પોતાની કાર હોય તે દરેક વ્યક્તિનું સપનું હોય છે. અને તેમાં પણ સનરુફવાળી કાર હોય તો પ્રવાસ કરવાની મજા જ કંઈક અલગ હોય છે. આજના સમયમાં દરેક લોકો ઇચ્છે છે કે તેમની કારમાં સનરુફ હોય. આજકાલ કારમાં સનરુફ એક પ્રકારની ફેશન બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. સનરુફ હવે એક એવું ફીચર બની ગયું છે. તેની માંગમાં પણ દિવસ જાય તેમ વધારો થઈ રહ્યો છે. તો આજે તમને જણાવીશું કે સનરુફ કારના ફાયદા અને નુકશાન વિશે. તે કેવી રીતે તમને ફાયદો અને આપશે અને નુકશાન.
સનરુફ શું છે?- સનરુફ એક પ્રકારની પેનલ હોય છે. જેનાથી કારમાં હવા ઉજાસ રહેતો હોય છે. તે બે પ્રકારની હોય છે. એક મેન્યુઅલ અને બીજો છે ઓટોમેટિક. સનરુફ આપણને અંદરથી કાર મોટી હોવાનો અહેસાસ કરાવે છે. તે સિવાય પણ જેટલો મોટો સનરુફ હોય તેટલી કારમાં પ્રાકૃતિક રોશની વધારે પ્રવેશ કરતી હોય છે. તેમાં પણ નવા ફિચર આવી ગયા છે. નવા રૂપમાં સનરુફનો ગ્લાસ ઘણો મોટો આવતો હોય છે. તેમાં કેટલીક કાર એવી પણ આવતી હોય છે કે બે સનરુફ હોય જેથી પાછળની સીટ પર બેઠેલ વ્યક્તિ પણ તેનો આનંદ માણી શકે. સનરૂફ પણ અલગ અલગ પ્રકારના આવે છે, ઉદા. પોપઅપ સનરૂફ, સ્લાઇડિંગ સનરૂફ, ઇલેક્ટ્રોનિક સનરૂફ વગેરે..
🔆🚙 સનરુફ કારના ફાયદા નીચે મુજબ છે 👍
🚙 કાર તમને ઓપન હોવાનો અનુભવ થશે- સનરુફ વાળી કાર ખરીદો છો અને તેમાં બેસો ત્યારે કારમાં સ્પેસ અને ઓપન હોય તેવું લાગશે. સનરુફથી તમારી કારમાં નેચરલ લાઈટ રહેશે. ઘણી વખત આપણે કેબિનમાં હવાનું બેલેન્સ કરવા માટે વિન્ડો ઓપન કરતા હોઈએ છીએ. પણ તેનાથી વધારે સનરુફ મદદરૂપ થશે. સનરુફ કારમાં હોવાથી ખુશનુમાં વાતાવરણની તમે મજા લઈ શકશો. જ્યારે વધારે ગરમી કે ઠંડી ન હોય ત્યારે. અથવા ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ ન આવતો હોય ત્યારે રોમેન્ટિક વાતાવરણમાં સનરુફ વાળી કારમાં તમે લોન્ગ ડ્રાઈવ પર જઈ શકો છો.
🚙 કારના કાચ ખોલ્યા વગર હવાની મજા લઈ શકો- કેટલીક વાર આપણે હાઇવે પર કાર ફાસ્ટ ચલાવતા હોઈએ છીએ, તે દરમિયાન ગાડી ઝડપી ચાલવાના કારણે કાચ ખોલવા પડતા હોય છે, પરંતુ હવાની સાથે ઘોંઘાટ પણ એટલો થતો હોય છે. તો સનરુફ ખોલવાની અવાજ ઓછો થઈ જશે. અને હવા પણ તમને શાંતિથી મળી રહેશે.
🚙 ફ્યૂલ ઓછું બળશે- અમુક વ્યક્તિ કાર ચલાવતા હોય છે. ત્યારે કારના વિન્ડોના કાચ ઓપન રાખતા હોય છે. પરંતુ તેમને ખબર નથી હોતી કે કાર ચલાવીએ ત્યારે હવાનું ઘર્ષણ થાય છે. જેના કારણે ગાડી ધીમી થઈ જાય છે. બીજી રીતે જુઓ તો જ્યારે એસી ચાલુ કરો તો તેના કારમાં રહેલું પેટ્રોલ વધારે વપરાય છે. જ્યારે તમે સનરુફ ખોલો છો ત્યારે આ પ્રકારની કોઈપણ ચિંતા રહેતી નથી. ટૂંકમાં કાચ કરતાં ઓછું ઘર્ષણ બળ લાગે છે. અને વગર AC માં પણ ઠંડક રહે છે.
🚙 ઈમરજન્સી- ઘણી વખત ગાડીમાં દુર્ઘટના થતી હોય છે. આપણે તો સપનાંમાં પણ ન વિચારીએ પરંતુ કોઈ વાર દુર્ઘટના થાય ત્યારે ગાડી લોક હોવાથી તેના દરવાજા ખુલી શકતા નથી. તો આપણે સનરુફ ખોલી શકીએ અથવા તેનો કાચ તોડીને પણ બહાર આવી શકીએ છીએ. એટલે ઈમરજન્સી હોય ત્યારે તમે તાત્કાલિક માથા પર રહેલા સનરુફનો ઉપયોગ કરી શકો છો.
🚙 દેખાવમાં સારું લાગે- આપણે કારમાં બેસીએ ત્યારે સનરુફ એક કાચનો ટુકડો હોય તેવું લાગે છે. પણ ડ્રાઈવ કરો ત્યારે તે કારને શાનદાર બનાવે છે.
🚙 કારમાં બેઠા બેઠા તડકાનો આનંદ– શિયાળાની સીઝનમાં તમે બહાર જાવ અને તડકાની મજા લેવી હોય તો તમે સનરુફ ઓપન કરી શકો છો. ડ્રાઈવ કરતી વખતે તમે સૂર્યની રોશનીની મજા લઈ શકો છો. તમે શહેરમાં આ કાર લઈને નીકળો ત્યારે સનરુફ ઓપન કરશો તો મૂડ સારો બનાવી દેશે. તમારે વધારે તડકો જોઈતો હોય તો સનરુફ ખોલવાની જરૂર નથી માત્ર તેનું કવર થોડું ખસેડી દેશો તો પણ તડકાનો આનંદ લઈ શકશો.
🔆🚙 હવે આપણે જોઈશું સનરુફ કારના નુકશાન વિશે. 👎
🚗 તમારા ઇન્ટીરિયરને ગરમ કરે છે- સનરુફ તમારા માથા પર હોવાથી ઉનાળાની સીઝનમાં કાર ઝડપથી ગરમ થઈ જતી હોય છે. તમે સનરુફની કવરને આગળ કરીને આ તકલીફમાંથી છુટકારો મેળવી શકો છો.
🚗 આપણા દેશના વાતાવરણને ધ્યાનમાં લેવું- તમે ભારત દેશમાં વધારે ગરમી અથવા ઠંડા પ્રદેશમાં રહો છો. તો બની શકે આ કાર તમારા માટે બેસ્ટ હોય. આ કાર વસંતઋતુ હોય ત્યારે સારી રીતે કામ આવે છે. એટલે કે સનરુફનો ઉપયોગ વાતાવરણ પણ વધારે નિર્ભર રાખે છે. સનરુફ વધારે ઠંડા શહેરકે પ્રદેશ માટે ઉપયોગી છે. કેમ કે ડ્રાઈવિંગ કરતી વખતે તમે સૂર્યનો તડકો કારમાં લઈ શકો છો.
🚗 વરસાદમાં ખાસ ધ્યાન રાખવું- જો તમારા સનરુફમાં સીલ નથી તો ગાડીમાં લીકેજ થવાનો ખતરો વધારે રહે છે. અને જો તમે લીકેજને રિપેર કરાવવા જાવ છો. અને તેના માટે ગાસ્કેટનો ઉપયોગ થાય છે. તે ઘણું મોઘું આવે છે. ઘણી વખત લીકેજના કારણે તમારી કારનું ઇન્ટીરિયર પણ ખરાબ થઈ શકે છે. આ બહુ મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. લીકેજ થતું હોય અને તમે વારંવાર રિપેર કરાવ્યું તો તેના સીલમાં ફેરફાર થઈ શકે છે. અને તેના કારણે વરસાદની સીઝનમાં પાણી ટપકવાની તકલીફ થાય છે.
🚗 કારનું ગુરૂત્વાકર્ષણ કેન્દ્ર- તમારી ગાડીની ઉપર મોટર્સ, પેનલ અને REINFORCED મટીરિયલ લાગેલું હોવાના કારણે સીટ મેટલથી વજન વાળી થઈ જાય છે. એટલે કે ગાડીનો ઉપરનો ભાગ ભારે વધારે વજન વાળો થઈ જાય છે. તમારી કારનું સંપૂર્ણ વજન અને સરેરાશ સ્થિતિ શોધીને ગુરૂત્વાકર્ષણ કેન્દ્રની ગણતરી કરવી જોઈએ. તમારું ગુરૂત્વાકર્ષણ કેન્દ્ર જેટલું ઓછું હશે તેટલી કારની સુરક્ષા વધારે સારી બનશે. સનરુફ કારમાં લગાવવાના શોખમાં કારની સુરક્ષા તમે ઓછી કરી રહ્યા છો.
🚗 રિસેલ વેલ્યૂ- દરેક વ્યક્તિ જૂની કાર ખરીદતો હોય ત્યારે કારના દરેક પાર્ટ બારીકાઈથી ચેક કરતા હોય છે. જો તમે સનરુફ વાળી કારને કોઈ લેનારને બતાવશો તો પહેલા તેની નજર સનરુફ પર પડશે. અને તે પહેલા સનરુફને ચેક કરશે. જો તેમાં થોડી જગ્યા અને કાટ કે એવું કંઈ પણ દેખાયું તો તરત તમારી કારની કિંમત ઓછી થઈ જશે. પછી ભલે તમારી ગાડીની કંન્ડીશન સારી હોય પરંતુ સનરુફના કારણે તેની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.
🚗 તે સિવાય સનરુફના કારણે તડકો અંદર આવશે અને તેના યુવી કિરણો કારનું ઇન્ટીરિયર ખરાબ કરશે. વરસાદ અને વધારે ગરમી શરૂ થાય તે પહેલા તમે સનરુફ બંધ ન કર્યું તો કારને અંદરથી ખરાબ થવા લાગશે. વરસાદના ટીંપા તમારી કેબિનમાં સંભળાશે અને તમને કેટલીક વાર તકલીફ પડે શકે છે.
કોને સનરૂફવાળી કાર લેવાય અને કોને ના લેવાય. 👍🤝👎
વાતાવરણ – કોને લેવાય અને કોને ના લેવાય તે માટે ફક્ત 2 કારણ જ જણાવીશું તેમાં પહેલું છે, વાતાવરણ. જો તમારું વાતાવરણ થોડું ઠંડુ રહેતું હોય અને તમારે સૂર્યની જરૂર રહેતી હોય અથવા વધુ તડકો ના આવતો હોય તેવા વિસ્તારના લોકો માટે આ કાર ખરાબ નથી. પણ, જો તમે અતિશય ગરમ વિસ્તારમાં રહો છો તો મોટા ભાગે તમે આ સનરૂફનો યુજ નહીં કરી શકો અને ઉપરથી આ સનરૂફ અમુક નુકશાન પણ કરી શકે છે.
શોખ – આ વસ્તુ એ છે કે, તમને જો શોખ છે સનુરઉફ વાળી કાર ખરીદવાનો અથવા તમારા પરિવાર અને બાળકોને આનંદિત રાખવાનો તો આ કાર તમારા માટે પ્રોબ્લેમ નથી, કેમ કે, ખુશીઓ અને શોખ માટે તમે આ ગાડી જરૂર લઈ શકો છો. અંતિમ નિર્ણય આપનો રહેશે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર.તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.