👉 ભારત દેશ સદીઓથી આયુર્વેદિક ઉપચારમાં જ માનવાવાળો દેશ છે. ભારત દેશમાં દરેક ઘરોમાં એવા ઘણા ઔષધીય છોડ જોવા મળી જ રહે છે. અહી દરેકના રસોડામાં પણ એવી ઘણી ચીજ હોય છે જે એક આયુર્વેદિક ઉપચાર હોય છે.
👉 ઘણા એવા છોડ કે ઝાડ હોય છે જેના પાનથી લઈને તેના મૂળ પણ એક દવાના રૂપમાં જ વાપરી શકાતા હોય છે આજે આપણે વાત કરવાના છીએ કડવા લીમડાની. લીમડો ભલે કડવો છે પરંતુ તેના ગુણ ખૂબ જ મીઠા છે. આ કડવો લીમડો આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્ય વર્ધક ફાયદા છે.
👉 લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો કડવો સ્વાદ લોકોને પસંદ નથી તેથી લોકો તેને પસંદ કરતાં નથી. આ લીમડાની છાલ, પાન અને તેની ડાળીઓમાં પણ ખૂબ જ ગુણ રહેલા છે. ભારતમાં આ વૃક્ષ તમને દરેક સ્થાને મળી જાય છે. લીમડાની પાતળી ડાળી ભારતીય લોકો દાતણ તરીકે ઉપયોગમાં લેતા હતા.
👉 આજના સમયમાં ભારતમાં પણ લોકોને આ લીમડાનું દાતણ પસંદ નથી. પરંતુ વિદેશમાં આજ ચીજને સારી રીતે પેક કરીને પછી તેને માર્કેટિંગ કરવામાં ખૂબ જ પૈસા કમાઈ શકે છે. શું તમને એ વાતની ખબર છે કે આ લીમડાના દાતણની ઓનલાઈન 1 પેકેટની કિંમત અમેરિકામાં 800 સો રૂપિયા જેવી છે. ભારતની મેડિકલ કંપનીઓ આના દ્વારા સારો એવો નફો મેળવો છે.
👉 ઓનલાઈન લીમડાંનું દાતણ : આજકાલ લોકો ઓનલાઈન શોપિંગ કરતાં થયા છે ત્યારે અમેરિકામાં આ લીમડાનું દાતણ ખૂબ જ પ્રચલિત બન્યું છે. લીમડાના ગુણ તો અઢળક છે અને તેને ધ્યાનમાં લઈને વિદેશમાં લોકો ભારતીય સભ્યતાને અપનાવી રહ્યા છે તેની સામે ભારતીય લોકોએ પોતાની પરંપરાને છોડીને વિદેશી સભ્યતા તરફ વળ્યા છે.
👉 ભારતીય લોકો હવે ઇલેક્ટ્રિક બ્રશ પસંદ કરે છે. જ્યારે વિદેશી લોકો જાણતા થયા છે કે આ ભારતીય લીમડામાં ઘણા ગુણ છે લીમડાનો રસ દાંતની જડને મજબૂત બનાવે છે. તેનામાં રહેલો એન્ટિ બેક્ટેરિયલ ગુણ મોંની દુર્ગંધને દૂર કરે છે, બેકટરીયાથી પણ તે દાંતને રક્ષે છે.
👉 ભારતીય ઘણી એવી સાઈડો છે કે જેના પર લીમડાના દાતણ મળે છે. નીમ ટ્રી ફર્મ્સ પર આ દાતણની કિંમત ઓછામાં ઓછી લગભગ 1800 રૂપિયા જેવી છે. તેના પર લીમડાના ગુણ જણાવવામાં આવે છે તેથી વેચાણ પણ સારું એવું થાય છે.
👉 લીમડાના દાતણના ઉત્પાદન માટે કંપની પોતે જ લીમડાના વૃક્ષોનો ઉછેર કરે છે અને તેમાંથી તે પાતળી ડાળીઓના દાતણ બનાવીને તેને વેચાણ માટે સાઈડ પર મૂકવામાં આવે છે.
👉 લીમડાના દાતણની વિદેશમાં માંગ : જો તમારે જાણવું હોય કે લીમડાના દાતણની શું માંગ છે તો તેની વેબસાઇડ ચેક કરો. લોકો દાતણને તેની સાઈઝ અનુસાર પસંદ કરતાં હોય છે. આ પેકિંગમાં મળતા દાતણ તમે પેકિંગની બહાર લાવ્યા બાદ પણ 3 મહિના સુધી ઉપયોગ કરી શકો છો. આ પેક્ડ દાતણ કેવી રીતે સ્ટોર કરવું જોઈએ તેની તમામ સૂચના પણ પેકિંગ પર આપવાનમાં આવે છે. વિદેશી બજારમાં વધુમાં વધુ 6 થી 7 ઈંચમાં દાતણ લોકો વિશેષ પસંદ કરે છે.
👉 એમેઝોન પર લીમડાનું દાતણ : ભારતમાં પણ આપણે જો ઓનલાઈન લીમડાના દાતણની ખરીદી કરવી હોય તો તે કરી શકાય છે. આ એક પેકિંગમાં તમને 100 દાતણ મળે છે જો એમેઝોન પરથી અમેરિકા ઓર્ડર કરવામાં આવે તો તેની કિંમત 800 રૂપિયા છે જ્યારે તે જ પેક તમે ભારતમાં ઓર્ડર કરો તો તેની કિંમત 12.50 જેવી હોય છે. આ બંનેના ભાવમાં એટલો ડિફરન્ટ છે કે લોકો તે સાંભળીને જ ચોંકી જાય છે.
👉 એવું કહી શકાય કે ભારતીય દરેક ઘરોમાં જે ફ્રીમાં જ પહોંચી શકે તેવી વસ્તુ વિદેશમાં કેટલી મોંઘી કિંમતે મળે છે. ભારતના લોકો જેની કોઈ કિંમત કરતાં નથી તેવી ચીજને અમેરિકા જેવા દેશમાં લોકો હજારોમાં મેળવવા માંગે છે.
જો આ લીમડાનાં દાતણ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.