🍚 આપણા ગુજરાત અને ભારતમાં જો કોઈ વસ્તુ રોજ અને સૌથી વધુ રંધાતી હોય તો એ છે ભાત. કોઈ પણ અલગ-અલગ વાનગી ભલે હોય પરંતુ જમવાને અંતે દાળ-ભાત ન આવે તો ભોજન અધૂરું લાગે છે. તેથી લોકો ભાતને બનાવવા અને તેને સ્વાદ આપવા અનેક રીતોથી તેને રાંધતા હોય છે.
🍚 ભાતનું સેવન કરવાથી શરીરમાં ઘણા ફાયદાઓ થાય છે. પરંતુ તેને સાચી રીત અને કયા વાસણમાં તેને રાંધવામાં આવ્યા છે. તે માઈને રાખે છે. ભાતને પ્રેશર કૂકરમાં રાંધવામાં આવે તો તે ઘણા આરોગ્ય પ્રદ રહે છે. પરંતુ અમુક લોકોને આ ફાયદા વિશે વધુ માહિતી નહીં હોય. તેથી આજે અમે તમને ભાતને પ્રેશર કુકરમાં રાંધવાથી થતાં શરીરના ફાયદા વિશે જણાવશું.
🍚 ભાતને કુકરમાં રાંધવાથી થતાં ફાયદાઓ :-
👉 પાચન શક્તિને પ્રબળ કરે છે :- પ્રેશર કુકરમાં રાંધેલા ભાત ખાવામાં આવે તો આપણી પાચનશક્તિ પ્રબળ બને છે. તેનું મુખ્ય કારણ એ છે કે, જ્યારે કુકર સિવાય બીજા વાસણમાં ભાતને રાંધવામાં આવે તો ઘણી વાર ભાત સરખા રંધાતા નથી અથવા પૂરા ચડતા નથી જેના કારણે આપણી પાચનશક્તિ ખરાબ થાય છે. પરંતુ જો ભાતને કુકરમાં રાંધવામાં આવે તો ભાત સરખા રંધાય છે. ઉપરાંત ભાત કાચા રહેતા નથી. તેથી આપણી પાચનશક્તિ સારી થાય છે.
👉 પોષક તત્વથી ભરપૂર :- ચોખાને જ્યારે અન્ય વાસણમાં રાંધવામાં આવે તો તેની ગુણવત્તા ખોરવાઇ જાય છે અને બધા પોષક તત્વો દૂર થઈ જાય છે. જેથી તે ભાત શરીરમાં કોઈ ફાયદો કરતા નથી. પરંતુ જો ભાતને પ્રેશર કુકરમાં રાંધવામાં આવે તો તેની ગુણવત્તા ખોરવાતી નથી અને તેના પોષક તત્વો બરકરાર રહે છે.
👉 ચોખાને પ્રેશર કુકરમાં રાંધવાથી તે ઝડપથી રંધાઈ જાય છે. તેથી ઘરના બીજા કર્યો અથવા અન્ય વાનગીઓ બનાવી શકાય છે. ઉપરાંત ગુણવત્તા સભર ભાતના સેવનથી શરીરમાં પણ ઘણા ફાયદાઓ થાય છે.
👉 જીવાણુને દૂર કરે છે :- જો તમે ચોખાને અન્ય પાત્રમાં રાંધો છો તો ઓછા ચડવા અથવા બાષ્પ ઓછી મળવાથી તેમાં બેક્ટેરિયા રહી જાય છે અને તે ભાતનું જો આપણે સેવન કરીએ તો આપણને નુકશાન થઈ શકે છે. તેથી ચોખાને સરખી રીતે રાંધવા ખૂબ જરૂરી છે.
👉 ચોખાને બેક્ટેરિયાથી મુક્ત કરવા માટે અને આરોગ્યમય કરવા માટે સૌથી બેસ્ટ પ્રેશર કુકર છે. જેમાં રાંધેલા ચોખા એકદમ બેક્ટેરિયાથી મુક્ત થઈ જાય છે. જેથી તેનું સેવન કરવામાં આવે તો શરીરમાં કોઈ નુકશાન થતું નથી.
👉 વજન ઓછો કરવામાં હેલ્પફૂલ :- ચોખામાં વધારે માત્રામાં સ્ટાર્ચ રહેલું હોય છે. જેથી અન્ય પાત્રમાં રાંધેલા ચોખામાં સ્ટાર્ચ દૂર થતું નથી અને તેનું સેવન કરવામાં આવે તો ચરબીની માત્રામાં વધારો થાય છે. જેથી મોટાપાની સમસ્યા થાય છે.
👉 પ્રેશર કુકરમાં જો ચોખાને રાંધવામાં આવે તો તેની બાષ્પથી ચોખામાં રહેલું સ્ટાર્ચ દૂર થઈ જય છે. જેથી આવા ચોખાનું સેવન કરવામાં આવે તો ચરબીમાં વધારો થતો નથી. ઉપરાંત આવા ચોખાનું સેવન કરવાથી તમને વધુ સમય માટે ભૂખ લાગતી નથી અને આરોગ્યને પણ ફાયદો કરે છે.
👉 આ રીતે જો તમે ચોખાને પ્રેશર કુકરમાં રાંધોશો તો તમારા શરીરને ઘણો ફાયદો થાય છે, ઉપરાંત તમારા કિમતી સમયની પણ બચત થાય છે. જેથી તમે અન્ય કાર્યો પણ સારી રીતે કરી શકો છો.
જો ભાત રાંધવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.