મૃત્યુ એ આપણા જીવનનું અટલ સત્ય છે. જેને કોઈપણ વ્યક્તિ રોકી શકતી નથી. આ પૃથ્વી પર જે વ્યક્તિનો જન્મ થયો છે, તેનું મૃત્યુ એકના એક દિવસે નિશ્વિત છે. પરંતુ દરેકના ધર્મ પ્રમાણે મૃત્યુ પછીની વિધી અલગ અલગ હોય છે. મૃત શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અલગ વિધી હોય છે. એવી જ રીતે મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી વગેરે ધર્મના લોકોની વિધી અલગ હોય છે.
હિન્દુ ધર્મમાં વ્યક્તિના મૃત્યુ પછી રાત્રે અગ્નિ સંસ્કાર કરવામાં આવતો નથી અને તેમાં ખાસ કરીને જો કોઈ મહિલા મૃત્યુ પામે તો તેને લક્ષ્મીનો વાસ ગણીને આખી રાત ઘરના એક રૂમમાં રાખી સવારે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે.
પરંતુ આજ સુધી આપણે જેટલા પણ મૃત દેહ જોયા અથવા સગા-સંબંધીનું મૃત્યુ થયું ત્યારે ગયા હશો તો જોયું હશે કે લાશને એક રૂમમાં એકલી રાખવામાં આવતી નથી. તેની આસપાસ કોઈને કોઈ સગા કે વસ્તુ રાખવામાં આવે છે. તો તમે ક્યારેય વિચાર્યું કે આવું શા માટે હશે?
કોઈ પણ વ્યક્તિ રાત્રે મૃત્યુ પામે તો સવારે વહેલા અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. જ્યાં સુધી બધા સગા-સંબંધી ન આવે ત્યાં સુધી ઘરના એક રૂમમાં આખી રાત રાખવામાં આવે છે. લાશની પાસે આખી રાત બેસી રહેતા હોય છે. હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે મૃત વ્યક્તિની આત્મા તેની આસપાસ રહેતી હોય છે. મૃત્યુ થાય તો છેક જ્યાં સુધી બારમાની વિધી એટલે કે અમુક લોકોમાં પાણીઢોળ કહેતા હોય છે. તે વિધી પૂરી ન થાય ત્યાં સુધી તે વ્યક્તિની આત્મા આસપાસ ફરતી રહે છે.
કેમ છોડવામાં આવતી નથી લાશ- મૃતદેહને કોઈપણ સંજોગોમાં એકલો છોડવામાં આવતો નથી. તેની આસપાસ કોઈને કોઈ હોય છે જ. ગરુડ પુરાણમાં પણ મૃત શરીરને એકલા ન છોડવાનું કહેવામાં આવ્યું છે અને તેના માટે કેટલાક કારણો જવાબદાર છે તે જાણીએ.
-મૃતકની આત્મા તેના શરીરની આસપાસ જ રહે છે. તે શરીરમાં ફરી પ્રવેશવાના પ્રયત્નો કરે છે. કેમ કે તેનું શરીર સાથે જોડાણ હોય છે. અને પ્રિયજનોનો પ્રેમ તે આત્મા પર પ્રભુત્વ ધરાવે છે. માટે લોકોને મૃત શરીરને એકલા છોડી જતા જોતા તે દુખી થાય છે.
-રાતના સમયે મૃત દેહ એકલો મુકવાથી મુશ્કેલી ઉભી થાય છે. કેમ કે દુષ્ટ આત્માઓ રાત્રિ દરમિયાન સક્રિય થતી હોય છે. અને આવી પરિસ્થિતિમાં તે મૃતકના શરીરમાં પ્રવેશ કરી શકે છે. જે પરિવારના સભ્યો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
-રાત્રિ દરમિયાન કેટલીક તાંત્રિક ક્રિયાઓ પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં મૃતદેહને એકલો છોડી દેવાથી આત્મા મુશ્કેલીમાં મુકાતી હોય છે. તેથી મૃતદેહ પાસે કોઈનું કોઈ બેસી રહેતું હોય છે.
-ઘણી વખત શબને લાંબા સમય સુધી રાખવામાં આવે તો તેમાંથી દુર્ગંધ આવે છે જેના કારણે અનેક બેક્ટેરિયા વધવા લાગે છે. કેટલીક વાર માખીઓ પણ બેસવા લાગે છે. તેથી મૃતદેહની આજુ બાજુ અગરબત્તી કરવામાં આવતી હોય છે.
-કેટલીક વખત મૃત શરીરને એકલું મૂકી દેવામાં આવે તો આસપાસ લાલ કીડીઓ, કેટલાક જીવ-જંતુઓ આવવાનો ડર રહેતો હોય છે. માટે મૃતકની નજીક સગા સંબંધીને બેસાડવામાં આવે છે. મૃત વ્યક્તિનું શરીર એટલું પવિત્ર થઈ ગયું હોય છે કે તેને એકલું રાખી શકાય એમ હોતું નથી.
-હિંદુ ધર્મમાં બારમા દિવસે વિધી કરવામાં આવે છે. જેને કેટલાક લોકો પાણીઢોળ કહેતા હોય છે. સામાન્ય રીતે અત્યારના સમયમાં 7 દિવસે અથવા 9 દિવસે આ વિધી કરી લેતા હોય છે. મૃત્યુ એ પરિવર્તનશીલ ક્રિયા છે. જે જન્મે છે તે એક દિવસ મરવાનું તો છે જ. પણ આ મૃત્યુ એક એવી વસ્તુ છે જેની જાણ મોટાભાગના લોકોને ઓછી હોય છે. અને તેમાં પણ આ રીત વિશે કેટલાક લોકો નહીં જાણતા હોય.
મૃત્યુ વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.