વધતુ વજન સુંદરતા તો ઘટાડે છે પરંતુ સાથે સાથે અનેક બીમારીઓનું કારણ બને છે. વજન ઘટાડવા માટે જેટલી જરૂરી એકસરસાઈઝ છે તેટલું જ ખાન-પાન પણ જરૂરી છે. સવારના નાસ્તાથી લઈને રાત્રીના ભોજન સુધી આપણે જે પણ ખાઈએ છીએ તે બધું જ આપણા શરીરને અસર કરે છે. આજે અમે તમને એક એવા ડાઈટ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું અનુસરણ કરવાથી માત્ર ચાર અઠવાડિયામાં તમારું વજન ખુબ જ સરળતાથી ઘટી જશે.
- સવારના નાસ્તાથી લઈને રાત્રીના ભોજન સુધી આ ડાઈટ પ્લાન અપનાવવો..
શરીરનું વજન ઘટાડવા માટે ઓછી કેલેરી અને વધારે પોષક તત્વો મળે તેવો ખોરાક લેવો જરૂરી છે. એવો ખોરાક લેવો જોઈએ જેમાં મગજ સારી રીતે કાર્ય કરે અને શરીરને થાક પણ ન લાગે. આ વાતને ધ્યાન રાખીને 1200 થી 1800 કેલેરી મળે તેવો ખોરાક ખાવો જોઈએ.
ત્રણ મુખ્ય ભોજન સવારનો નાસ્તો,બપોરનું અને રાત્રીનું ભોજન 300 કે 350 કેલેરી જેટલો હોવો જોઈએ. આ ઉપરાંત તમે દિવસ દરમિયાન જો બેઠા બેઠાનુ કામ હોય તો ઓછી કેલેરીની જરૂરી રહે છે. આ ઉપરાંત ગ્રીન ટી અને સૂપનો ઉપયોગ કરવો. ગ્રીન ટી અને સૂપ વજન ઘટાડવામાં ખુબ જ મદદ કરે છે. આ ઉપરાંત તમે જે પણ ખોરાક ખાઓ છો તે ઘઉં અથવા બ્રાઉન રાઈસમાંથી બનેલી વસ્તુ ખાવી જોઈએ. મેંદા અને સફેદ રાઈસમાંથી બનેલી વસ્તુ ન ખાવી જોઈએ.
- સવારે ઉઠતા
સવારે ઉઠીને તરત જ ઓછામાં ઓછું બે ગ્લાસ અથવા તો એક લીટર જેટલું પાણી પીવું જોઈએ. જો શક્ય હોય તો પાણીને થોડું ગરમ કરીને પછી પીવું. જેનાથી શરીરમાં બધીજ નસો સુધી તે પાણી પોહચી શકે અને નસો બરાબર કામ કરતી રહે સવારે પાણી પીવાથી ઘણા ફાયદાઓ થાય છે.
ત્યાર બાદ સવારના નાસ્તામાં ઓટ્સનો ઉપયોગ કરવો. પરંતુ ધ્યાન રાખવું કે તે ઇન્સ્ટન્ટ ઓટ્સ ન હોય. સાદા ઓટ્સનું પેકેટ લઇ લેવું. તેમાં ડુંગળી, લસણ, તેમજ ઋતુ પ્રમાણે લીલા શાકભાજી ઉમેરી તેને બનાવી લેવી. આ ઉપરાંત તમને નાસ્તામાં ખાંડ વગરની સીકંજી અને ઉકાળેલા ઈંડા ખાઈ શકો છો. આ ઉપરાંત ક્યારેયક તમે નાસ્તામાં દહીં સાથે બાફેલા બટેટા પણ ખાઈ શકો છો. તેમાં તમે લીલી ધાણાભાજી પણ નાખી શકો છો.
- બ્રંચ
બ્રંચ એટલે સવારના નાસ્તા અને બપોરના ભોજન પહેલાનો સમય. પાંચથી દસ બદામ, તેની સાથે ગ્રીન ટી અથવા તો આદુ, તુલસી, તજ, એલચી વગેરેનો ઉપયોગ કરીને બનાવેલી ચાનું સેવન કરવું. ચા માં ખાંડની જગ્યાએ સુગર ફ્રીનો ઉપયોગ કરવો. અને જો ખાંડનો ઉપયોગ કરો છો તો ખુબ જ ઓછો ઉપયોગ કરવો.
- લંચ
લંચ એટલે કે બપોરનું ભોજન. લંચમાં એક કટોરી બ્રાઉન રાઈસ,સલાડ, દાળ, મલ્ટી ગ્રેનના લોટ અથવા ઘઉંના લોટમાંથી બનેલી એક અથવા તો બે રોટલી ખાવી. જેથી આપણાં શરીર માટે તેને સમયસર પચાવવાનો સમય મળે અને શરીર જલ્દીથી તે ભોજનને પચાવી શકે.
- સાંજના સમયે
સાંજના સમયે ઘણા લોકોને ચા સાથે નાસ્તો કરવાની આદત હોય છે. પરંતુ સાંજના સમયે સૌથી ઉત્તમ છે વેજ સૂપ અથવા તો ગ્રીન ટી. ગ્રીન ટી સાથે તમે સેકેલા ચણા પણ ખાઈ શકો છો. તમે ઈચ્છો તો સ્પ્રાઉટ પણ ખાઈ શકો છો. જેથી રાત્રીનું ભોજન સમય પર થઈ શકે અને રાત્રે સમયસર ભૂખ લાગે. જાજો નાસ્તો કરી લેવાથી રાત્રિના ભોજનમાં તકલીફ થાય છે અને ભૂખ પણ સરખી લગતી નથી તે માટે સાંજના સમયે સૂપ અથવા ગ્રીન ટી પીવી જોઈએ.
- રાત્રિનું ભોજન
રાત્રીના ભોજનમાં સૌપ્રથમ એક વાટકો વેજ સૂપ પીવું. એક વાટકો સલાડ અથવા એક વાટકો પપૈયું ખાવું. આ ઉપરાંત તેની બદલે તમે એક વાટકો શાક પણ ખાઈ શકો છો પરંતુ તેમાં ડુંગળી અને લસણનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. અને જો તમે નોન વેજીટેરીયન છો તો ત્રણ એગ વ્હાઈટ અથવા 150 ગ્રામ ચીકન બ્રેસ્ટ અથવા તો બે લેગ પીસ ખાઈ શકો છો.
જરૂરી નથી કે તમે આ જ વસ્તુનું સેવન કરો. સૌથી મહત્વની વાત એ છે કે તમે ખોરાકમાં કેલેરીની યોગ્ય માત્રાનું સેવન કરો. આ ઉપરાંત ભોજનમાં તળેલા અને મીઠા ખોરાકનો ખુબ જ ઓછો ઉપયોગ કરવો. તમારી દીનચર્યામાં કસરતનો પણ સમાવેશ કરવો જોઈએ.
આ માહિતી કેવી લાગી? આવા બીજા આયુર્આવેદિક અને હેલ્થ ટીપ્સ વાળા બીજા સુંદર આર્ટીકલ માટે નીચેનું બ્લુ કલરનું LIKE નું બટન દબાવી દેજો. જેથી આવા બીજા સુંદર આર્ટીકલ તમે વાંચી શકો. – ધન્યવાદ. નીચે એક કોમેન્ટ પણ કરી દેજો કે આર્ટીકલ કેવો લાગ્યો.