🥜 શીંગદાણાનું નામ સાભળતાં જ લોકોના મોંમાં પાણી આવી જતું હોય છે. નાના બાળકોને તો શીંગ બહુ જ ગમતી હોય છે. ઘણા લોકોને શીંગ એટલી પસંદ હોય છે કે આખા દિવસમાં ઘણી બધી ખાઈ જતા હોય છે. ગરીબ લોકોની બદામ કહેવામાં આવે છે. મગફળીમાં ફાઈબરનો ભંડાર ભરેલો હોય છે. મગફળી આખા વર્ષ દરમિયાન તમને બજારમાં સરળતાથી મળી રહે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.
🥜 ડાયેટ ફોલો કરતાં હોય તેવા લોકો પીનટ બટરનું સેવન કરતાં હોય છે. શીંગમાંથી અલગ-અલગ વાનગી બનાવીને ખાવાની મજા આવતી હોય છે. પરંતુ તેનું વધારે સેવન શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં અમુક બીમારીવાળા લોકોએ શીંગનું સેવન ન કરવું જોઈએ. તે હાનિકારક સાબિત થઈ શકે છે. ખૂબ જ ઓછા પ્રમાણમાં તેનું સેવન કરવું જોઈએ. તો ચાલો જોઈએ કેવા લોકોએ શીંગદાણાનું સેવન ન કરવું જોઈએ.
🥜 મગફળીમાંથી મેગ્નેશિયમ, ફોલેટ, કોપર, હેલ્ધી ફેટ વગેરે જેવા પોષક તત્વો મળી રહે છે. તે શરીરને ગુણ કરે છે. પરંતુ કેટલાક પ્રકારના રોગમાં તેનું સેવન સપ્રમાણમાં કરે તો વધારે સારું રહેશે.
🥜 એલર્જી- જે લોકોને એલર્જીનો પ્રોબ્લેમ હોય તેમણે શીંગદાણા ખાવા ન જોઈએ. આપણી આજુબાજુ એવા ઘણા લોકો હશે જે અમુક પ્રકારના ખાદ્યપદાર્થનું સેવન કરે તો તેમને એલર્જી થતી હોય છે. તેનાથી શરીરને નુકસાન પહોંચી શકે છે. માટે જેમને શીંગદાણાથી એલર્જી થતી હોય તેમણે ક્યારેય શીંગદાણા ન ખાવા જોઈએ.
🥜 લિવર- જે લોકો લિવરની સમસ્યાથી પીડાય છે, તેમણે ઓછા પ્રમાણમાં શીંગદાણાનું સેવન કરવું જોઈએ. વધારે સેવન કરવાથી લિવર પર ખરાબ અસર પડે છે. કેમ કે શીંગદાણામાં એવા તત્વો રહેલા છે, જે લિવરની તકલીફ હોય તેમાં વધારો કરી શકે છે. એટલે લિવરની તકલીફ વાળા લોકોએ યોગ્ય માત્રામાં મગફળીનું સેવન કરવું જોઈએ.
🥜 થાઈરોઈડ- થાઈરોઈડની તકલીફવાળા લોકોએ મગફળીનું સેવન ન કરવું જોઈએ. જો તમને હાઈપોથાઈરોઈડ છે તો મગફળીના સેવનથી તમારું ટીએસએચ લેવલ વધી જશે. એટલા માટે તમારે ક્યારેય શીંગદાણા ન ખાવા જોઈએ. જો કોઈ વખત તેનું સેવન કરો તો ખૂબ જ ઓછી માત્રામાં ખાવા જોઈએ. બીજું એ વાતનું ધ્યાન રાખવું કે દવા અને મગફળીનું સેવન કરો ત્યારે ઓછામાં ઓછા 6 કલાકનું અંતર રાખવું જોઈએ.
🥜 વજન વધારે- મેદસ્વીતાથી પીડાતા લોકોએ શીંગદાણાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનાથી વજન ઘટવાની જગ્યાએ વધશે, એવું એટલા માટે કે શીંગદાણામાં કેલરી ખૂબ જ વધારે માત્રામાં હોય છે. એટલે જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેમણે અધિક માત્રામાં શીંગ ન ખાવી જોઈએ.
🥜 એક્સ્ટ્રા- આજકાલ બજારમાં અલગ-અલગ ફ્લેવર વાળી શીંગ મળતી થઈ ગઈ છે. જેનું સેવન કરવું દરેકને પસંદ હોય છે. જો તમે બજારમાં મળતી ફોલેલી ખારી શીંગનું સેવન વધારે કરો છો. તો તેનાથી હાઈ બીપી, હાર્ટ પ્રોબ્લેમ થઈ શકે છે. કારણ કે શીંગના સ્વાદને વધારે સારો બનાવવા માટે તે લોકો મીઠાનો ઉપયોગ કરતાં હોય છે. જે શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે. આ રીતે બજારમાં મળતી શીંગ કરતાં ઘરે કાચી શીંગ લાવી શેકી તેનું સેવન કરવું જોઈએ. તમારા શરીરને ખરાબ થતું બચાવી શકશો.
જો શીંગદાણા વિશેની માહિતી , જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.