🐄 આપણું આયુર્વેદ ખૂબ મહાન છે. જેને આપણા ઋષિ મુનિઓ પણ અનુસરતા હતા અને ઘણા લાંબા સમય સુધી સ્વસ્થ રહી અને તપસ્યા કરી શકતા હતા. જેમાં આજના સમયમાં આખુ વિશ્વ આપણા આયુર્વેદને મહાનમાંની તેમાં જણાવેલ ઉપાયો કરે છે. કારણ કે, મેડિકલ રિસર્ચ અનુસાર આયુર્વેદમાં જણાવેલ ઔષધિના ઉપાયથી શરીરની અનેક સમસ્યાઓને જડ મૂળ માંથી દૂર કરી શકાય છે. જે કાર્ય એલોપેથિક દવાઓ કરી શકતી નથી એ કાર્ય આયુર્વેદની ઔષધિ કરી આપે છે.
🐄 આપણા આયુર્વેદ અનુસાર જો રોજ ગૌ મૂત્રનું સેવન કરીએ તો આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આપણા શાસ્ત્રો મુજબ ગૌ મૂત્રને અમૃત સમાન પવિત્ર માનવામાં આવે છે. આપણે ગાય માતાની પૂજા પણ કરીએ છીએ. ઉપરાંત આયુર્વેદ અનુસાર ગૌ મૂત્રમાં રહેલા તત્વો આપણા શરીરની અનેક સમસ્યાને જડ-મૂળમાંથી દૂર કરી શકે છે. જેથી આજે આપણે આ આર્ટીકલમાં જાણીશું કે ગૌ મૂત્રના સેવનથી આપણા શરીરમાં શું શું ફાયદાઓ થાય છે.
🐄 ગૌ મૂત્રના સેવનથી થતાં ફાયદાઓ :-
🐄 શરીરના અંતઃ સ્ત્રાવોનો વિકાસ કરે છે :– આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં હોર્મોન્સનું મહત્વ કેટલું હોય છે. મહિલામાં હોર્મોન્સની માત્રામાં ઉતાર ચડાવ વધારે જોવા મળે છે. જેથી રોજ ગૌ મૂત્રનું 1 ચમચી સેવન કરવાથી આ સમસ્યા દૂર થાય છે.
🐄 એનીમિયાની સમસ્યાથી બચાવે :- જો શરીરમાં લોહીની માત્રા ઓછી થાય તો તેને એનિમિયા કહેવામાં આવે છે. આપણે રોજ નિયમિત રૂપે ગૌ મૂત્રનું સેવન કરવું જોઈએ. ગૌ મૂત્રનું સેવન ભૂખ્યા પેટે કરવામાં આવે તો એનિમિયા જેવા રોગો દૂર થાય છે. ગૌ મૂત્રમાં ત્રિફળા અને ગાયનું દૂધ મિક્સ કરી પીવાથી વધુ ફાયદો થાય છે.
🐄 હદયને સ્વસ્થ રાખી તેની સમસ્યાથી બચાવે છે :- જે લોકોને હદય રોગ છે. એવા લોકોએ 4 ચમચી સવાર સાંજ ગૌ મૂત્રનું સેવન કરવાથી હદય રોગમાં ઘણી રાહત મળશે. આ ઉપરાંત શરીરમાં હાઇ કોલેસ્ટેરોઇલને પણ કંટ્રોલમાં રાખે છે. જેથી હાર્ટ અટેકની સમસ્યા થવાથી બચી શકાય છે.
🐄 ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે :– જે લોકોને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી છે. એવા લોકોએ રોજે ગૌ મૂત્રનું સેવન કરવું જોઈએ. જેનાથી શરીરમાં શુગરનું પ્રમાણ કંટ્રોલમાં રહે છે અને નિયમિત તેનું સેવન કરવાથી શુગરની તકલીફ જડમૂળ માંથી દૂર થઈ જશે.
🐄 ચામડીના રોગ દૂર કરે છે :- જો તમે સવાર સાંજ લીમડાની સાથે ગૌ મૂત્રનું સેવન કરો તો તમારા શરીરમાં લોહી શુદ્ધ થઈ જશે અને ચામડીના રોગ દૂર થઈ જશે. તદ્દ ઉપરાંત ચામડીની સમસ્યા વધારે હોય તો જીરાને પીસી ગૌ મૂત્રમાં નાખી પેસ્ટ બનાવો અને જે જગ્યાએ ચામડીની તકલીફ છે. એ જગ્યાએ લેપ લગાવવાથી ઘણી રાહત થાય છે.
🐄 આંખના રોગો દૂર કરે છે :- જો તમને આંખની તકલીફ હોય જેવી કે જાખૂ દેખાવું અથવા રતાંધળાપણું હોય તો કાળી વાંછડીનું ગો મૂત્ર લઈ તાંબાના પાત્રમાં ત્યાં સુધી ગરમ કરો કે પાત્રમાં મૂત્ર ચોથા ભાગનું વધે. હવે તેને ઠંડુ પાડીને એક નાની કાચની શીશીમાં ભરી દો અને સવાર-સાંજ તેનાથી આંખો ધોવી. આ ઉપાય કરવાથી તમારી આંખો એકદમ સ્વસ્થ રહેશે.
🐄 સાંધાના દુખાવામાં રાહત :– સાંધાના દુખાવાથી રાહત મેળવવા ગૌ મૂત્રના 2 રીતે પ્રયોગ થઈ શકે છે, તેમાં સૌપ્રથમ જ્યાં સાંધાનો દુખાવો થાય છે. એ ભાગ પર ગરમ કરેલ ગૌ મૂત્રનો સેક કરવો અને બીજા પ્રયોગમાં, એક ગ્રામ સુંઠના ચૂર્ણ સાથે એક ચમચી ગૌ મૂત્રનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં ઘણી રાહત મળે છે.
🐄 પાચન શક્તિ પ્રબળ કરી પેટની સમસ્યા દૂર કરે છે :– આજના સમયમાં ખાવા પીવાનું બહારનું વધારે હોવાથી પેટની સમસ્યા થાય છે જેમાં જે લોકોને કબજિયાતની બીમારી છે. એવા લોકો રોજ સવારે ભૂખ્યા પેટે ગૌ મૂત્રમાં અડધી ચમચી મીઠું ઉમેરીને પીવે તો તેની કબજિયાતની સમસ્યા દૂર થઈ જશે અને જે લોકોને આ સિવાય પેટની તકલીફ હોય જેમ કે ગેસ તો એવા લોકો પણ નિયમિત રૂપે ગૌ મૂત્રનું સેવન કરે તો તેમને બધી સમસ્યાથી છુટકારો મળી જશે. ઉપરાંત પાચન શક્તિ પણ પ્રબળ થાય છે.
🐄 મોટાપાની સમસ્યા દૂર કરે છે :- ઘણા લોકોને મોટાપાની તકલીફ હોય છે અને લોકો તેનાથી ઘણા પરેશાન પણ હોય છે. એ લોકો રોજિંદા જીવનમાં ગૌ મૂત્રનું સેવન નિયમિત રૂપે કરે તો તેમને આ સમસ્યાથી રાહત મળી શકે છે. આ ઉપાય કરવા માટે 4 ચમચી ગૌ મૂત્ર , 2 ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ બધુ મિક્સ કરી દેવું અને તેનું નિયમિત સવારે ભૂખ્યા પેટે સેવન કરવું. આવી રીતે ગૌ મૂત્રનું સેવન કરવાથી 1 મહિનાની અંદર તમને ફર્ક માલૂમ પડી જશે.
🐄 દાંત સબંધિત સમસ્યાને દૂર કરે છે :- જે લોકોને દાંતનો દુખાવો અને પાયરીયા જેવા રોગમાં રાહત મેળવવા ગૌ મૂત્રના કોંગળા કરવાથી ઘણો ફાયદો થશે. અડધી ચમચી ગૌ મૂત્રમાં સવાભાગની ફટકડી ઉમેરવાથી દાંત સબંધી બીમારી જડ મૂળ માંથી ગાયબ થઈ જશે.
જો આ ગૌ મૂત્રના ફાયદા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.