લક્ષ્મીજીની પ્રિય અમુક વસ્તુઓ જરૂર ખરીદવી જોઈએ, જે ખરીદ્તાની સાથે જ તમારા જીવનમાં પરિવર્તન આવશે. ઘણા લોકોને આ વસ્તુ વિષે ખબર જ નથી હોતી. પણ જો તમે આ વસ્તુઓ વિષે જાની લેશો તો, તમને ખરીદવામાં ખુબ જ આસાની રહેશે.. જાણો એવી કઈ વસ્તુઓ છે કે, જે ખરીદવાથી તમારા જીવનમાં લક્ષ્મીજીનું આગમન થશે. અને જેનાથી તમને ખુબ નાણાકીય રીતે ખુબ ફાયદો થશે.
- સાવરણી
એક સાવરણી જરૂર ખરીદવી. ત્યાર બાદ દિવાળીના દિવસે સૌથી પહેલી વાર તે સાવરણીનો પ્રયોગ કરવો. ત્યાર બાદ જૂની સાવરણીને ઘરમાંથી હટાવી દેવી. ધનતેરાશના દિવસે સાવરણી ખરીદવામાં આવે તો આખું વર્ષ ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે. આમ જો તમારે સાવરણી લેવી હોય તો શુક્રવારે લેવી.
- ધાણા
ધાણા ખરીદવા ખુબ જ શુભ ગણાય છે. ધાણા સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. ધનતેરશના દિવસે ધાણા ખરીદ્યા બાદ તે ધાણા માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે ચઢાવવા. પૂજા બાદ થોડા ધાણાને બગીચામાં કે કોઈ વાસણમાં વાવી દેવા. આ ઉપરાંત થોડા ધાણા ગોમતી ચક્ર પાસે રાખી દેવા.
- સફેદ રંગનું ગોમતી ચક્ર
ગોમતી ચક્ર એક વિશેષ પ્રકારનો પથ્થર છે. જેની એક તરફ ચક્રની આકૃતિ બની હોય છે. આ પથ્થરને રત્નની જેમ વીંટી તરીકે પણ પહેરી શકીએ છીએ. ધનતેરશના દિવસે ઓછામાં ઓછા 5 ગોમતી ચક્રની ખરીદી કરવી જોઈએ. ત્યાર બાદ દિવાળીના દિવસે ગોમતી ચક્ર માતા લક્ષ્મીને અર્પણ કરવું. અને ત્યાર બાદ આગળના દિવસે જ્યાં ધન રાખો છો ત્યાં રાખી દેવો. તેનાથી ઘરમાં ક્યારેય ધનની કમી નહિ આવે.
- કોડી
કોડી એક સમુદ્રી જીવની ખાલ હોય છે. ધન પ્રાપ્તિ માટે અને ધન રૂપે કોડીનો ઉપયોગ પ્રાચીન સમયથી થઇ રહ્યો છે. તેના માટે ધનતેરાશના દિવસે ઓછામાં ઓછી પાંચ કોડી જરૂર ખરીદવી. દિવાળીના દિવસે આ કોડીઓની વિશેષ પૂજા કરવી. આ રીતે ધનતેરશના દિવસે કોડી ખરીદી દિવાળીને દિવસે તેની પૂજા કરવાથી જે લોકોના લગ્ન નથી થઇ રહ્યા તેમના લગ્ન થઇ જશે તેમજ જો તમે કર્જામાં છો તો કર્જામાંથી મુક્તિ મળશે અને ઘરની દરેક આર્થીક સમસ્યાઓ દુર થઇ જશે.
- ચાંદી
કહેવાય છે કે ચાંદી ભગવાન શિવના નેત્રમાંથી પ્રકટ થયું હતું. માટે ધનતેરશના દિવસે ત્યાર બાદ તે જ ચાંદીની વસ્તુથી દિવાળીના દિવસે પૂજન કરવામાં આવે છે. ત્યાર બાદ તે ચાંદીની વસ્તુને આખું વર્ષ સંભાળીને રાખવી. તમે કંઈ નહિ તો એક ચાંદીનો સિક્કો પણ ખરીદી શકો છો.
- દિવા
દિવા વગર દિવાળી બિલકુલ અધુરી છે. દિવાળી માટે દિવાની ખરીદી ધનતેરશના દિવસે કરવી ખુબ જ શુભ મનાય છે. નાના દિવા ઉપરાંત માટીના ત્રણ મોટા દિવા ધનતેરશના દિવસે અવશ્ય ખરીદવા. ત્રણ દિવામાં એક મુખ્ય દીવો માતા લક્ષ્મી માટે, બીજો દિવો કાળી માતા માટે અને ત્રીજા દિવામાં સરસોનું તેલ નાખી તેને ઉપર રાખી દેવો જેમાંથી કાજળ બનાવી શકો. આવું કરવાથી ખુબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ઘરની નકારાત્મક ઊર્જાઓ દુર થાય છે.
- માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની મૂર્તિ
દિવાળી પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની પૂજાનું ખુબ જ મહત્વ છે. ધન માટે માતા લક્ષ્મી અને બુદ્ધિ માટે ભગવાન ગણેશજીની અર્ચના કરવામાં આવે છે. માટે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની મૂર્તિ ધનતેરશના દિવસે ખરીદવી. મૂર્તિ ખરીદતી વખતે ધ્યાન રાખવું કે ભગવાન ગણેશજીની મૂર્તિમાં તેમની સૂંઢ ડાબી બાજુ તેવી હોવી જોઈએ. આ ઉપરાંત લક્ષ્મીજી કમળના પુષ્પ પર બેઠા હોય અને તેમના હાથમાંથી ધનની વર્ષા થતી હોય તેવી મૂર્તિ લેવી.