આ પોલ્યુશન વાળા જમાનામાં લગભગ બધાની સ્કીન ડલ અને રુક્ષ પડતી જાય છે. ગરમીની સીજનમાં સ્કીન વધારે કાળી અને ફોડલી વાળી બની જાય છે. ઘણાની સ્કીનને ગરમીના લીધે ઇન્ફેક્ષન લાગી જતું હોય છે અને ચહેરો ચીકણો બની જતો હોય છે. આ બધી સ્કીન પ્રોબ્લમથી બચવા માટે અમે તમારા માટે દહીંમાંથી બનતા ફેસપેક વિશે જણાવીશું જેનાથી તમારી સ્કીન થઈ જશે એકદમ ક્લીન અને સુંદર.
દહીનું ફેસપેક ચહેરા પર લગાવવાથી ચહેરા પરના દાગ, ધબ્બા જડથી દુર થશે કે, તમને લાગશે કે ચેહેરા પર દાગ હતા જ નહિ. કેમ કે, દહીને ચહેરા પર લગાવવાથી દાગ દુર થવા લાગે છે. દહીના 3 અલગ અલગ ફેસપેક બનાવવાની પદ્ધતિ નીચે મુજબ આપી છે ત્યાંથી તમને જે ફેસપેક સારું લાગે તે અપનાવી શકો છો. પણ તે ફેસપેક બનાવવાની રીત ધ્યાનથી ફોલો કરજો. તેમજ નીચે આપેલી “ધ્યાનમાં રાખવાની બાબત” પણ ખાસ વાંચજો.
- દહી- હળદરનું ફેસપેક (જાણો તેની પૂરી રીત)
ફેસપેક બનાવવા માટે તમારા ઘરમાંથી જ બધી વસ્તુ આરામથી મળી રહેશે. સૌથી પહેલા ફેસપેક બનાવવા માટે એક બાઉલમાં 1/1.5 ચમચી ચણાનો લોટ ઉમેરવો. તેમાં અડધી ચમચી હળદર ઉમેરવી અને આ બન્ને માંની પેસ્ટ બની શકે તેટલું તેમાં દહીં ઉમેરી બરાબર મિક્સ કરવું. આ ફેસપેક ચહેરા પર લગાવતા પહેલા ચહેરાને બરાબર સાફ કરી લેવો.
પછી આ ફેસપેક ચહેરા અને ગળા પર બરાબર લગાવવું અને 10-15 મિનીટ સુધી તેને સુકાવા દેવું. સુકાય ગયા બાદ થોડા પાણી સાથે હળવા હાથે ચહેરા પર મસાજ કરવું અને ચહેરાને સાફ પાણીથી ધોઈ લેવો. જયારે આ ઉપાય તમે કરતા હોય ત્યારે ચહેરા પર સાબુ લગાવવો જોઈએ નહી. તેમજ કેમિકલ વાળા ફેસવોશનો પણ ઉપયોગ કરવો નહિ. નહિ તો કુદરતી ગ્લો ઘણી વખત નથી જોવા મળતો.
- દહીં અને મધનું ફેસપેક
દહીથી બીજા પણ ઘણા બધા ફાયદા થાય છે. ચહેરાને સુંદર અને સાફ બનાવવા માટે આ ઉપાય પણ તમે આપનાવી શકો છો. તેના માટે એક બાઉલમાં એક ચમચી દહીં લેવું અને તેમાં એક ચમચી મધ પણ ઉમેરવું આ બન્નેને બરાબર મિક્સ કરી અને ચહેરા પર 5 થી 7 મિનીટ સુધી મસાજ કરવું અને ચહેરાને પાણીથી સાફ કરવો મસાજ કરવાથી સ્કીન સાફ થાય અને મધ તમારા ચહેરાને જવાન બનાવે છે.
- દહીં અને મુલતાની માટીનું ફેસપેક
મસાજ બાદ ચહેરા પર ફેસપેક લગાવવું જોઈએ ફેસપેક બનાવવા માટે એક ચમચી મુલતાની માટી લેવી તેમાં એક ચમચી ઓરેન્જ પીલ પાવડર પણ ઉમેરવો આ બન્નેનું પેસ્ટ બને તેટલું તેમાં દહીં ઉમેરવું આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી અને ફેસપેક બનાવી લેવું આ ફેસપેકને ચહેરા પર લગાવવું અને 20 થી 25 મિનીટ સુધી રહેવા દેવું. ત્યાર બાદ ચહેરાને સાફ પાણીથી ધોઈ લેવો. આ ફેસપેક અઠવાડિયામાં બે વાર લગાવવાથી ચહેરા પરના દાગ, ખીલ અને ફોલ્લી દુર થવા લાગશે.
- ધ્યાનમાં રાખવાની બાબત
પ્રથમ બાબત એ છે કે, ઉપરના ત્રણેય ફેસપેક ની અસર 15 દિવસ સુધી લગાવ્યા બાદ દેખાશે. આ કોઈ ચમત્કારી ફેસપેક નથી કે 1 વાર લગાવવાથી આપ ગોરા થઇ જશો. અને આમાં કોઈ કેમિકલ પણ નથી જેના કારણે આ ફેસ્પેકની કોઈ આડ અસર તો નહિ જ થાય. તેની ચિંતા ના કરશો.
બીજું એ કે, ઘણી છોકરીઓ કે મહિલાઓના ચહેરાનો ગ્લો 7 દિવસ માં વધશે કેમ કે તેની સ્કીનને જલ્દીથી આ ફેસપેક માફક આવી ગયું હશે. અને ઘણી મહિલાઓને આ ફેસપેકથી ગ્લો આવતા 15 દિવસ કરતા વધુ સમય લાગી શકે છે પણ તેની ચિંતા ના કરશો. કેમ કે, બધી સ્ત્રીઓનો સ્કીનનો અલગ અલગ પ્રકાર હોય છે એટલે થોડું વહેલા મોડું થઇ શકે છે.
આ બધા ફેસપેક ચહેરાને ઠંડક આપે છે. નેચરલી વસ્તુ માંથી આ પ્રકારના જેટલા પણ ફેસપેક બને છે તેની કોઈ પણ જાતની આડઅસર થતી નથી. આ બધા ફેસપેક થી ચહેરો સુંદર અને બેદાગ બનશે. આ પ્રકારના ફેસપેક બનાવવા તમારે વધારે ખર્ચ કરવાની જરૂર નહી પડે અને આ એકદમ સરળ ઉપાય રહેશે તમારો ચહેરો સાફ કરવા માટે અપનાવો આ ઘરેલું ઉપાયો. જે તમારા ચહેરા પર તુરંત અસર દેખાડશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.