👉 આજના સમયમાં લોકોને બહારના ફાસ્ટ ફૂડ વધારે પસંદ હોય છે. પરંતુ લોકો નથી જાણતા કે તેમાં કેમિકલ વધારે ઉપયોગમાં લેવાય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. પરિણામે લોકોમાં પેટની તકલીફો વધારે જોવા મળે છે. જેમાં ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત, પેટમાં દુખાવો વગેરે જેવી સમસ્યા થતી હોય છે.
👉 પેટની સમસ્યાનો ઉકેલ તમે ઘરે બેઠા લાવી શકો છો. તમે આયુર્વેદ વિશે જાણતા જ હશો જેમાં કોઈ પણ બીમારીઓનો તોડ આપેલો છે. પરંતુ આજના સમયમાં ભારતના લોકો આયુર્વેદને ભૂલતા જાય છે અને વિદેશી દવાઓનો સહારો વધારે લેતા હોય છે. આજે અમે તમને જણાવીશું પેટની તકલીફોને જડ-મૂળમાંથી દૂર કરતાં ઉપાયો. તેની પહેલા માણસની ખરાબ ટેવો વિશે વાત કરીશું.
👉 અમુક લોકો બહારનું ભોજન એટલે કે પીઝા, બર્ગર, તીખું અને તળેલું વધારે સેવન કરતાં હોય છે. ઉપરાંત તેની સાથે-સાથે ચા અને કોફીનું પણ વધુ સેવન કરવાની આદત હોય છે. જેના કારણે પેટની સમસ્યા વધારે થાય છે. ઉપરાંત શરીરમાં બીજા અમુક મહત્વના અંગોમાં પણ નુકશાન વધારે થાય છે.
👉 જે લોકોને બેઠાડુ જીવન છે અને રોજ એક જગ્યાએ બેઠા-બેઠા કોઈ પણ કાર્ય કરવાનું છે. તેવા લોકોએ બહારનું ભોજન ઓછું ખાવું જોઈએ. ઉપરાંત રેડ મીટનું વધુ સેવન ન કરવું જોઈએ.
👉 બટેટા, અડદની દાળ, ચણાના લોટથી બનેલી વસ્તુનું પણ સેવન ઓછું કરવું જોઈએ. કારણ કે, આ વસ્તુથી પેટની ઘણી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. હવે જોઈએ પેટની સમસ્યાને દૂર કરતાં 3 ઉપાયો.
👉 ઉપાય 1 :- જે લોકોને રોજ જમ્યા બાદ ગેસની તકલીફ વધારે રહેતી હોય તેવા વ્યક્તિ માટે એલચી અને વરિયાળી અકસીર ઈલાજ છે. આ ઉપાય કરવા માટે સૌપ્રથમ 50 ગ્રામ વરિયાળી અને 30 ગ્રામ એલચી બંનેને મિક્ષરમાં સાથે પીસી લેવી અને જે ચૂર્ણ બને તેને રોજ સવારે ભૂખ્યા પેટે 1 ચમચી પાણી સાથે લેવું અને બપોરે જમવાને 1 કલાક પહેલા ચૂર્ણ લેવું આ પ્રયોગ નિયમિત કરવાથી ગેસની સમસ્યા દૂર થઈ જશે.
👉 ઉપાય 2 :- જે લોકોને કાયમી ગેસ રહેતો હોય તેના માટે જીરું અને અજમા બેસ્ટ ઉપાય છે. આ ઉપાય કરવા માટે 50 ગ્રામ અજમા લેવા અને 50 ગ્રામ જીરું લેવું. હવે આ બંને વસ્તુને ભેગી કરીને તડકે સૂકવી દેવી 1 દિવસ તડકે રાખ્યા બાદ તેને લઈને મિક્સરમાં પીસી લેવું અને તેનું ચૂર્ણ બનાવી લેવું.
👉 આ ચૂર્ણને રોજ બોપોરે જમ્યા બાદ 30 મિનિટ પછી 1 ચમચી પાણી સાથે સેવન કરવું અને રાત્રે પણ જમ્યા બાદ 15 મિનિટ પછી 1 ચમચી ચૂર્ણનું સેવન કરવું આ પ્રયોગ કરવાથી પેટની સમસ્યા દૂર થઈ જશે અને પાચનશક્તિ પણ વધી જાય છે.
👉 ઉપાય 3 :- વધારે પેટની તકલીફ વાળા વ્યક્તિ માટે લસણ અકસીર ઈલાજ છે. આ ઉપાય કરવા માટે સૌપ્રથમ 3 કળી લસણ લઈ અને રોજ સવારે ભૂખ્યા પેટે તેનું સેવન કરવું અને તેના પર 1 ગ્લાસ નવશેકું પાણી પીવું. આ પ્રયોગ નિયમિત કરવાથી પેટની સમસ્યા જેવી કે, કબજિયાત,અપચો અને ગેસની સમસ્યા દૂર થાય છે અને પાચનશક્તિ પ્રબળ બનાવે છે.
જો પેટની સમસ્યા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.