સોમાચામાં એક વરસાદ જેવો થાય તેની સાથે જ રાત્રે પાંખું વાળા મકોડા ઉભરાઇ જતાં હોય છે. જ્યાં તમને લાઇટ દેખાય ત્યાં ત્યાં મકોડા જ મકોડા દેખાતા હોય છે. તો તમને ક્યારેક થતું હશે કે વરસાદ આવ્યા બાદ જ આ મકોડા ક્યાંથી આવે છે, અત્યાર સુધી આ મકોડા કેમ નહોતા આવતા. તો આવો જાણીએ આ પ્રશ્નનો સાચો સચોટ જવાબ. જે તમારા માટે આશ્વર્યજનક હશે.
સૌ પ્રથમ જાણો કે દુનિયામાં કીડી-મકોડાની અંદાજિત 12,000 થી વધુ જાતિ હોય છે. અમુક એવી કીડી-મકોડાની જાતિ હોય છે જેને ગર્મીઓમાં પાંખો આવવાની શરૂ થઈ જાય છે. અને આ પાંખો સોમાચા સુધીમાં આવી જતી હોય છે. અને પહેલો વરસાદ આવતાની સાથે જ તેઓ ઉડવાનું શરુ કરી દે છે. પણ તે ઉડીને આપણા ઘર સુધી શા માટે આવે છે તેમાં એક મોટું રહસ્ય છુપાયેલું છે આવો તે જાણીએ.
આ કીડી-મકોડાઓને પાંખો તેઓની રી-પ્રોડક્શન એટલે કે, તેની જાતિને આગળ વધારવામાં પણ ઉપયોગી છે. મોટા ભાગે નર કીડાઓને અને તેઓની યુવાન રાણી કીડીઓને આવી પાંખો આવવાની શરુ થઇ જાય છે. પછી તેઓ રી-પ્રોડક્શન માટે અમુક જગ્યા (ઘર) શોધવા માટે ઉડે છે. જયારે તેઓને યોગ્ય જગ્યા એટલે કે તેઓને ઘર બનાવવા લાયક જગ્યા જેવી કે પથ્થરો નીચે કે વૃક્ષોમાં કે જમીનમાં મળી જાય છે. ત્યાર પછી
તે યુવાન રાણીઓ અને નર કીડાઓ રીપ્રોડક્શન શરુ કરે છે. આ સમયે હજુ ગરમી જ હોય છે. અને વરસાદ આવતા પહેલા તેઓનું રીપ્રોડક્શનનું કામ પૂરું થઇ જાય છે. અને હવે, યુવાન રાણીઓ ઇંડા આપવાની શરૂઆત કરે છે. અને જે જગ્યા તેઓ શોધી હોય છે ત્યાં જ ઇંડા મુકવામાં આવે છે. અને માદા રાણી ઇંડાઓની સાથે તે જગ્યાઓમાં જ રહે છે. અને ઇંડામાંથી બચ્ચા આવવાની રાહ જુએ છે. અને હવે
માદા રાણીઓને તેની પાંખોની જરૂર નથી હોત માટે તેઓને પાંખો ધીમે ધીમે નીકળી જાય છે, અને તે રાણીઓ તે પાંખોનો ખોરાકની જેમ ઉપયોગ પણ કરી લે છે. આ વાત થઇ માદા રાણીઓની હવે વાત કરીએ નર કીડાઓની કે જે, આ યુવાન રાણીઓ સાથે રી-પ્રોડક્શન માં મદદરૂપ થયા હતા.
યુવાન રાણીઓ જયારે ઇંડા આપવાનું શરુ કરે છે ત્યારે આ નર કીડાઓનું કામ પૂરું થઇ જાય છે. તેઓનું કામ ફક્ત માદા સાથે રી-પ્રોડક્શન કરવા પુરતું જ સીમિત હોય છે. એટલે આ નર કીડાઓ વરસાદ આવતાની સાથે જ ઉડવા લાગે છે. અને ઉડીને તેઓ જ્યાં જ્યાં લાઈટ દેખાય છે ત્યાં પહોચી જાય છે. અને મહત્વની વાત તો એ છે કે, રી-પ્રોડક્શન પૂરું થયાની સાથે જ ટૂંક સમયમાં આ મકોડાઓનું જીવન સમાપ્ત થઇ જાય છે. કારણ કે,
તેઓ રી-પ્રોડક્શનમાં કીડીઓને સાથે આપ્યા બાદ તેઓ ઉડીને જયારે બહાર નીકળે છે એટલે કુદરતી રીતે જ ટૂંક સમયમાં મૃત્યુ પણ પામે છે. એટલે તમે જોતા હશો કે જ્યાં જ્યાં ઉડીને આવા મકોડાઓ જાય છે ત્યાં ત્યાં તેઓ સવારે મરેલા દેખાશે. અને આ મરેલા મકોડાઓમાં માદા નથી હોતી. તેઓ હવે પોતાના ઇંડા સેવીને પોતાની જાતી આગળ વધારતી હોય છે. આ કુદરતનો નિયમ છે.
તો હવે તમને સમજી ગયું હશે કે, વરસાદ આવતાની સાથે જ આવા મકોડા ક્યાંથી આવી જાય છે અને તેઓ સવારે કેમ મરી જાય છે. આ હતું આ ઉડતા મકોડાઓ પાછળનું વિજ્ઞાન. તો તમને આ મહીતી કેવી લાગી. અને આવી જ બીજી વધુ માહિતી જાણવા માંગો છો તો કોમેન્ટમાં ફક્ત “More” એવું લખી આપજો. જેથી આવી વધુ અજાયબીથી ભરેલી માહિતી આપ સુધી લઈને આવીશું. -આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.