🤧 કફ એક એવી સમસ્યા છે જે નાનાથી માંડીને મોટા વૃદ્ધ દરેકને થતી હોય છે. અને તેને આપણે બધા રોગોનું મૂળ કહીશું તો કંઈ ખોટી વાત નથી. કારણ કે એક વખત કફ થાય ત્યાર બાદ બધા રોગોની શરૂઆત થતી હોય છે. વાતાવરણ ચેન્જ થતાં મોટાભાગના લોકોને શરદી, ખાંસી, કફની સમસ્યા વધી જાય છે. જે લોકોની કફની પ્રકૃત્તિ હોય તેમણે ડબલ સીઝનમાં તકલીફ પડતી હોય છે.
🤧 એક વાર છાતીમાં કફ જમા થઈ જાય પછી તેમાંથી છુટકારો મેળવવા માટે ઘણી દવા અને દેશી ઇલાજ પણ કરવા પડતા હોય છે. તો ચાલો જાણીએ આજે કફથી કેવી રીતે દૂર રહી શકાય અને તેના ઉપચાર વિશે.
🤧 -કફ થવાના અનેક કારણો જવાબદાર હોય છે. અને તે કેવી રીતે થાય તેની જાણ આપણને હોતી નથી. જેના લીધે આપણે વારંવાર તળેલી વાનગી, તીખું, બહારનું ફાસ્ટફૂડ, પડી રહેલો ખોરાક, વગેરે ખાવાનું ચાલુ રાખતા હોઈએ છીએ. જેથી કફની માત્રા દિવસેને દિવસે વધતી જાય છે.
🤧 -એટલી વસ્તુ ઉપરાંત પણ આપણે શીરો, હલવો, પૂરી, શ્રીખંડ વગેરે જેવી મિઠાઈઓ તથા પચવામાં ભારે હોય તેવી વસ્તુનું સેવન કરતાં હોઈએ છીએ. જેના કારણે શરીરને વધારે શ્રમ પડતો હોય છે. વધારે ભારે ખોરાક ખાવાના લીધે પેટને પાચન થવામાં મુશ્કેલી પડતી હોય છે. માટે બને ત્યાં સુધી તળેલો અને તીખો ખોરાક ઓછો ખાવો જોઈએ.
🤧 -આ બધી વસ્તુ આપણા આંતરડાની જે કિનારી હોય છે. તેના પર ચોંટી જતો હોય છે. અને જ્યારે પણ આપણે બીજી વસ્તુઓનું સેવન કરીએ છીએ ત્યારે તેની પર પડ બનવાના શરૂ થઈ જતા હોય છે. અને તે ખોરાક પછી 2-3 દિવસમાં સડો બનવા લાગે છે. અને તેમાંથી કફ બની જાય છે. જો તેના પર ધ્યાન રાખવામાં ન આવે તો ભયંકર બીમારીમાં આપણે સપડાય જઈએ છીએ. -તેના કારણે વારંવાર ઉધરસ, દમ, અસ્થમા, ટીબી જેવી ગંભીર બીમારી થવાની સંભાવના રહે છે.
🤧 -અત્યારનો સમય એવો છે કે પૈસા આપવા છતાં પણ આપણને સારો અને તાજો ખોરાક મળતો હોતો નથી. મોટાભાગની વસ્તુ ભેળસેળ વાળી મળતી થઈ ગઈ છે. જેના કારણે આપણું શરીર પણ દિવસેને દિવસે દૂષિત થતું જાય છે.
🤒 કેવી રીતે કફને કરશો દૂર- આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તે ચાવીને ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. એક કોળિયો ઓછામાં ઓછો 30 વાર ચાવવો અને પછી જ ગળાની નીચે ઉતારવો જોઈએ. જેના કારણે પાચન પણ જલદી થઈ જાય છે.
🤒-ચાવ્યા વગરનો ખોરાક આંતરડાને વધારે નુકસાન કરે છે. કોળિયો સીધો પેટમાં જાય એટલે આંતરડાને પચવા માટે વધારે શ્રમની જરૂર પડતી હોય છે. જેના કારણે આપણા આંતરડા નબળા પડવા લાગે છે. જેમ જેમ ઉંમર વધતી જાય છે. તેમ સમસ્યામાં વધારો થતો જાય છે.
🤒 -જો તમને કફની સમસ્યા વધારે રહેતી હોય તો ગાજર, ટામેટા, દૂધી, સરગવો, આદુ, તજ, કોથમીર વગેરેને મિકસરમાં ક્રશ કરી લેવા. પછી એક ગ્લાસ પાણી ગરમ કરવું અને આ બધી વસ્તુ તે પાણીમાં નાખવી. ધીમેધીમે પી જવું.
🤒-કફની સમસ્યા વધારે રહેતી હોય તો થોડી સૂંઠ, તેમાં મધ અને હળદર નાખી મિશ્રણ તૈયાર કરવું. રોજ સવાર સાંજ તેને આ રીતે બનાવી ચાટી જવું. તમને કફમાંથી ધીમેધીમે છુટકારો મળી જશે. શરદી થઈ હોય ત્યારે પણ આ પ્રયોગ કરવો જોઈએ.
🤒-તે સિવાય જો તમને વધારે શરદી-ખાંસી થઈ હોય તો આદુનો રસ કાઢી તેમાં મધ અને તુલસીના પાન સાથે પીસી લેવા જોઇએ. જે તમારી શરદીને દૂર કરશે અને કફ ઝડપથી છૂટો પાડશે.
-🤒કફ થાય ત્યારે તમે નાસ લેવાનું શરૂ કરી દો. નાસનું મશીન અથવા તપેલીમાં પાણી ગરમ કરો ત્યારે તેમાં થોડો અજમો અને બામ નાખીને નાશ લેવો જોઇએ, જેથી તમારો શ્વાસોચ્છવાસ ખુલશે. અને શરદી મટવા લાગશે.
🤒-નાસ લેવાથી આંતરડામાં જામેલો કચરો છુટો પડવા લાગે છે. જે તમને નાકમાંથી સીધી વરાળ અંદર જતી હોય તેવો અહેસાસ થશે. અને કફ પણ આ કારણે છૂટો પડવા લાગશે. માટે સવાર-સાંજ નાશ લેવાથી શરીરને ઘણો ફાયદો થાય છે.
🤒-લીલા શાકભાજી, સ્ટીમ કરેલા શાક, કાચા શાકભાજી, ફળ, કાચા અનાજ વગેરે આપણા શરીર માટે ઘણા ફાયદાકારક માનવામાં આવે છે. આ રીતે કેટલીક ખાવા-પીવાની વસ્તુનું ધ્યાન રાખશો તો કફની સમસ્યા જીવનમાં ક્યારેય નહીં થાય.
તમને આ ટિપ્સ ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી ટિપ્સ જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.