👉 ફ્લાવર શિયાળાની ઋતુમાં મળતી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી શાકભાજી છે. મોટાભાગના લોકો ફ્લાવરનું શાક વધારે પ્રમાણમાં બનાવતા હોય છે. તે સિવાય તેમાંથી અવનવી વાનગી પણ શિયાળામાં બનાવતા હોય છે.
👉 કેમ કે તેમાં આયર્ન, ફોસ્ફરસ, વિટામિન એ, બી, સી જેવા ઘણાં સ્વાસ્થ્યકારક ગુણ રહેલા હોય છે. પરંતુ જો તમે તેનું સેવન વધારે માત્રામાં કરો છો તો તેનાથી પાચનથી જોડાયેલી કેટલીક સમસ્યા થઈ શકે છે. તે સિવાય ઘણી બધી બીમારીઓમાં ફ્લાવરનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. તમને માહિતી આપીએ કેવા પ્રકારની બીમારી વાળા વ્યક્તિએ ફ્લાવરનું સેવન ન કરવું જોઈએ.
👉 કેવા લોકોએ ફ્લાવરનું સેવન ન કરવું :
👉 કિડનીમાં પથરી- ફ્લાવરમાં પ્યુરીનની માત્રા વધુ હોય છે. જેના કારણે શરીરમાં યુરિક એસિડ વધે છે. તે સિવાય ફ્લાવરમાં કેલ્શિયમનું પ્રમાણ હોય છે. તેથી કિડનમાં પથરીની સમસ્યા હોય તેને ફ્લાવરનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. ફ્લાવર શરીરમાં વધેલા યુરિક એસિડમાં વધારો કરવાનું કામ કરે છે. એટલા માટે કિડનીમાં પથરીની તકલીફવાળા વ્યક્તિએ ફ્લાવરનું સેવન ઓછું કરવું જોઈએ.
👉 લોહી જાડુ થવાની તકલીફ- જે લોકોનું લોહી જાડુ હોય તેમણે ફ્લાવરનું સેવન ન કરવું જોઈએ. કેમ કે ફ્લાવરમાં પોટેશિયમ અને વિટામિન-કેનું પ્રમાણ વધારે હોય છે. જેથી વધારે સેવન તમારા લોહીને ધીમે ધીમે ગાઢ કરવાનું કામ કરે છે. અમુક વ્યક્તિ લોહી જાડુ થવાની દવા લેતા હોય છે, તેમણે ડૉક્ટરની સલાહ લઈ તે મુજબ ફલાવરનું સેવન કરવું જોઈએ.
👉 સ્તનપાન કરાવતી મહિલા- જે મહિલા બાળકને સ્તનપાન કરાવતી હોય તેણે ક્યારેય ફ્લાવરનું સેવન ન કરવું જોઇએ. ફ્લાવરના સેવનથી કેટલીક મહિલાને ગેસ થતો હોય છે. તો તેનાથી બચવું જોઇએ. જેથી બાળકને પણ થઈ શકે છે.
👉 પાચનતંત્રની તકલીફ– પાચન સાથે જોડાયેલી કોઈપણ જાતની તકલીફ હોય તો તેણે ફ્લાવરનું સેવન ન કરવું જોઈએ. કારણ કે ફ્લાવરમાં રેફીનોજ નામનું કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે. તેનાથી પેટમાં ગેસ થવા લાગે છે. અને અંતે એસિડીટી થવા લાગતી હોય છે.
👉 થાઈરોઈડની સમસ્યા- જે લોકો થાઈરોઈડની બીમારીથી પરેશાન હોય તેમણે ક્યારેય ફ્લાવરનું સેવન ન કરવું જોઈએ. ફ્લાવરના સેવનથી શરીરમાં T3, T4 હોર્મોનનો વધારો થાય છે. જેથી ફ્લાવરના સેવનથી બચવું જોઈએ.
👉 ગેસની તકલીફ- જે લોકોને વારંવાર ગેસ થઈ જતો હોય તેમણે ફ્લાવરના સેવનથી દૂર રહેવું જોઈએ. ફ્લાવરમાં કાર્બસ વધારે હોય છે. જે સરળતાથી પાચન થતાં હોતા નથી. છેવટે ગેસની તકલીફ ઉભી કરે છે. એટલા માટે ફ્લાવરનું સેવન ન કરવું.
👉 કેવા લોકોએ ફ્લાવરનું સેવન કરવું :
👉 પેટની તકલીફ– જો તમને પેટની તકલીફ રહ્યા કરે છે તો ફ્લાવરનો એક ટુકડો ચોખાના પાણીમાં 10 મિનિટ સુધી ચડવા દો અને તે બરાબર ચડી જાય પછી કાળું મીઠું ઉપર ભભરાવી તેનું સેવન કરવું.
👉 હાડકામાં દુખાવો- કેટલાક લોકોને ગઠિયાનો રોગ અથવા હાડકામાં દુખાવો રહેતો હોય તેમણે ગાજરનો રસ બનાવી તેના સપ્રમાણ ફ્લાવરનો પણ રસ બનાવી, બરાબર મિક્સ કરી પીવું જોઈએ. જો તમે આ રસનું સેવન બે મહિના સુધી કરશો તો આ સમસ્યામાંથી છુટકારો મળશે.
👉 વજન ઘટાડવા- વજન ઘટાડવા માંગો છો તો તેમના માટે બેસ્ટ ઓપ્શન છે. ફ્લાવરનું સેવન કરવું. ફ્લાવરમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરમાં વધારાની ચરબી ઓગાળવાનું કામ કરે છે. માટે વજન ઓછું કરવાની ઇચ્છા ધરાવતા લોકોએ ફ્લાવરનું સેવન કરવું જોઇએ.
👉 કેટલીક બીમારીમાં ફ્લાવરનું સેવન ન કરવું જોઇએ. પરંતુ ઘણી એવી બીમારી છે જેમાં ફ્લાવર ખાવું ફાયદાકારક છે. તેમ છતાં કેટલીક બીમારીમાં ફ્લાવરનું કેટલું સેવન કરવું તેના માટે ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.
જો ફ્લાવરનું સેવનથી થતાં નુકશાન વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.