👉 આજના સમયમાં લોકો ખૂબ જ ફાસ્ટ લાઈફ જીવી રહ્યા છે. આજે મહિલાઓ પણ કોઈને કોઈ જોબ કરતી જ હોય છે તેથી તે ઘરના અને ઓફિસના બંને કામને પહોંચી વળવા માટે ઘરના અમુક કામ તે રાત્રે જ કરીને તૈયાર રાખે છે, જેમ કે રાતના તે શાક સમારીને ફ્રીજમાં રાખી મૂકે છે અને લોટ બાંધીને પણ તે ફ્રીજમાં મૂકે છે. તેનો સૌથી મોટો ટાસ્ક એ હોય છે કે ગમે તેમ કરીને પણ ઘરનું કામ ફટાફટ પતાવવું.
👉 ઘણી મહિલાઓ ઘર કામના પ્રેશરને પહોંચી વળવા માટે એક સાથે બે કે ત્રણ દિવસનો એક સાથે લોટ બાંધીને રાખી દે છે. પરંતુ શું આવું કરનારી મહિલાઓએ વાતને જાણે છે કે આ વાસી લોટ તેના સ્વાસ્થ્યને કેટલો હાનિ પહોંચાડી શકે છે. શું તમે એ વાત જાણો છો કે એક વાર બંધેલો લોટ કેટલો ટાઈમ વાપરવો જોઈએ અને તેને ફ્રીઝમાં મૂકીને પછી વાપરવાથી શું નુકશાન થાય છે. તેના માટે તમારે કેવડી મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.
👉 લોકોને શા માટે ફ્રીઝમાં લોટ રાખવો પડે છે : આજની મહિલા વર્કિંગ વુમન છે. તે સવારે પોતાના ઓફિસ ટાઈમમાં ઘરનું તમામ કામ પૂર્ણ કરવાના ચક્કરમાં રાત્રે જ લોટ બાંધીને રાખતી હોય છે. બીજા પણ ઘણા ઘરોમાં રસોઈ બનાવતા જે લોટ વધે છે તેને સ્ત્રીઓ ફ્રીજમાં મૂકીને બીજા દિવસે ઉપયોગમાં લે છે.
👉 બંધેલા લોટને માટે વિજ્ઞાનનું શું કહેવાનું છે : જ્યારે આપણે એક સમયે લોટ બાંધીએ છીએ એટલે તેને વધીને 30 મિનિટમાં જ રોટલી બનાવવાના ઉપયોગમાં લઈ લેવો જોઈએ. તો જ તેના તમામ પોષક તત્વો જળવાયેલા રહે છે. લોટમાં પાણી જ્યારે મિક્સ થાય છે ત્યારે તેમાં અમુક પ્રકારની ખાસ પ્રોસેસ થાય છે જે લાંબા સમયે આપણા શરીરને નુકશાન પહોંચાડી શકે છે. જ્યારે આપણે આ બાંધેલા લોટને ફ્રીઝમાં મૂકીએ છીએ તેથી લોટમાં અમુક બેકટિરિયા પેસી જાય છે અને આ લોટની રોટલી ખાવાથી બીમાર થઈ શકાય છે.
👉 ફ્રીઝમાં એરટાઈટ ડબ્બાનો લોટ : આપણે એવું વિચારતા હોઈએ કે ફ્રીઝમાં એરટાઈટ ડબ્બામાં કોઈ વસ્તુને રાખવામાં આવે તો તે સારી જ રહે છે પરંતુ તે આપણો ભ્રમ છે. લોટમાં જ્યારે પાણી મિક્સ થાય છે ત્યારથી જ તેને પ્રોસેસ શરૂ થઈ ચૂકી હોય છે જે થોડા સમયમાં લોટમાં એવા હાનિકારક એવા બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે જે આપણી હેલ્થને નુકશાન કરતાં છે તો એરટાઈટ ડબ્બાનો લોટ પણ તેનાથી બચી શકતો નથી તે પણ આપણી બીમારીનું કારણ બની શકે છે.
👉 પિંડનું રૂપ મનાય છે : હિન્દુ ધર્મમાં એવું મનાય છે કે જો આપણે ઘરમાં ફ્રીઝમાં બાંધેલો લોટ રાખીએ એ બિલકુલ સારું નથી તે લોટ ને પિંડનું રૂપ માનવામાં આવે છે. જે ઘરમાં આવી રીતે બાંધેલો લોટ રાખવામાં આવે છે તે ઘરમાં ભૂત-પિશાચનો વાસ થવા લાગે છે. તો બને તો ઘરમાં બંધેલો લોટ ના રાખવો જોઈએ.
👉 લોટ જરૂરત અનુસાર જ બાંધવો : જ્યારે તમારે રોટલી બનાવવી છે તેના 10 થી 15 મિનિટ પહેલા જ લોટ અને જેટલી રોટલીની જરૂર છે તેટલી જ રોટલીઓ બનાવવી જોઈએ. લોટ બાંધવામાં કોઈ ખાસ ટાઈમ લાગતો નથી. માટે જોઈતો લોટ મિનિટોમાં બાંધીને તૈયાર કરી શકાય છે.
👉 પાચન માટે કયો લોટ સારો : ફ્રિઝમાંથી કાઢીને જે લોટની રોટલી બને તેના કરતાં 10 મિનિટ પહેલા જે લોટ બાંધવામાં આવ્યો હોય તેની રોટલી એકદમ નરમ અને સોફ્ટ બને છે તે રોટલી ખાવામાં પણ સારી અને તે ઝડપથી પાચન થઈ શકે તેવી હોય છે. તો આપણે આ આર્ટીકલ વાંચ્યા બાદ ક્યારેય પણ લોટને ફ્રીજમાં નહિ રાખીએ અને આપણી તંદુરસ્તીને જાળવીશું.
જો આ ફ્રિઝમાં રાખવાના નુકશાન વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.