👉 ઘણા લોકોને ભોજન સમયે ખૂબ જ પરસેવો થતો હોય છે. આ વાતને આપણે સામાન્ય જ માનીએ છીએ તેને આપણે ગંભીરતાથી નથી લેતા. આવું ઘણા લોકોને થાય જ છે તેમ કહીને જ વાતને ટાળી દેતા હોઈએ છીએ. પરંતુ યાદ રાખો કે આ લક્ષણ કોઈ ગંભીર બીમારીનું પણ હોય શકે છે.
👉 ઘણીવાર વધારે મસાલાવાળો કે ગરમ ખોરાક ખાવાથી પણ પરસેવો થવા લાગે છે. આવું માત્ર ગરમીના દિવસોમાં જ નથી બનતું પરંતુ ઘણા એવા લોકો છે કે જેને શિયાળાની ઠંડી ઋતુમાં પણ ભોજન સમયે પરસેવો થાય છે. આવું માત્ર પુક્ત વયના લોકોની સાથે જ નથી બનતું ઘણા બાળકોમાં પણ આવી તકલીફ જોવા મળે છે.
👉 આ તકલીફ જે વ્યક્તિને હોય છે તે બહાર ભોજન લેતા પણ શરમ અનુભવે છે. તે ઘણીવાર તો જમવાની પણ ના કહેતા હોય છે તેને જમતી વખતે જે પરસેવો થાય છે તે તેને પોતાને પણ સારું નથી લાગતું. આવું બનવા પાછળ શું કોઈ ગંભીર તકલીફ હોય શકે? પરસેવો શા માટે થતો હોય છે? આવા તમામ સવાલોના જવાબ મેળવવા માટે આ આર્ટિકલને સંપૂર્ણ વાંચો.
👉 ભોજન સમયે પરસેવો શા માટે થાય છે : આપણે એવા ઘણા લોકોને જોતાં હોઈએ છીએ કે જેમને ભોજન લેતા સમયે ખૂબ જ પરસેવો થતો હોય છે. આ કોઈ મોટી તકલીફ નથી તેના કારણે ગભરવાની જરા પણ જરૂર નથી. કેમ કે જમતા સમયે શરીરના આંતરિક અવયવો કે જે પાચન ક્રિયાની સાથે સંકળાયેલા છે તે તમામ પોતાનું કામ શરૂ કરે છે જેવો પહેલો કોળિયો મોંમાં જાય કે તુરંત જ પાચન ક્રીયાનું કામ ચાલુ થાય છે. તેના કારણે અમુક લોકોને વિશેષ પરસેવો થતો હોય. ઘણા લોકોને વધારે મસાલા યુક્ત ખોરાકના કારણે પણ પરસેવો થાય છે.
👉 ડાયાબિટીસના દર્દીને પણ ભોજન સમયે પરસેવાનો પ્રશ્ન રહેતો હોય છે. પરંતુ જો તમને પહેલેથી જ કોઈ બીમારી હોય અને તેને કારણે તમને જમતા સમયે પરસેવો વધારે થતો હોય તો ચોક્કસ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. પરંતુ જો તમે નોર્મલ છો અને આ તકલીફ થાય છે તો ચિંતાનો કોઈ વિષય નથી. પરસેવાને રોકવાનો કોઈ જ ઉપાય નથી.
👉 વધારે પરસેવો થાય તે સમયે કરવા જેવા ઉપાયો : પરસેવો થવો સામાન્ય છે તેને સદંતર બંધ તો ના કરી શકાય પરંતુ થોડા એવા ઉપાયો ચોક્કસ છે કે તે કરવાથી થોડો ફેર જરૂર જણાય છે.
👉 (1) જમતા સમયે જો પરસેવો થાય તો તમે બહારનું જે ભોજન લો છો તે એકદમ ઓછું કરો થોડા ભૂખ્યા જ રહેવાનું પસંદ કરો. આ રીતે તમે પરસેવાથી બચી શકશો.
👉 (2) ભોજન વખતે જો પરસેવો થાય તો તમે વધારે પ્રમાણમાં પ્રવાહી લઈને તેને રોકી શકો છો. તેમ પ્રવાહી લેવાથી પણ પરસેવો ઓછો થશે.
👉 (3) જો પરસેવો થાય છે અને તેને રોકવા માટે ના અન્ય કોઈ ઓપ્શન તમારી પાસે નથી તો તમે ભોજન સમયે તમારી પાસે રહેલ ટીસ્યુ કે હાથ રૂમાલની મદદથી પણ પરસેવાને લૂછી શકો છો.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.