💪 મિત્રો,સ્વાથ્યને સારું રાખવા વિટામીન્સની અને ખનીજ તત્વોની જરૂર હોય છે જે આપણને ફળોમાંથી પ્રાપ્ત થાય છે. તેથી આપણે સિઝન પ્રમાણે આવતા ફળોનું સેવન અવશ્ય કરવું જોઈએ. એટલા માટે આજે અમે આ આર્ટીકલમાં તમને 1 એવા ફળ વિશે જણાવશું કે જેના સેવનથી તમારા શરીરમાં અનેક ફાયદાઓ થશે.ઉપરાંત તમારું સ્વાથ્ય પણ સારું રહેશે.
💪 અમે વાત કરી રહ્યા છીએ લીચી જેવા દેખાતા રામબુતાન નામના ફળની.આ ફળમાં રહેલા તત્વો તમારા સ્વાથ્યને હંમેશા સારું રાખે છે અને રોગોને શરીરમાં પ્રવેશવા દેતું નથી.જેથી શરીર હંમેશા તંદુરસ્ત રહે છે.હવે જોઈશું આ ફળને ખાવાની રીત ત્યાર બાદ જાણશું આ ફળના ફાયદાઓ.
👉 રામબુતાન ફળને ખાવાની રીત :- આ ફળને ખાવા માટે કોઈ પણ પ્રયોગ કરવાની જરૂર નથી માત્ર આ ફળની છાલ કાઢીને તેનું સેવન કરી શકો છો.આ ફળની છાલ બીજા ફળ કરતાં અલગ હોય છે. એટલા માટે પહેલી વાર તેને કાઢવામાં મુશ્કેલી થાય પરંતુ છરી વડે તમે તેને કાઢી શકો છો.આ ફળને કાઢ્યા બાદ તમે તેનું જ્યુસ પણ બનાવી શકો છો.
👉 રામબુતાન ફળના ફાયદાઓ :-
👉 હાડકાઓને મજબૂત કરે છે :- આપણાં શરીરના હાડકાઓ ફૉસ્ફરસ અને કેલ્શિયમના બનેલા હોય છે.રામબુતાન ફળમાં સૌથી વધુ ફૉસ્ફરસ રહેલ હોય છે.તેના સેવનથી તમારા હાડકાં મજબૂત થાય છે અને શરીરમાં હાડકાંની બીમારીઓ પણ થતી નથી.
👉 હદય બીમારીમાં રાહત આપે છે :- હદયની બીમારીઓ થવાનું મોટું કારણ આપણો ખોરાક છે.વધુ સેચ્યુરેટેડ ફેટવાળા ખોરાકના સેવનથી શરીરમાં હાઇ કોલેસ્ટેરોલની સમસ્યા થઈ જાય છે. જેથી હદય સબંધિત સમસ્યાઓ વધી જાય છે. પરંતુ રામબુતાન ફળમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.જે શરીરમાં વધારાના કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે.જેથી હદયની બીમારીઓ થતી નથી અને હદય પણ સ્વસ્થ રહે છે.
👉 શરીરને જીવાણુ અને વિષાણુથી રક્ષણ આપે છે :- આજના સમયમાં અનેક બીમારી લોકોને સંક્રમિત કરી રહી છે.જે શરીરમાં વિષાણુ અથવા જીવાણુનું પ્રમાણ વધી જાય અને આપણું શરીર તેને પ્રતિકાર ન કરી શકે ત્યારે આવી બીમારીઓ થતી હોય છે. તેથી અનેક રિસર્ચ મુજબ આ રામબુતાન ફળ આવી બીમારીઓથી શરીરને રક્ષણ આપે છે.
👉 કામોત્તેજક તરીકે ઉપયોગી :- આ ફળ પુરુષો માટે ખૂબ ઉપયોગી છે. આ ફળને પલાળી અને પછી તેનું સેવન કરવામાં આવે તો કામોત્તેજકના રૂપમાં ફાયદો કરે છે.ઉપરાંત આ રામબુતાન ફળના સેવનથી પ્રજનન ક્ષમતા પણ વધે છે.
👉 કેન્સર જેવી જીવલેણ બીમારીમાં રાહત આપે છે :- આ ફળના સેવનથી કેન્સરની બીમારીમાં રાહત મળે છે. કારણ કે આ ફળમાં રહેલા તત્વો આપણા સેલ્સને પોષણ પૂરું પાડે છે. જ્યારે કોઈ જગ્યાએ કેન્સર થાય ત્યારે સીધો અટેક આપણાં કોષો પર થાય છે. તેથી રામબુતાન ફળથી આપણાં શરીરના કોષો સંક્રમિત થતાં નથી અને કેન્સર આગળ વધતું નથી.
👉 ડાયાબિટિસ વધવા દેતું નથી :- આ ફળના સેવનથી તો ઘણા ફાયદા થાય જ છે. પરંતુ તેની છાલ પણ ખૂબ ઉપયોગી છે.ચીનનાં મશહૂર વિશ્વવિદ્યાલય કુનમીનમાં એવું સાબિત થયું છે કે,આ ફળમાં એન્ટિડાયાબિટિક ગુણ રહેલા હોય છે. સૌ પ્રથમ આ પ્રયોગ ઉંદરમાં કરવામાં આવ્યો જેમાં તેઓ ટાઈપ-2 ડાયાબિટીસ દૂર કરવા સફળ રહ્યા હતા.જેથી આ ફળ શરીરમાં વધારાના ગ્લુકોઝનું પ્રમાણ પણ ઘટાડે છે એવું સાબિત થયેલું. તેથી ડાયાબિટીસના દર્દીઓએ રામબુતાન ફળનું અને તેની છાલનું સેવન કરવું જોઈએ. આ ફળ શરીરમાં ઇન્સ્યુલીનનું પ્રમાણ ઓછું થવા દેતું નથી. એટલા માટે ટાઈપ-2 ડાયાબિટીસમાં રાહત મળે છે.
👉 રામબુતાન ફળમાં રહેલા છે અનેક ગુણકારી તત્વો :- આ ફળના તત્વોને જાણવા 100 ગ્રામ રામબુતાન ફળમાં રહેલા તત્વો જાણશું.આ ફળના સેવનથી 84 કેલેરી મળે છે. ઉપરાંત તેમાં 0.1 ગ્રામ ફેટ રહેલું હોય છે અને 0.9 ગ્રામ પ્રોટીન પણ હોય છે.100 ગ્રામ રામબુતાન ફળમાં 40% જેટલું વિટામિન C રહેલું હોય છે.
જો રામબુતાન ફળ વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.