અરુચિ દૂર થાય છે આ તમામ ફાયદા માટે મેથીપાક ઉત્તમ છે.
👉શિયાળામાં સુંઠ અને મેથીના લાડુનો મેથીપાક : મેથીમાં અનેક ગુણ રહેલા છે. તે જો સૂંઠની સાથે ખાવામાં આવે તો તો તેનો અનેક ગણો ફાયદો થાય છે. સુંઠમાં એન્ટિબેકટિરિયલ અને એન્ટિઇન્ફ્લેમેટરી ગુણ રહેલા છે. આ બંને શિયાળામાં શરીરને ગરમી પ્રદાન કરીને શરીરને નાની મોટી બિમારીઓથી બચાવે છે. સૂંઠ આપણા શરીર માટે ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે. તેના સેવનથી શરીરની રોગ પ્રતિકારકશક્તિમાં વધારો થાય છે. આ બંને વસ્તુ જે આપણે એક સાથે લઈએ છીએ તેના કારણે જે સિઝની બીમારીઓ થાય છે તેનાથી બચી શકાય છે.
👉સૂંઠ આપણા શરીરના માટે લાભકારી : મેથી અને સૂંઠનું મિશ્રણ આપણા શરીરને ગરમીની સાથે-સાથે પાચન તંત્ર સંબંધિત તકલીફોને દૂર કરવામાં મદદ કરે છે. આ પાક સુગર ફ્રી હોવાના કારણે જે લોકોને ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે તેઓ માટે પણ ઉત્તમ છે. પેટની કોઈ તકલીફ જેવી કે ગેસ, એસિડિટી, અપચો જેવી બીમારીને પણ દૂર કરે છે. જો આ લાડુ પૂરો શિયાળો ખાવામાં આવે તો બ્લડસુગર રેગ્યુલર થઈ શકે છે.
👉મેથીપાક્ના લાડુ બનાવવા માટેની સામગ્રી : ઘઉંનો લોટ, ઘી અથવા તો માખણ તમે જે વાપરવા ઈચ્છો તે લઈ શકાય, બ્રાઉન સુગર કે પછી દેશી ગોળ, સૂંઠ, મેથી પાઉડર, વરિયાળીનો અધકચરો પાઉડર, ડ્રાઈફ્રૂટ.
👉મેથીપાક બનાવવાની પધ્ધતિ : સૌથી પહેલા તમારે ડ્રાઈફ્રૂટનું કટિંગ કરીને રાખી દેવાનું છે ત્યાર બાદ એક પેનમાં ગેસ પર ઘી કે માખણ જે તમે યુઝ કરવાના હોય તેને ગરમ કરો તેમાં તમામ ડ્રાઈફ્રૂટને સેકી લો. તેને એક બાજુ કાઢીને પછી તે જ પેનમાં મેથી પાઉડરને પણ સેકો, ત્યારબાદ તેને પણ સાઇડમાં લઈ લો.
👉હવે પેનમાં ઘઉંના લોટને શેકો જો જરૂર જણાય તો તેમા ઘી ઉમેરવું એકદમ લચપચતું રહે એ રીતે લોટમાં ઘી દેખાવું જોઈએ. આ લોટને તમારે થોડો બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે. તે પછી તેને પણ સાઇડમાં લઈને ઠંડો થવા માટે રાખી દો.
👉હવે, શેકાયેલ લોટમાં તમામ સુકી તૈયાર રાખેલી વસ્તુઓ એડ કરીને સારી રીતે મિક્સ કરો. એક પેનમાં સમારેલો ગોળ નાખીને તેમાં થોડું ઘી ઉમેરીને માત્ર ગોળ પીગળે ત્યાં સુધી જ ગરમ કરીને લોટના મિશ્રણમાં ઉમેરીને બરાબર હલાવીને તેના મીડિયમ સાઇઝના લાડુ બનાવી લો. તો તૈયાર છે તમારા મેથીપાકના લાડુ. આ લાડુને શિયાળામાં રોજ સવારે જો ખાવામાં આવે તો આપણી તમામ બીમારીઓ દૂર થાય છે.
જો આ મેથીપાકના સેવન વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.