🖐 આપણે કોઇ કામમાંથી થાકીને ફ્રી થઇએ ત્યારે આપણા હાથને આરામ આપવા માટે સૌથી પહેલુ કામ હાથની આંગણીઓના ટચાકડા ફોડવાનું કરતા હોઇએ. આમ કરવું આપણા માટે સારું છે કે પછી તેની કોઇ વિપરીત અસર થાય છે.
🖐 ઘણા લોકો એવુ માને છે કે ટચાકા ફોડવાથી હાથને આરામ મળે છે પરંતુ એવુ નથી. વિજ્ઞાન મુજબ, આ ટચાકડા ફોડવાની આદત આપણી હેલ્થ માટે સારી નથી. વારંવાર જો આમ ટચાકડા ફોડ્યા કરવાથી હાથના હાડકાઓ નબળા પડે છે. તે ઘસાય છે અને તેનાથી બીજી પણ ઘણી જ તકલીફો થાય છે. જો તમને પણ ટચાકડા ફોડવાની આદત હોય તો તેને બદલી લેજો. કેમ કે આ ટેવ આગળ જતાં ખૂબ જ તકલીફમાં મૂકી શકે છે.
🖐 આપણા શરીરની વાત કરીએ તો આખા શરીરમાં કુલ મળીને 206 જેટલા હાડકાઓ આવેલા છે. આ બધા જ હાડકાઓ એક બીજાની સાથે જોડાયેલા છે. જો મશીનના સ્પેરપાર્ટને ઘર્ષણથી બચાવવા માટે તેમાં ગ્રીસ કરવામાં આવે છે. તેવી જ રીતે આપણા હાડકાઓને એક બીજાના ઘર્ષણથી બચાવવા માટે તેમાં એક synovial fluid liquid હોય છે. જે ગ્રીસ જેવું જ કામ કરે છે. જેનાથી હાડકાઓ ઘસાતા નથી અને તેને લગતી કોઇ તકલીફો પણ થતી નથી.
🖐 હાડકાને ઘર્ષણથી બચાવતા સીનોવિયલ ફ્લુઇડ લિક્વિડમાં કાર્બન ડાયોક્સાઇડ ભળવાથી એક પરપોટો બને છે. પરંતુ જ્યારે આપણે હાડકાને ત્યાંથી વાળીએ છીએ ત્યારે તે પરપોટો ફૂટી જાય છે. આ પરપોટાના ફૂટવાથી અવાજ આવે છે. આવુ માત્ર આંગળીઓમાં જ નહીં પરંતુ પગમાં પણ ઘણી વાર અવાજ આવે છે.
🖐 જ્યારે આપણે હાથના ટચાકડા ફોડતા હોય ત્યારે તરત જ ફરી તે ફૂટતા નથી. તો તેની પાછળનું કારણ છે કે એ લિક્વિડમાં કાર્બન ડાયોક્સાઇડને ભળતા અને પરપોટો બનતા ઓછામાં ઓછી 20 મિનિટ જેટલો સમય તો લાગે જ છે. જ્યાં સુધી તે પરપોટો નહીં બને ત્યાં સુધી તેમાંથી ટચાકડાનો અવાજ નહીં આવે. તમે વારંવાર પ્રયત્ન કરશો તો પણ ટચાકડા નહીં ફૂટે.
🖐 હાથની આંગળીઓમાં જ્યારે આપણે વારંવાર ટચાકડા ફોડીએ છીએ જેનાથી હાડકાઓના જોઇન્ટ નબળા પડતાં જાય છે. જેનાથી તેમાં ઉત્પન્ન થતા લિક્વિડની માત્રા ઘટતી જાય છે. જો આમને આમ આ લિક્વિડ બનવાનું ઘટતુ જશે તો એક સમય તમને ઘણી જ મુશ્કેલીમાં મુકી શકે છે.
🖐 તમારા શરીરમાં સાંધાઓનો કાયમી દુખાવો પણ થઇ શકે છે અને તેને મટાડવો ઘણો જ મુશ્કેલ છે. ઘણા લોકો ટચાકડો ફોડવા માટે પોતાના સાંધાઓને ખેચે છે. આમ કરવાથી સાંધાની પકડ નબળી પડે છે અને તેનો દુખાવો થવાનું શરુ થાય છે.
🖐 દરેક રિસર્ચ મુજબ એવુ ના કહી શકાય કે ટચાકડા ફોડવાથી કોઇ તકલીફ થાય જ. પરંતુ જો વારંવાર આપણા હાથના ટચાકડા ફોડવામાં આવે તો આખરે નુકશાન તો છે જ. તેનાથી કોઇ ફાયદો તો નથી થતો. માટે આ આદત જો તમને પણ છે તો વહેલી તકી છોડી દેજો.
જો આ ટચાકડા ફોડવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.