આ વાતનો આપણને ખ્યાલ જ છે કે રસોઈ બનાવતી વખતે ધણી વખત આપ મેળેજ કોઈ પ્રશ્ન ઉદભવે છે. તો રસોઈને લગતા આવા પ્રશ્નોના નિરાકરણ માટે આજે આમે રસોઈની એવી ટિપ્સો લાવ્યા છીએ. જે દરેક ગૃહિણીને ઉપયોગી થઈ શકે છે. તેથી વધુ ને વધુ સ્ત્રીઓ સુધી પહોંચે તે માટે શેર જરૂર કરજો.
🥣પુરીને ક્રિસ્પી બનાવવા માટે પુરીના લોટમાં અડધી વાટકી જેટલો રવો [સૂજી] ઉવેરવાથી પૂરી ખુબ જ ક્રિસ્પી બને છે.સાથે એ પણ ધ્યાન રાખવું કે પૂરી ઠંડી થાય પછી જ ડબ્બામાં ભરવી
🥣વરસાદી મોસમમાં ભજીયા વારંવાર ખાવાની ઈચ્છા થાય છે. પરંતુ તે નરમ નથી બનતા. તો,તેના માટે ભજિયાના બેટરમાં ૩ થી ૪ ચમચી ગરમ તેલ નાખવાથી તે એકદમ નરમ બને છે.
🧅ડુંગળી સમારતા તે આંસુ લાવી દે છે. પરંતુ,જો છરીની ધાર પર લીંબુનો રસ લગાડી સમારો અથવા તો ડુંગળીને સમારતા પહેલા પ્લાસ્ટિક બેગમાં ભરીને અડધો કલાક માટે ફ્રિજમાં મૂકવાથી ડુંગળી સમારતી વખતે આંસુ નહીં આવે.
🧅જ્યારે તમે ડુંગળી અને બટાટાને સ્ટોર કરો છો. ત્યારે આ બંનેને એક સાથે ના રાખવા. આમ કરવાથી બટાટા ખુબ જ ઝડપથી બાગડવા લાગે છે.
🌾સીંગદાણાના ફોતરને ઝડપથી ઉતારવા માટે જ્યારે તમે દાણાને શેકો છો ત્યારે તેમાં ૨ ચમચી જેટલું પાણી ઉમેરી સારી રીતે શેકીલો.ત્યારબાદ તેને ઠંડા થવાદો. અને પછી ફોતરી ઉતારો.
🍚ઇડલીને હોટલ જેવી સફેદ બનાવવા માટે જ્યારે તમે બેટર તૈયાર કરોછો. તો તેમાં અડધો કપ પૌવા અથવા તો મમરા ઉમેરો. આ બેટરને જ્યારે તમે પીસો છો ત્યારે તેમાં ઠંડુ પાણી જ ઉમેરો. જેનાથી મિક્સર ગરમ નહીં થાય. અને બેટર પીળું નહીં પડે.
🍚ખીરને રબડી જેવી ઘાટી બનાવવા માટે તમે રવાને એક પેન પર સારી રીતે શેકીલો. અને બની રહેલી ખીરમાં તેને ઉમેરો.આમ કરવાથી કન્ડેન્સ મિલ્ક વગર પણ ખુબ જ સરસ અને ઘાટી ખીર તૈયાર થશે.
🍛ઘરે બનાવેલા ઢોંસા ક્રિસ્પી નથી બનતા. તો ઢોંસાને ક્રિસ્પી બનાવવા માટે તૈયાર કરેલા બેટરમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીને ઢોંસાને ક્રિસ્પી બનાવી શકો.
🥣પૂરી, ભજીયા જેવી તેલમાં તળેલી આઇટમોમાં તેલ રહી જાય છે. જો તમે તેને તળતી વખતે તેલમાં થોડું મીઠું ઉમેરશો તો આ પ્રશ્ન હલ થઈ જશે.
🍚ઈડલીને નરમ અને સ્પંજી બનાવવા માટે તેના ખીરામાં થોડા સાબુદાણા અને અડદની દાળને પણ ઉમેરો. આમ કરવાથી ઈડલી ખુબ જ સરસ બનશે.
🥣દાળને સ્વાદિષ્ટ બનાવવી છે. અને ગેસને પણ બચાવવો છે. તો બાફતા પહેલા ૩ કલાક સાદા પાણીમાં પલાળી દો. જેનાથી તે ઝડપથી બફાઈ જશે અને સ્વાદિષ્ટ થશે.
🧂એલ્યુમિનિયમ કે સ્ટીલના ડબ્બામાં ગોળ ઢીલો થઈ જાય છે. તો તેને કડક રાખવા માટે પ્લાસ્ટિકના એરટાઈટ ડબ્બામાં ભરવાથી તે એકદમ કડક જ રહે છે.
🧉કુકરની રબર રિંગ વારંવાર વાપરવાથી તે ઢીલી થઈ જાય છે. બરાબર સીટી પડતી નથી. તો ત્યારે તમે રીંગને ઠંડા પાણીથી ધોયલો. અથવા તો થોડી વાર માટે ફ્રિજમાં મુકીદો.
🍊દાડમના દાણાને સૂકવી. મિક્સરમાં અધકચરા પીસીલો.આ પાઉડરને જ્યારે તમે છોલે ચણા કે દમઆલુ જેવા શાક બનાઓ ત્યારે ઉપયોગમાં લઈ શકો છો.
🥣જ્યારે તમે અમુક ફરસાણ જેવા કે પકોડા, સમોસાં કે કોઈ પણ પરોઠા બનાઓ છો ત્યારે તેમા અજમાનો ઉપયોગ હંમેશા કારવો જ. તેનાથી સ્વાદ તો વધશે જ. પરંતુ, અજમો તમારી પાચનશક્તિને પણ સતેજ કરશે.
🍌કેળાં ખૂબ ઝડપથી પાકી જાય છે. તો તેને થોડો સમય સાચવવા માટે કોટનના પાતળા કપડામાં વીંટીને તેને ફ્રિજમાં રાખવાથી તે સારા રહે છે
🍋લીંબુ શરબતન સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં લીંબુના રસની સાથે-સાથે લીંબુની ઉપરની છાલનું છીણ અને ચપટી સંચળ પણ ઉમેરવું.
🧂ચોમાસામાં ખાંડ અને મીઠામાં ભેજ જોવા મળતો હોય છે. તો તેનાથી બચવા માટે. એક કોટનના નાના કપડામાં ૨ ચમચી ચોખાને બાંધી એક પોટલી તૈયાર કરો. આવી પોટલી તમે ખાંડ અને મીઠામાં માં મુકીદો.ચોખા નમીને શોષીને વસ્તુને ભેજ મુક્ત બનાવશે.
બહેનો, તમને આ ટિપ્સ જરૂરથી ઉપયોગી બનશે. આવી બીજી ટિપ્સ જોઈએ તો કોમેન્ટમાં “More” જરૂર લખો જેથી બીજી આવી ટિપ્સ આપ સુધી લાવીશું. તેમજ રસોઈ વિષે બીજી માહિતી જોઈએ તો તેના વિષે પણ અમને કોમેન્ટ કરીને જણાવો. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે,- આભાર.