👉 ખજૂર સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. તેનું સેવન શરીરમાં લોહીની ઉણપ ઓછી કરવાનું કામ કરે છે. ઘણા લોકો ગરમ દૂધમાં ખજૂર પલાળી ક્રશ કરી સેવન કરતાં હોય છએ તો કોઈ રોજ સવારે ઘીમાં પલાળી અથવા મીઠાઈ બનાવીને તેનું સેવન કરતાં હોય છે. ખજૂર ખરેખર શરીરને તંદુરસ્ત અને પોષક તત્વોથી ભરપૂર બનાવે છે. પરંતુ દરેક વસ્તુ યોગ્ય પ્રમાણમાં ખાવ તો વધારે સારું રહે.
👉 જો તમે દિવસ દરમિયાન ઘણી બધી ખજૂર ખાઈ જાવ છો. તો શરીર માટે હાનિકારક સાબિત થાય છે. તેમજ કેટલીક બીમારી હોય તો તમારે ખજૂરનું સેવન કરતાં અટકવું જોઈએ. ખજૂરમાં ભલે આપણે ફાઈબર, વિટામિન-બી અને વિટામિન-સી મળતાં હોય, પરંતુ અમુક રોગ માટે ખજૂર નુકસાનકારક હોય છે. આરોગ્ય ડાયેટ પણ ખજૂર ખાવાની ના પાડતાં હોય છે. તો ચાલો તે રોગની જાણકારી મેળવીએ…
👉 કિડનીના રોગ- કિડનીના દર્દી હોય તેને હાઈ પોટેશિયમથી દૂર રહેવાનું હોય છે. ખજૂરમાં હાઈ પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. માટે ખજૂરનું સેવન કરવાથી બચવું જોઈએ.
👉 વજન વધારે- અમુક વ્યક્તિ દિવસ દરમિયાન 5-6 ખજૂરનું સેવન કરતાં હોય છે. તે વધારે વજન હોય તેમના માટે હાનિકારક સાબિત થાય છે. કારણ કે ખજૂરમાં કેલરીની માત્રા ઘણી વધારે હોય છે. તે વજન વધારવાનું કામ કરે છે. પંરતુ જો વજન ઓછું હોય અને ખજૂરનું સેવન કરશો તો બરાબર છે. પરંતુ વધારે મેદસ્વિતા હોય તેવા માણસોએ ખજૂર ન ખાવી જોઈએ. અને કોઈ વખત સેવન કરો તો ઓછું કરવું જોઈએ. તમને જણાવીએ એક ગ્રામ ખજૂરમાં 2.5 કેલેરી હોય છે. જે ઝડપથી વજન વધારવાનું કામ કરે છે.
👉 ગર્ભવતી સ્ત્રી- જો કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય અને તે ખજૂરનું સેવન કરે તો શરીરને નુકસાન પહોંચે છે. તેને પહેલા ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.
👉 કબજિયાત- ઘણા લોકો સમજ્યા વગર ખજૂરનું સેવન કરતાં હોય છે. તો ખાસ કરીને કબજિયાત રહેતી હોય તેમણે ખજૂરનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનાથી ઝાડો કઠણ આવે છે અને કબજિયાત વધી જતી હોય છે. સપ્રમાણમાં કબજિયાત વાળા વ્યક્તિએ ખજૂરનું સેવન કરવું જોઈએ.
👉 સ્નાયુઓ નબળાં- ખજૂરમાં પોટેશિયમ અને મેગ્નેશિયમની માત્રા વધારે હોય છે. જેથી તમારા સ્નાયુ નબળાં બને છે. અને તમારા શરીરને નુકસાન પહોંચી શકે છે. માટે ખજૂરનું સેવન યોગ્ય પ્રમાણમાં કરવું જરૂરી છે.
👉 એલર્જી- અમુક વ્યક્તિને એલર્જીની તકલીફ રહેતી હોય છે. કારણ કે ખજૂરમાં ક્રૂકટોઝનું પ્રમાણ વધારે હોય છે. જે એલર્જીક માણસ હોય તેણે ખજૂરનું સેવન ન કરવું જોઈએ. આયુર્વેદમાં પણ ખજૂરનું સેવન સપ્રમાણમાં કરવા કહ્યું છે. તેમાં પણ જો એલર્જીનો શિકાર હોય તેવા લોકોએ ખજૂરનું સેવન કરવું હોય તો ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ. તે સિવાય પણ બીજા ખાદ્ય પદાર્થોથી એલર્જી થતી હોય તો તેનું સેવન બંધ કરવું.
👉 બાળક- જો ઘરમાં નાનું બાળક છે, તો તેનું સેવન ન કરાવવું જોઈએ. કેમ કે તેનાથી બાળકને આંતરડામાં હાનિ પહોંચી શકે છે. બાળક નાનું હોય ત્યારે આંતરડા એટલા વિકસિત હોતા નથી. માટે ખજૂર નુકસાનકારક સાબિત થાય છે.
👉 ડાયેરિયા- ઘરમાં કોઈ વ્યક્તિને ડાયેરિયા થયા હોય તેમને સેવન ન કરવું જોઈએ. ખજૂરમાં લેગઝેટિવ ઇફેક્ટ જોવા મળતી હોય છે. જેના લીધે ડાયેરિયાની તકલીફ વધારે થાય છે. બાળકોને પણ ઝાડાની સમસ્યા હોય તો ખજૂર ન આપવી જોઈએ.
👉 ખજૂર આમ તો શરીર માટે ગુણકારી છે, પરંતુ કેટલીક બીમારીઓમાં ખજૂર નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. ખજૂરનું સેવન કરતાં પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
જો આ પાણીમાં ભજીયા બનાવવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.