👉 અમુક સમયે સતત પલાઠી વાળીને બેસી રહેવાથી ઘણીવાર આપણા પગમાં ખાલી ચઢી જાય છે અથવા આપણા પગ સુન્ન પડી જાય છે. આવી સ્થિતિમાં આપણે પગ ઉભો કે જરા ખસેડી પણ શકતા હોતા નથી. કેટલીક વખત તો જાણે પગમાં, હાથમાં કોઈ સોય ખુચાડી રહ્યું હોય તેવું લાગે. સામાન્ય લાગતી આ બાબત ઘણી વખત ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
👉 અવારનવાર પગ કે હાથ સુન્ન પડી જાય તો ગંભીર બીમારીના સંકેત હોય શકે અથવા શરીરમાં કોઈ આંતરીક ઇજાને કારણે પણ ધ્રુજારી ઉત્પન્ન થતી હોય છે. થાઈરોઈડ, ડાયાબિટીસ, સ્ટ્રોક કે બીજી બીમારીઓના કારણે પણ આ તકલીફ થતી હોય છે. તો ચાલો જોઈએ આ થવાના કારણો વિશે….
👉 હાથ-પગની ધ્રુજારી ગંભીર સમસ્યા– મોટાભાગના લોકોએ અનુભવ્યું હશે કે રાત્રે એક સ્થિતિમાં સૂઈ જવાના કારણે હાથ કે પગમાં ખાલી ચઢવા લાગે છે. જાણે થોડા સમય માટે આપણા શરીરનો એ ભાગ છે જ નહીં. તેવો અનુભવ થવા લાગે છે. આપણે હાથ કે પગને ટચ કરીએ તો પણ ખ્યાલ આવતો હોતો નથી. તે ઉપરાંત અમુક સમયે દુખાવો પણ થતો હોય છે. તે સમયે કેટલાક વ્યક્તિ તે જગ્યા પર માલીશ કરે છે, પરંતુ ઘણી વખત માલિશ કરવા છતાં ધ્રૂજારી બંધ થતી નથી તો આટલા પ્રકારની બીમારી હોઈ શકે છે.
👉 -શરીરના કોઈ ભાગમાં નસ દબાતી હોય અથવા તેને લગતી કોઈ તકલીફ, હોય તો હાથ-પગ અથવા સાંધાના ભાગે ખાલી ચઢી જાય છે. તે વખતે વ્યક્તિ હલનચલન પણ કરી શકતો નથી.
👉 -કેટલીક વખત હાથની આંગળીઓ કે કાંડામાં લાંબા સમય સુધી ખાલી રહે અથવા બેજાન જેવું લાગ્યા કરે તો. તેને નજર અંદાજ ન કરવું જોઈએ. કાર્પલ ટનલ સિન્ડ્રોમના લક્ષણો હોઈ શકે છે. એટલે કે આ બીમારીમાં કાંડાની વચ્ચેની નસ જે ખભા સુધી પહોંચે છે. જે વચ્ચેથી દબાય ત્યારે ધ્રુજારી થવા લાગે છે.
👉 -લોહીનું પરિભ્રમણ સારી રીતે ન થવું. જો આપણા શરીરમાં સારી રીતે લોહીનો સંચાર ન થતો હોય તો તેની સીધી અસર નસ પર પડતી હોય છે. જેથી શરીરના અલગ-અલગ ભાગોમાં ઓક્સિજન બરાબર પહોંચે નહી અને પછી ધ્રુજારી કે ખાલી ચઢવા લાગે છે.
👉 ગર્ભવતી મહિલા- અમુક સમયે જોઈએ છીએ કે ગર્ભવતી મહિલાઓને આ સમસ્યા સતાવતી હોય છે. એટલું જ નહીં જે મહિલાના પગના તળિયા સપાટ હોય, તેનાથી નસ દબાતી હોય છે. જેના લીધે આ પરેશાની થતી હોય છે.
👉 આલ્કોહોલનું સેવન- જે લોકો વધારે આલ્કોહોલનું સેવન કરતાં હોય તેમને આ તકલીફ થતી હોય છે. કેમ કે વધારે શરાબના સેવનથી શરીરની કોશિકાઓમાં ધ્રુજારી આવે છે અને અંતે ખાલી ચઢવા લાગે છે.
👉 નસનું દબાણ- ઘણી વખત કમર અને ગળાની નસ દબાવવાથી કે હાથ-પગમાં ઇજા થવાના કારણે પણ ધ્રુજારી થાય છે. કેટલીક વખત ખોટી રીતે બેસી જવાથી પણ આ તકલીફ થાય છે. અથવા કરોડરજ્જુ ખરાબ થવાથી તેની આસપાસ રહેલી નસો દબાય જાય તે વખતે સર્વાઈકલની તકલીફ ઉભી થતી હોય છે. જેનાથી વ્યક્તિને હાથ-પગમાં ધ્રુજારીની તકલીફ થવા લાગે છે.
👉 ક્યા કારણથી થાય છે ધ્રુજારી
👉 ડાયાબિટીસ- હાથ-પગમાં ધ્રુજારી આવવાનું કારણ શુગર લેવલ પણ હોઈ શકે છે. ડાયાબિટીસના કારણે અમુક સમયે તમારા હાથમાં ધ્રુજારી થવા લાગે છે. જેથી સમયે સમયે ચેક કરાવી યોગ્ય દવા લેવી અને ખાવાપીવા પર ધ્યાન આપવું જોઈએ.
👉 વિટામિનની ઉણપ- વિટામિન બી-12ની કમીના કારણે પણ હાથ-પગમાં ખાલી ચઢી જતી હોય છે. તેના ઉપાય માટે યોગ્ય ડૉક્ટરની સલાહ લઈ દવાનું સેવન ચાલુ કરવું જોઈએ.
👉 થાઈરોઈડ- થાઈરોઈડના કારણે પણ હાથ-પગમાં ખાલી ચઢી શકે છે. થાઈરોઇડથી ગળાની ગ્રંથિમાં બદલાવ આવતો હોય છે. જેની અસર હાથ અને પગ પર થતી હોય છે. તો સમયસર ડોક્ટર પાસે આ તકલીફનો ઇલાજ કરાવી લેવો જોઈએ.
જો ખાલી ચડવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.