ગાયમાં એક સૂર્યનાડી કરીને એક ગ્રંથિ હોય છે, તે ગ્રંથિ ગાય જ્યારે ચરવા જાય ત્યારે તેના શરીરમાં એક્ટિવ થાય છે. અને તેના દૂધમાં આ સૂર્યનાડીનો પ્રભાવ જોવા મળે છે. તે દૂધ થોડું સોનેરી પીળાશ ચમકાર મારતું જોવા મળે છે. આ સૂર્યનાડી દેશી ગાય સિવાય કોઈમાં જોવા મળતી નથી. ગીર ગાય અથવા તો વિદેશી ગાયમાં કયારેય જોવા મળતી નથી અને ભેંસમાં તો સાવ જ નહીં. માટે આપણે ગાયના દૂધને માં ના દૂધ સાથે સરખાવી છીએ. તો આવો જાણીએ બીજી આવી વાતો જેનાથી ખબર પડશે કે ગાયને કેમ આપણે માતા કહી છીએ…
સમુદ્ર મંથન થયું હતું તે સૌ કોઈ જાણે છે અને તે વખતે ઘણા બધા અનમોલ રત્ન અને બીજી પણ કેટલીક મુલ્યવાન વસ્તુઓ મળી હતી. તેમાંની એક કામધેનુ ગાય હતી. જે વસિષ્ઠ દેવને આપવામાં આવી હતી. આ રીતે તેમની પાસે 9 જેટલી ગાયો હતો. જેમાં કામધેનુ, દેવની, નંદની, અને ભૌમા ગાયો ખૂબ જ મહત્વની ગાયો હતી. કહેવાય છે કે ઘણા રાજા અને ઋષિમુનિઓએ કામધેનુ ગાય માટે યુદ્ધ કર્યું, પરંતુ વશિષ્ઠ ગુરુએ 100 પુત્ર ગુમાવ્યા છતાં કામધેનુ ગાય ન આપી. છેવટે રાજા ઇન્દ્રએ તે કામધેનુ ગાય ચોરી લીધી. આ રીતે પૌરાણિક કથા અનુસાર ગાયને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે.
ગાયના કેટલાક પુણ્યો સાથે જોડાયેલી વાતો- હજારો વર્ષો પાછળ વળીને જોઇશું તો પણ ગાયના દાનને શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે. ઘરમાં દીકરીના લગ્ન થાય ત્યારે દીકરીને ગાયનું દાન આપવામાં આવે છે. આજે સમાજ આધુનિકતા તરફ આગળ વધ્યો છે, જેના કારણે સોના-ચાંદીની ગાયના દાન આપવામાં આવે છે. પરંતુ એક સમય એવો હતો કે ઘણા લોકો સાચી ગાયનું પણ દાન આપતા હતા. બ્રાહ્મણને પણ ગાયનું દાન આપવું શુભ માનવામાં આવે છે.
ગાયનું સ્થાન હિંદુ ધર્મમાં- ગાયમાં 33 પ્રકારના દેવી-દેવતાઓનો વાસ હોય તેવું કહેવામાં આવે છે. માટે ગાયનું આખું શરીર દેવભૂમિ મનાય છે. પહેલાના સમયનું એક પુરાણ છે ભવિષ્ય પુરાણ. જેમાં કહેવાયું છે કે ક્યાં દેવતાનો વાસ કઈ જગ્યા પર છે.
ગાયના કંઠમાં વિષ્ણુ ભગવાન હોય છે અને મુખમાં શિવનો વાસ હોય છે. ગાયના પીઠના ભાગમાં બ્રહ્મ દેવ હોય, શિંગડાના ભાગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. બધા દેવી દેવતાઓ ગાયના મધ્ય ભાગમાં નિવાસ કરતા હોય છે. તેની પૂંછમાં અનંત નાગનો નિવાસ હોય છે. ગાયની આંખમાં સૂર્ય અને ચંદ્ર રહેલા હોય છે. ગાયના છાણમાં લક્ષ્મી અને ગાયના મૂત્રમાં બધી જ પવિત્ર નદીઓ તથા અશ્વિની કુમારો રહેલા છે. ગાયના રોમ રોમમાં ઋષિમુનીઓનો વાસ હોય છે.
આ બધું વાંચીને તમારા મનમાં પ્રશ્ન ઉદ્દભવશે એથવા અંધવિશ્વાસ જેવું લાગશે કે દેવી-દેવતાઓનો વાસ થતો હશે તો અમે તમને વિજ્ઞાન પ્રમાણે સાબિત આપીએ…
ગૌમૂત્ર- ગૌ મૂત્રને આપણે રોજ પીએ તો શરીરને ખૂબ જ ફાયદો થતો હોય છે. તેને ધરતી પરનું અમૃત કહેવામાં આવે છે. તેમાં બધી પવિત્ર નદીઓ અને અશ્વિનીકુમારોનો વાસ છે તેવું કહેવામાં આવે છે. વૈદ્યના ડૉક્ટર આપણે અશ્વિની કુમારોને માનીએ છીએ.
આધુનિક સમયમાં પણ આપણે ગૌ મૂત્રને બધા જ રોગોની દવા તરીકે માનીએ છીએ. આયુર્વેદમાં ઔષધી તરીકે ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તેના નિયમિત સેવનથી કેન્સર જેવી ભયંકર બીમારીને દૂર કરવાની તાકાત પણ તેમાં રહેલી છે. આ રીતે ઔષધિય ગુણ ગૌ મૂત્રમાં રહેલા હોવાના કારણે તેને વૈજ્ઞાનિકો પણ માને છે.
ગૌછાણ- ગૌમૂત્રની જેમ ગાયનું છાણ પણ વિવિધ ધર્મ કાર્યોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. ઘરમાં લીંપણ તરીકે પણ ગાયના છાણનો ઉપયોગ થાય છે. તેમજ હવન માટે ખાસ ગાયના છાણાનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી ઘરમાં પવિત્રતાનો વાસ થાય છે. અને ઘરમાં રહેલા જીવજંતુઓ પણ દૂર થઈ જાય છે.
ગાયનું છાણ સૂકાય જાય પછી તેનો ઉપયોગ આપણે ખેતી કરવામાં કરતા હોઈએ છીએ. દરેક વ્યક્તિ જાણે છે કે ગાયના છાણ જેવું છાણીયું ખાતર બીજે મળી શકે તેમ નથી. એટલે તેના ખાતરમાંથી થયેલા પાકની ગુણવત્તા ઉત્તમ હોય છે. કહેવાય છે કે ગાયના છાણમાં લક્ષ્મીનો વાસ રહેલો હોય છે. હિંદુધર્મમાં પુરાણોમાં જે પણ વાત કરેલી છે તે ક્યારેય ખોટી કહેવામાં આવી નથી. અને એટલે જ હિંદુ ધર્મને પ્રાચીન અને ઋષિમુનીઓની વૃદ્ધિ પામેલો ગણાવામાં આવ્યો છે.
ગાયની પૂજાથી ઇચ્છાઓ થાય છે પૂરી- ગાયની પૂજા કરવાના કારણે ઇચ્છીત ફળ પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે. જે ઘરમાં ગાય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ વ્યાપેલી રહેતી હોય છે. જે લોકો ભણતરની સાથે ગાયની પણ પૂજા કરે તો તેમનો માનસિક વિકાસ ઝડપથી થઈ શકે છે. ગાયને ઘાસ ખવડાવાથી ધનની પ્રાપ્તિ થાય છે. અને સંતાન પ્રાપ્તિ માટે પણ ગાયની પૂજા કરવાની શુભ માનવામાં આવે છે.
ગાયનું પૈસાની ર્દષ્ટિએ મૂલ્ય- ગાયના દૂધ અને તેમાંથી બનાવેલી વાનગીમાં કોઈ પ્રકારની શંકા કરી શકાય નહીં. તે સિવાય પણ ગૌમૂત્રનો ઉપયોગ ઘણી બધી આયુર્વેદિક દવાઓ બનાવવા થાય છે. ગાયમાંથી જે કોઈ વસ્તુ બનાવામાં આવે છે અને જો તેનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણો લાભ થાય છે. ગાયનું ઘી પણ શરીર માટે એટલું જ ગુણકારી માનવામાં આવે છે. અત્યારે તમે જોઈ શકો છો કે, અમુક ગાયનું દેશી ઘી 3000 – 5000 રૂ. નું લિટર મળે છે, અને અમુક ગાયોનું ઘી આનાથી પણ મોંઘું મળે છે.
- તેના વૈજ્ઞાનિક ર્દષ્ટિએ લાભ-
ગાય જ્યારે દૂધ આપતી હોય છે ત્યારે તેમાં લેક્ટોઝનું પ્રમાણ સારી માત્રામાં રહેલું હોય છે. તેથી અનેક લાભો થતા હોય છે. ગાયના મૂત્રમાં પોટેશિયમ, સોડિયમ, યુરિયા, યુરિક એસિડ, જેવા ઘણા ન્યુટ્રીએન્ટ રહેલા હોય છે. જેથી ગૌમૂત્ર અનેક રીતે ફાયદાકારક મનાય છે.
ગૌમૂત્ર કેન્સર માટે રામબાણ ઇલાજ મનાય છે. તેનાથી ગળાનું, અન્નનળીનું કેન્સર, પેટનું કેન્સર માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. કેન્સર શરીરમાં કરકન્યુમીન નામના તત્વની ઉણપથી થતું હોય છે. જે ગૌમૂત્રમાં ભરપૂર હોય છે.
- ગૌમૂત્રના ફાયદા-
એક ગ્લાસ ગરમ પાણીમાં ચાર ટીંપા ગૌમૂત્રના નાખી તેમાં એક ચમચી મધ, અને એક ચમચી લીંબુનો રસ નાખીને રોજ પીવાથી પેટમાં જમા થયેલી ચરબી ઘટે છે. ગૌમૂત્ર લોહીને શુદ્ધ કરવાનું પણ કામ કરે છે. જેના લીધે શરીરમાંથી ઘણી બીમારીઓને દૂર કરી શકાય છે. અને લીવરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.
જો તમને કફ અને ગળામાં ખરાશ જેવું લાગતું હોય ત્યારે ગૌમૂત્રમાં એક ચમચી મધ અને એક ચમચી હળદર નાખીને તેના કોગળા કરવા જેથી તમને તરત રાહત મળશે. તે સિવાય પણ પેટને લગતી સમસ્યા, મોઢામાં ચાંદા પડ્યા હોય કે યકૃતની કોઈ તકલીફ હોય તેને દૂર કરવા માટે ગૌમૂત્ર બેસ્ટ છે.
દેશ અને દુનિયામાં ગાયની અલગ-અલગ પ્રજાતીઓ જોવા મળે છે. તેમાં ભારતમાં અંદાજે 28 પ્રકારની ગાયો જોવા મળે છે. વિદેશોમાં પણ લોકો ગાય રાખતા હોય તેવું જોવા મળે છે. પરંતુ ભારતીય ગાયને વધારે પૂજનીય માનવામાં આવે છે.
આ રીતે ગાયને સૌથી વધારે પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. હજારો વર્ષોથી ગાયની પૂજા થતી આવી છે અને પૂજા થતી રહેશે. આ વાત ગમી હોય તો, કોમેન્ટમાં “જય ગૌમાતા” જરૂર લખજો.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.