💁શું તમે ઘરના વપરાશની વિધુત સોલરની મદદથી મેળવવા માંગો છો, તો આ આર્ટિકલની માહિતીને અવશ્ય વાંચો. અને મેળવિલો તમામ પ્રશ્નોના ઉત્તર ઘરે બેઠા..
💁આજના સમયમાં લોકોએ પોતાની ઇન્કમમાથી કઈક બચાવવા માટે ઘણું વિચારવું પડે છે, અને એમ તે પોતાની થોડી મૂડીને બચાવી શકે છે. આજના મોંઘવારીના સમયમાં તમામ વસ્તુઓ ખૂબ જ મોંઘી અને મુશ્કેલ બની છે તેવામાં લોકો પોતાના ભવિષ્ય માટે ચિંતિત બન્યો છે. તો સાથે-સાથે એવા પણ ઘણા ઉપકરણો છે કે જે આપણને ઘણા જ ઉપયોગી બની રહે છે. તો આજે આપણે એવા જ એક સોલર પેનલની વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારી ઇન્કમને બચાવવામાં મદદ કરી શકે છે.
💁આ સોલર પેનલના ઉપયોગથી તમે તમારા ઘરના વપરાશની વીજળી ફ્રીમાં જ મેળવી શકો છો. તો ચાલો તેને લગતા કેટલાક મહત્વના પ્રશ્નોનું નિરાકરણ મેળવી લઈએ. જેમ કે સોલર શું છે ?, તેનાથી વીજળી કેવી રીતે ઉત્પન્ન થઈ શકે છે, સોલરની ખરીદી વખતે શું ધ્યાન રાખવું, તેનું ફીટીંગ છત પર કેવી રીતે કરવું, સોલરની યોગ્ય સમયે સફાઇ કેવી રીતે કરવી જોઈએ, આ તમામ પ્રશ્નોને વિસ્તારથી જોઈએ કે જે તમને યોગ્ય માહિતી પૂરી પડી શકે.
💁સોલર પેનલ શું છે ? :દોસ્તો,આપણે દૂરથી ઘણી વાર જોઈ હોય છે કે તે ખૂબ જ મોટી-મોટી પ્લેટો હોય છે, પરંતુ તેની બનાવટ શું છે જોઈએ તો આ સોલર પેનલ છે તે ખૂબ જ વધારે કહી શકાય તેટલા ફોટો વૉલીકસ સેલ્સનો સમૂહ હોય છે. આ સમૂહને એકદમ યોગ્ય રીતે એક પ્લેટની ઉપર ગોઠવવામાં આવે છે. આ સમૂહને યોગ્ય રીતે ગોઠવ્યા બાદ તેના પર કાચનું એક લેયર ચડાવી દેવામાં આવે છે. જેનાથી તે ધૂળ, પાણી જેવી વસ્તુઓથી બચી શકે અને લાંબો સમય સુધી તે ખરાબ ના થાય.
💁સોલર પેનલ દ્વારા કેવી રીતે પાવર મેળવી શકાય છે ? : સોલરની જે સિસ્ટમ છે તે મુજબ દિવસ દરમ્યાન જ્યારે સૂર્યના કિરણો સોલરની સિલિકોન પ્લેટની સાથે અથડાય છે ત્યારે તેમાંથી એક ડીસી કરંટ ઉત્પન્ન થાય છે આ કરંટને કેબલની મદદથી સોલર પેનલ પરથી ભેગો કરી લેવામાં આવે છે. આ બધા માટે બીજી પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે જેમ કે તેનું વાયરિંગ બરાબર હોવું જોઈએ, તેની ગોઠવણ પણ યોગ્ય જગ્યા પર હોવી જોઈએ
💁સોલર પેનલની ખરીદી કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ : સૌથી પહેલા તો તમે જે સોલર પેનલ ખરીદવા માંગો છો તેની એફીશ્યંસી એટલે કે તેની કાર્યક્ષમતા એકદમ પરફેક્ટ હોવી જોઈએ. જો તેની કાર્યક્ષમતા બરાબર હશે તે તમને તે વાપરવામાં ખૂબ જ મજા આવશે અને ઘણો ફાયદો થશે. બીજું કે તે સારી એવી બ્રાન્ડની હોવી જોઈએ. તેના માટે એક સારી કંપની છે જેમ કે લૂમીનોઉસનું 445 વૉલ્ટનું જે સોલર પેનલ મળે છે તે ખૂબ જ સારી એવી કહી શકાય તેવી સોલર પેનલ છે જે ઘર વપરાશ માટે એકદમ યોગ્ય છે. તો તમે આ બ્રાન્ડને પ્રાધ્યાની આપો તો તમને સારું રિઝલ્ટ મળી શકે છે.
💁સોલર પેનલને ગોઠવવા માટેની યોગ્ય જગ્યા :જ્યારે તમે આ પેનલને તમારા ઘરના છત પર ગોઠવી રહ્યા છો તો તેના માટે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પૂરા દિવસ દરમ્યાન છતના કયા ભાગ પર વધારે થી વધારે સુર્ય પ્રકાશ આવે છે તે જગ્યા આ પેનલ માટે એકદમ યોગ્ય છે.
💁સોલર પેનલના ઉપયોગ પહેલા ધ્યાનમાં રાખવા જેવી અને મહત્વની બાબતો :
જ્યારે તમે સોલરનો ઉપયોગ કરવા માંગો છો કે ખરીદી કરવા માંગો તે પહેલા કેટલીક બાબતોનો તમને ખ્યાલ હોવો જોઈએ જેમ કે તમારા ઘરની વીજળીની કુલ વપરાશ કેટલી છે તે સૌથી પહેલા તમે જાણો અને ત્યાર બાદ જ તમારે સોલર માટે કુલ કેટલી પ્લેટ જોશે તેનો ખ્યાલ આવશે. સોલરના ફિટિંગમાં જે પણ કેબલ વાપરો છો તે સારી બ્રાન્ડના હોવા જોઈએ. સોલરનું ફીટીંગ કર્યા બાદ ડીસી વાયરિંગ અને એમસી 4 કનેક્ટરનો ઉપયોગ કરીને પછી ઈન્વટર બેટરીથી સોલર પેનલને બરાબર કનેક્ટ કરવી.
💁સોલરની સફાઇ કેવી રીતે કરવી : જ્યારે આપણે સોલરને આપણા ઘરના છત પર ખુલામાં ગોઠવેલી હોય છે તો તેના પર સ્વાભાવિક છે કે ધૂળ અને માટી વધારે આવે અને તેની યોગ્ય અને નિયમિત સફાય પણ જરૂરી બને છે, તો આ પેનલને તમે સાફ કરવા માટે સાદા પાણીનો ઉપયોગ કરી શકો છો,અથવા તો 2 લિટર પાણીમાં 3 ચમચી જેટલો બેકિંગ પાઉડર ઉમેરીને સારી રીતે મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરીને સ્પ્રે વડે પણ સાફ કરી શકો છો.
જો સોલર પેનલ વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.