આપણે ઘર નવું કરતા હોઈએ છીએ ત્યારે બધું જ નવું નવું લાગતું હોય છે. પરંતુ થોડા દિવસ પછી મકાન તો નવું રહેતું હોય છે. પણ સ્વીચ બોર્ડ ગંદા થવા લાગે છે. રૂમની નિયમિત સફાઈ કરીએ છીએ. પણ સ્વીચ બોર્ડ કાળા ધબ્બા જેવા દેખાવા લાગતા હોય છે. જે આપણા આખા ઘરની શોભાને બગાડતા હોય છે. કેમ કે ઘરના દરેક સભ્ય સ્વીચ બોર્ડને ચીકણા, મેલા, ભીના ગમે તેવા હાથે અડતા હોય છે. તેથી સફેદ બોર્ડ ઘણી વાર મેલા થઈ જતા હોય છે.
તેમાં ખાસ કરીને રસોડામાં તેલ-ઘીનો વઘાર ઉડતો હોવાથી સ્વીચ બોર્ક જલ્દી ચીકણા થઈ જાય છે. જો તમારા ઘરના સ્વીચ બોર્ડ ગંદા છે, અને સાફ કરવામાં સમય બગડે છે. તો તમને આજે એવી કેટલીક ટ્રિક જણાવીશું જેનાથી તમારું સ્વીચ બોર્ડ 5 મિનિટમાં સાફ થઈ જશે.
સાફ કરતી વખતે કરન્ટ ન લાગે તે માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હાથમાં રબર ગ્લોઝ કે પગમાં રબરના સ્લીપર પહેરવા જોઈએ. સ્વીચબોર્ડ સાફ કરતી વખતે ઘરમાં લાઈટની મેઈન સ્વીચ હોય તે બંધ કરી દેવી જોઈએ. જેથી કરન્ટ લાગવાનો ભય રહેતો નથી. નીચે બતાવેલી આટલી વસ્તુથી સ્વીચબોર્ડ સાફ કરવું
ટૂથ પેસ્ટ વડે- ટૂથ પેસ્ટના ઉપયોગથી તમારા સ્વીચબોર્ડ પર લાગેલા મસાલા, તેલ, વઘારના ડાઘ જે પણ હશે તે દૂર થઈ જશે. તેના માટે તમારે પહેલા એક બાઉલમાં 3-4 ચમચી ટૂથપેસ્ટ કાઢવી તેમાં ખાવાનો સોડા મિક્સ કરવો, તેમાં થોડા પાણીના ટીપાં નાખવા. હવે આ મિશ્રણને સ્વીચ બોર્ડ પર લગાવો. ઓછામાં ઓછું 10 મિનિટ સુધી લગાવેલું રાખવું.
પછી તેને બરાબર સ્ક્રબર વડે ઘસી નાખ્યા બાદ ભીના કપડાં વડે સાફ કરી નાખો. એક કોરા કપડાંથી ફરી સાફ કરી નાખવું.
શેવિંગ ક્રિમ- એક બાઉલમાં શેવિંગ ક્રિમ કાઢવી અને તેને સ્વીચબોર્ડ પર ઘસવી. થોડો સમય રહેવા દેવી, પછી તેને ટૂથ બ્રશ લઈ તેના પર ઘસવી. 2 મિનિટ જેવો સમય ઘસ્યા બાદ કોરા કોટનના કપડાંથી સાફ કરવી. આ રીતે તમે મહિને કે અઠવાડિયામાં એક વાર પ્રયોગ કરી શકો છો. જો ડાઘ વધારે હોય તો તમારે ફરીથી આ રીતે સાફ કરવી સ્વીચબોર્ડ ક્લીન થઈ જશે.
નેઇલ પોલિશ રિમૂવર- આજકાલ નેઇલ પોલિશ રિમૂવ કરવા માટે લિક્વિડ અને ટિસ્યૂ પણ આવી ગયા છે. જો તમારે સ્વીચ બોર્ડ સાફ કરવું હોય તો લિક્વીડનો ઉપયોગ કરવો જોઈએ. પહેલા એક રૂ લઈ તેની પર થોડું લિક્વીડ લેવું અને પછી તેને સ્વીચબોર્ડ પર ઘસવું આ રીતે કરવાથી પડેલા દાગ સાફ થઈ જશે.
લીંબુ અને મીઠું- તમે સ્વીચબોર્ડ સાફ કરવા માટે લીંબુ અને મીઠાનો ઉપયોગ કરી શકો છો. એક લીંબુ લો તેને કાપી તેની પર મીઠું નાખો. પછી તેને સ્વીચ પર ઘસવાનું શરૂ કરો. થોડો સમય ઘસ્યા બાદ સ્ક્રબરની મદદથી તેને સાફ કરો. કોરા કપડાં વડે એકદમ સાફ કરી લો. થોડો સમય એમ જ રહેવા દો. તમારું સ્વીચબોર્ડ ચમકવા લાગશે.
ટોઈલેટ ક્લીનર- આપણે ટોઈલેટ ક્લીનરથી જામેલો ક્ષાર સરળતાથી કાઢી શકીએ છીએ. એવી જ રીતે સ્વીચબોર્ડ પણ સાફ કરીશું. તમારે બજારમાં મળતા કોઈપણ ટોઈલેટ ક્લીનર નથી લાવવાના હાર્પિકથી વધારે સારી સફાઈ થઈ શકશે. ટૂથબ્રશ લઈ તેની પર હાર્પિક લગાવી થોડી વાર માટે ઘસવું. 2-3 મિનિટ સુધી એમ જ રહેવા દેવું જોઈએ. પછી તેને થોડા ભીના કપડાં વડે સાફ કરવું અને પછી એક દમ કોરા કોટન કપડાંથી સાફ કરી લેવું જોઈએ. તમારું સ્વીચબોર્ડ નવા જેવું બની જશે.
ખાવાનો સોડા અને લીંબુ- બે ચમચી ખાવો સોડા અને એક લીંબુ નિચોવીને બંને સારી રીતે મિક્સ કરી લેવું. આ મિશ્રણને ટૂથ બ્રશ વડે ઘરના બધા સ્વીચબોર્ડ પર ઘસો. એક પછી એક બધા સ્વીચબોર્ડ પર ભીનું કપડું લગાવો. તેના પછી કોરા કપડાં વડે સાફ કરી લો. આ રીતે જો વધારે દાગ હોય તો ફરી આ રીતે કરવાથી સ્વીચબોર્ડ એકદમ નવા જેવા થઈ જશે.
આ વસ્તુનો પણ ઉપયોગ કરી શકો છો- ટૂથપેસ્ટ, વિનેગર, લીંબુ, વાસણ ઘસવાના લિક્વીડ વડે, હાઈડ્રોજન પેરોક્સાઈડ જેવી ઘણી વધી વસ્તુ હોય છે જેનાથી તમે સ્વીચબોર્ડ સાફ કરી શકો છો.
તે સિવાય પણ જો તમે રોજ પોતુ કરતા હોવ તો 2 કે 3 દિવસે થોડો ભીનો કટકો લઈ સ્વીચ બોર્ડ સાફ કરી શકો છો. ક્યારેય ગંદા લાગશે નહીં. ધ્યાન રહે કે સ્વીચબોર્ડ સાફ કર્યા બાદ તેને એક કલાક સુધી પાવર ચાલુ ન કરવો જોઈએ. કેમ કે પાણી અંદર સ્વીચબોર્ડમાં ગયું હોય તો તે સૂકાય જાય. અને કરન્ટ લાગે નહીં.