🥻ભારતીય પરંપરામાં સાડીનું એક આગવું મહત્ત્વ હોય છે. આજકાલની સ્ત્રીઓને જિન્સ, કુર્તી, ટોપ પહેરવાનું વધારે ગમતું હોય છે. પરંતુ કોઈ સમયે સાડી પણ પહેરતી થઈ ગઈ છે. ભગવાને દરેક સ્ત્રીને સુંદર શરીર આપ્યું છે. તેમાં સાડી પહેરીને ચારચાંદ લગાવી દેતી હોય છે.
🥻પરંતુ તમે જાણો છો, સાડી પહેરવી એ પણ એક કલા છે? ગમે તેટલી મોંઘી સાડી હોય તેને યોગ્ય ઢબથી પહેરવામાં ન આવે તો તેનું મૂલ્ય શૂન્ય બની જતું હોય છે. સાડી સાદી હોય તો એ એકદમ સિમ્પલ પહેરવામાં આવે તો પણ સારી લાગે છે. તેથી દરેક સ્ત્રીને સાડી પહેરવાની સમજ જરૂર હોવી જોઈએ.
🥻જુદા-જુદા પ્રકારની 54 સાડીઓ પહેરી શકાય છે. તેમાંથી આપણે માત્ર ગુજરાતી, દક્ષિણી, બંગાળી, મહારાષ્ટ્રીયન, મરાઠી સાડી પહેરવાની ઢબ જાણતા હોઈએ છીએ. પરંતુ આજે તમને જિન્સ, સ્કર્ટ વગેરે ઉપર સાડી પહેરતા શીખવીશું. તો ચાલો જોઈએ તેની રીત.
🥻ગુજરાતી સાડી- ખાસ કરીને આ સાડી દરેક મહિલા પહેરતી હોય છે. પરંતુ જ્યારે પ્રસંગમાં પહેરો ત્યારે કોઈ પ્રકારની ઉતાવળ ન કરવી જોઈએ. તેનું ખાસ આકર્ષણ પાટલી અને પાલવ હોય છે. તેને લપેટી નાખવાથી સાડીનો શો મરી જતો હોય છે. તો સાડીની પાટલીને પરફેક્ટ વાળવી જોઈએ. થોડી પણ નાની-મોટી હશે તો લુક બરાબર નહીં આવે.
🥻સાદી સાડીમાં કિનારી અને પાલવ હેવી હોવાના કારણે તે બરાબર દેખાય તે રીતે પાટલી થોડી મોટી રાખવી જોઈએ. દક્ષિણી સાડી પહેરો તો પાલવ છુટ્ટો રાખવો જોઈએ. તેનાથી લુક અલગ આવશે.
🥻બેલ્ટ પર સાડી- પહેલા કમરબંધ ઉપર લોકો સાડી પહેરતાં હતાં જે હવે બેલ્ટ પર પહેરતા થઈ ગયા છે. તેના માટે બેલ્ટ બ્લાઉઝની નીચે અને કમરથી ઉપર બાંધવાનો રહેશે. જેનાથી તેનો લુક કોકટેલ જેવો લાગશે. આ લુક માટે તમે બેલ્ટ કે સ્કાર્ફનો ઉપયોગ કરી શકો છો. આ પ્રકારની સાડી પહેરવી હોય તો પ્રિન્ટેડ અને મોનોટોન હોય તો જ પહેરવી જોઈએ. જે ખૂબસૂરત લાગશે.
🥻જેકેટ સ્ટાઈલ- ઘણી છોકરીઓ જેકેટ સ્ટાઈલથી સાડી પહેરતી હોય છે. જેમાં જેકેટ સ્ટાઈલનો બ્લાઉઝ હોય છે. તેમાં પણ જેકેટનો કલર કોન્ટ્રાસ્ટ હશે તો વધારે ખૂબસૂરત લાગશે. તેના માટે તમે વેલ્વેટ કે બ્રોકેડ સાડી ટ્રાય કરી શકો છો.
🥻પેન્ટ સ્ટાઈલ- આ સાડી તમે ઓફિસની પાર્ટી કે કોઈ ઇવેન્ટમાં પહેરી શકો છો. પેન્ટ સ્ટાઈલ સાડી તમે ડેનીમ, લેગીંગ, શરારા, પ્લાઝો જેવા પેન્ટ પર પહેરી શકો છો. જેનો લુક એકદમ ડિફરન્ટ આવશે. તેનાથી તમે સ્ટાઈલિશ દેખાશો. પાર્ટીમાં બધાની નજર તમારા પર પડશે.
🥻ઘણા લોકોને આ પ્રકારની સાડી પહેરવી વધારે પસંદ હોય છે. તેનાથી ચાલવા કે ઉઠવા બેસવામાં કોઈ તકલીફ પડતી નથી. સાડીને તમારે ડેનીમ, પ્લાઝો કે લેગીંગમાં વીંટાળી દેવાની છે. અને સાડીના પ્લેટસ હોય છે. તેને ડાબા પગ પર સેટ કરવાના છે. અને તેનો પલ્લું જમણી સાઈડ આવશે એટલે તમારો લુક હીરોઈન જેવો બની જશે.
🥻સ્કાર્ફ સ્ટાઈલ- આ સ્ટાઈલ બોલિવૂડમાંથી આવી છે. ઘણી હીરોઈનો પાલવ છૂટો અને ખુલ્લો રાખતી હોવાથી તે વારંવાર નીચે સરકી પડતો હોવાથી તેને ગળામાં સ્કાર્ફની જેમ લપેટી નાખે છે. જે એક સ્ટાઈલ બની ગઈ છે. તમે પણ આ રીતે સાડી પહેરીને પાલવ સ્કાર્ફ સ્ટાઈલ ગળામાં લપેટી નાઇટ પાર્ટી, ડીનર પાર્ટી કે રિસેપ્શનમાં જઈ શકો છો.
🥻આ લુક બધાને વધારે પસંદ આવશે. કેમ કે આ સાડી પહેરવાથી પાલવ સાચવવાની ઝંઝટ રહેતી નથી અને તેને સેપ્ટીપીન ન લાગવો તો પણ ચાલે.
જો સારી અલગ રીતે પહરવાની આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.